SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [ ૧૦૩ લાલજી પાસે શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ અરધું વાંચ્યું; સાથે સાથે પઉમચરિય` પાટણના સંધવીના પાડાની તાડપત્રીય પ્રતના આધારે સુધાર સ૦ આગમેાના અભ્યાસની વિશેષ રુચિ કયારે જાગી ? જ૦ મુનિ શ્રી લાવણ્યવિજયજી પાસે આવશ્યક હારિભદ્દી વૃત્તિ વાંચતા એ તરફ વિશેષરુચિ થઈ; અને પૂજ્ય સાગરાનંદસૂરિજીની વાચના ખૂબ ગમી. સ૦ અપ્રભંશ ભાષાનું જ્ઞાન કેવી રીતે થયું ? ૪૦ એ તેા કેવળ એ ભાષાનું સાહિત્ય વાંચતાં વાંચતાં જ થયું. સ૦ પ્રાચીન લિપિ વાંચવાને અભ્યાસ કેવી રીતે થયા ? જ॰ એ પણ માટે ભાગે કામ કરતાં કરતાં જ થયા, એમ કહી શકાય. પાટણના બીજા ચામાસામાં ( એટલે દીક્ષાના ટ્ટા વર્ષે ) સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (સી. ડી. દલાલ ) પાટણના જ્ઞાનભંડારા તપાસવા આવેલા, એ વખતે એમને પ્રાચીન હરતલિખિત પ્રતે મેં વાંચી આપી હતી. દેવનાગરી લિપિ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાનું અને દેવનાગરી લિપિના અક્ષરાના સૈકે સેકે બદલાતા મરાડને ઉકેલવાનું પણ મહાવરાને લીધે કાવી ગયું. અલબત્ત, આમાં શ્રી ગૌરીશંકર હીરાચંદ ઓઝાના ભારતીય લિપિમાળાના પુસ્તકને પણ ઉપયોગ કરાતા રહ્યો છે. જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવાના આવા મહાવરાને લીધે, જેને અંતે લેખન-સંવત ન નોંધ્યા હાય એવી કૃતિ પણ કયા સૈકામાં લખાયેલી હાવી જેઈ એ એના માટે ભાગે સાચા અંદાજ, એ ગ્રંથની લિપિ ઉપરથી, કરી શકાય છે. સ૦ આપને બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય તરફ રુચિ કેવી રીતે થઈ ? જ૦ માટે ભાગે વળાટ્ટુરણમાં-તૅિન-કાનથી સાંભળી સાંભળીને. મારું એક સદ્ભાગ્ય રહ્યું છે કે જુદા જુદા વિષયના વિદ્વાનને અવારનવાર મળવાનું બનતું રહે છે. એ વખતે અમારા કામ ઉપરાંત બીજી જે કંઈ જ્ઞાનવાર્તા થાય તે હું પૂર્ણ ઉત્સુકતા અને જિજ્ઞાસાપૂર્વક સાંભળતા રહું છું. એમ કરતાં કેટલુંક જ્ઞાન અનાયાસ મળી રહે છે. અને એક વાર કેાઈ બાબતમાં જિજ્ઞાસા જાગી એટલે પછી સ્વાભાવિક રીતે જ એને લગતા ગ્રંથા જોવાનુ અને છે. અને તેથી આપણે કોઈ પણ બાબતને ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ તથા તટથવૃત્તિથી વિચાર કરતા થઈ એ છીએ. આનું પરિણામ એ આવે છે કે જુદી જુદી ધર્મસ સ્મૃતિ વચ્ચેના ઉપરછલ્લા વિરેાધના બદલે એની ભીતરમાં રહેલા સમાનતાના તત્ત્વ તરફ આપણું ધ્યાન વિશેષ જાય છે, અને આપણે કોઈ પણ બાબતના સમભાવપૂર્વક કે સત્યશોધક અને ગુણગ્રાહક દષ્ટિએ વિચાર કરતાં શીખીએ છીએ. જીવનસાધનામાં કે જ્ઞાનની ઉપાસનામાં આ બાબત બહુ મહત્ત્વની અને ધણી ઉપયોગી નીવડે છે. સ૦ પ્રાચીન ગ્રંથેના સંશોધનની શરૂઆત આપે કયારે કરી ? જ૦ અમુક કામની અમુક વખતે જ શરૂઆત થઈ એમ ચાક્કસ ન કહી શકાય. શાસ્ત્રોનેા અભ્યાસ અને સ`શાધનના અભ્યાસ લગભગ સાથે સાથે જ ચાલતેા રહ્યો. પૂજ્ય ગુરુજી જ્યારે પ્રાચીન ગ્રંથાનુ` સ’શાધન કરતા ત્યારે જ મૂળ પાઠોના અર્થ બેસાડવાને, પાડાંતરે શેાધવાના, અની સંગતિ માટે શુદ્ધ પાઠ કયો હોઈ શકે એનેા, લિપિ ઉકેલવાને—એમ બધા અભ્યાસ કામ કરતાં કરતાં આગળ વધતા રહ્યો. આ બધાની પાછળ એક વાત માલૂમ પડે છે કે અભ્યાસ અને જ્ઞાનની વાર્તામાં કે શાસ્ત્રોના સંશાધન-સંપાદનમાં જે રસ પડતા, તેને લીધે બીજી પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ ધ્યાન જતું. પૂજ્ય ગુરુજીનાં સંપાદનામાં સહાયરૂપ થતાં થતાં સ્થિતિ એવી આવી કે કેટલાંક અતિ કઠિન ગણાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy