SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] જ્ઞાનાંજલિ છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્યપ્રવર, સતત જ્ઞાનપાસના પરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજ્યજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ છે.........બીજું સ્થાન પંડિત શ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકે દ્વારા નહિ પણ મોઢેથી જ આપીને મારી દષ્ટિને તેમણે વિશાદ બનાવી છે. મારા જીવનનો યોગ જ કઈ એવો વિચિત્ર હશે કે જેથી હું મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરોવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અપ કરી શક્યો છું. તેમ છતાં મારા ઉપર વિદ્યાગુઓને એવો પ્રેમ હતો કે જેથી આજે મારી એ ઊણપ કેઈની નજરે નથી આવતી; છતાં એ વાત તો દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને ગુરુઓએ મારા તીખા સ્વભાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યો છે. બે ગુઓમાંથી એક ગુરૂકી કે જેઓ મારા જીવનનું સર્વસ્વ હતા, તેઓ તો આજે સ્વર્ગવાસી થઈ ચૂક્યા છે. પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણ હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જ્યારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્યવ્યસ્ત હોય તેમ છતાં, પોતાનું દરેક મહત્ત્વનું કાર્ય છોડીને પણ મારી સાથે અનાકુળપણે પોતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્દભવેલી અનુભવપૂર્ણ વાતો કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને કુરણાઓ જાગે છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૯૦) - મહારાજશ્રીએ પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી (તે કાળે મુનિ શ્રી વલ્લભવિજ્યજી) પાસે અરધા અનુગદ્વારનું; પૂ. પં. નેમવિજયજીના શિષ્ય મુનિ શ્રી લાવણ્યવિજ્યજી પાસે આવશ્યક હારિભકી ટીકાનું અને પોતાની મેળે ઘનિર્યુક્તિનું વાચન-અધ્યયન કર્યું', સાથે પાલીતાણામાં ગુરુતવિનિશ્ચય સુધાર્યું. આગમસૂત્રોના મહાન ઉદ્ધારક પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પાટણમાં આગની વાચના શરૂ કરી ત્યારે કેટલાક તરફથી વિરોધનો સૂર વહેતો કરવામાં આવેલો. મહારાજશ્રી એ વાચનાને લાભ તો ન લઈ શક્યા પણ એમને થયું કે આવા કાર્યને વિરોધ કરે એ બરાબર નથી; આ કામ તો કરવા જેવું છે. પછી આ વાચના પાલીતાણામાં ચાલુ રહી ત્યારે પાલીતાણુના બીજા ચોમાસા દરમ્યાન મહારાજશ્રીએ એનો લાભ લઈ ઘનિયંતિની દ્રોણાચાર્યની ટીકા પૂરી વાંચી અને પન્નવણુસૂત્ર ઉપરની ભાગિરિ ટીકા અને ભગવતીસૂત્રની અભયદેવસૂરિની ટીકા અધૂરી વાંચી. ભાવનગરની બે ચોમાસાની સ્થિરતા દરમ્યાન મહારાજશ્રીએ પોતાની મેળે જ પઠન-પાઠન કરવાનું ચાલુ રાખ્યું; ઉપરાંત વાદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્મપ્રકૃતિ, પ્રકરણો વગેરેનું વાચન કર્યું. મહારાજશ્રીનો બોધ જાણી શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા. એમણે કહ્યું બધું ઉપસ્થિત છે; માત્ર ગુરુગમ જોઈએ. મહારાજશ્રી શ્રી કુંવરજીભાઈને ગુરુસ્થાનીય માને છે. વિ. સં. ૧૯૯ની સાલમાં મહારાજશ્રી આગમમંદિરની પ્રતિષ્ઠા માટે પાલીતાણું ગયા ત્યારે બીમાર શ્રી કુંવરજીભાઈને શાતા પૂવા માટે ખાસ ભાવનગર ગયા હતા; તે વખતે શ્રી કુંવરજીભાઈએ અટપટી લિપિમાં લખેલે એક ચોપડો મહારાજને આપતાં તેઓએ તે વાંચી આપ્યો હતો. મહારાજશ્રીની શક્તિનો આવો વિકાસ જોઈને શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા. વિવિધ વિષયના વ્યાપક અભ્યાસ અંગે મહારાજની સાથે જે સવાલ-જવાબ થયા તે જાણવા જેવા છેઃ સવાલ-આપે પ્રાકૃત અભ્યાસ ક્યારે, કેવી રીતે કર્યો ? જવાબ–એમ લાગે છે કે પ્રાકૃતિનું જ્ઞાન શરૂઆતથી જ હતું. પાટણને બીજા ચોમાસામાં પૂજ્ય ગુરુજી પાસે પઉમચરિયં વાંચ્યું; એ વાંચતાં પ્રાકૃત ભાષા ખૂલી ગઈ. પછી વડેદરામાં પંડિત સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy