SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન પાસે જે કંઈ અભ્યાસ કર્યો છે, તેની અહીં નોંધ લેવી ઘટે છે. દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધાં પ્રકરણોનો અભ્યાસ કર્યો—જાણે શાસ્ત્રીય બોધને પામે નંખાયે. બીજે વર્ષે વસોના શ્રાવક શ્રી ભાયલાલભાઈ પાસે માર્ગોપિદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રી પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમારચરિત વગેરેનું પરશીલન કર્યું. પાળિયાદવાળા પંડિત શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે લઘુત્તિનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો, અને કાવ્યનું વાચન કર્યું. આ સમય દરમ્યાન દાદાગુરુશ્રી અને ગુરુશ્રીની ઊંડી વિદ્યાવૃત્તિના સંસ્કારે તે પોતાનું કામ કરતા જ હતા. એમની સંશોધનની પ્રવૃત્તિ જોઈને કે જ્ઞાનોદ્ધારની એમની વાતો સાંભળીને મહારાજશ્રીને એમ તો લાગતું જ કે આ કંઈ સારું કામ થઈ રહ્યું છે, અને આવું કામ આપણે પણ કરવા જેવું છે—જાણે પૂર્વજન્મને કોઈ સંસ્કાર અને ભવિષ્યનો કોઈ કાર્યોગ જ કામ કરી રહ્યો હતો ! એવામાં જૈન દર્શન તેમ જ ભારતીય બધાં દર્શનના ઊંડા અભ્યાસી પંડિતવર્ય શ્રી સુખલાલજીની પાસે અભ્યાસ કરવાનો યોગ બની છે. પાટણ અને વડોદરામાં વિ. સં. ૧૯૭૧ અને ૧૯૭૨માં મહારાજશ્રીએ પંડિતજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદનુશાસનનો અભ્યાસ કર્યો. આ ગ્રંથના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે બીજી અનેક બાબતો પણ આપમેળે જ અધ્યયનના ક્ષેત્રમાં આવી જતી. અને એ રીતે જ્ઞાનના સીમાડાને અને દષ્ટિને વિકાસ થતો. આ અરસામાં પાટણથી શ્રી કેસરિયાજી તીર્થનો સંઘ નીકળ્યો, તેમાં મહારાજશ્રી સાથે પંડિતજી પણ ગયેલા અને એ સંઘમાં પણ વિદ્યાભ્યાસ ચાલુ રહેલો ! પંડિતજી પાસે અધ્યયન ચાલતું હતું ત્યારે મહારાજશ્રી પ્રાચીન પ્રતાના પાઠાંતરે મેળવવાનું તેમ જ શાસ્ત્રીય ગ્રંથનાં પ્રફ તપાસવાનું કામ વિશ્વાસપૂર્વક કરતા થઈ ગયા હતા. આ પછી તો પંડિત સુખલાલજી અને મહારાજશ્રીને અવારનવાર સાથે કામ કરવાનું બનતું રહ્યું, અને સમય જતાં પંડિતજી પોતાના શાસ્ત્રસંશોધનના કામે પણ મહારાજશ્રી પાસે આવતા રહ્યા. ભાવનગરના બીજા ચોમાસામાં પંડિતજી સન્મતિતર્કના સંશોધનના કામે અને લીંબડીના ચોમાસામાં તત્વાર્થસૂવના કામે મહારાજશ્રી પાસે ગયેલા. લીંબડીમાં પંડિતજીએ બૌદ્ધદર્શનના કેટલાક મુદ્દાઓથી મહારાજશ્રીને પરિચિત કર્યા; મહારાજશ્રીએ બૌદ્ધ ગ્રંથ હેતુબિંદુની નકલ પંડિતજી માટે કરી આપી; એનો ઉપયોગ પંડિજીને સન્મતિતર્કના સંપાદનમાં કરવાનો હતો. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડેદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ તરફથી પ્રગટ થયે. મહારાજશ્રીએ આ ગ્રંથની કરી આપેલ નકલ એક આદર્શ નકલ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સાચવી રાખવામાં આવી છે. - આ રીતે પંડિતજી અને મહારાજજી વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયો. પંડિતજી મહારાજશ્રીના નિર્દભ સાધુજીવન અને સત્યાગ્રાહી જ્ઞાનસાધના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે; મહારાજશ્રી પંડિતજીની અગાધ અને વ્યાપક વિદ્વત્તા અને અકિંચનભાવ પ્રત્યે એવો જ આદર ધરાવે છે. આજે પણ આ બનેનું મિલન થાય છે, ત્યારે વિદ્યાવિનોદનું સુપ્રસન્ન વાતાવરણ પ્રસરી રહે છે. પંડિતજી પ્રત્યેની પોતાના વિદ્યાગુરુ તરીકેની બહુમાનની લાગણી દર્શાવતાં, પોતાના ગુરુદેવનું સ્મરણ કરવાની સાથે, મહારાજશ્રી કહે છે કે – શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણું જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેકાનેક સાધુ વિદ્યાગુઓ અને ગૃહસ્થ વિદ્યાગુઓ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાને હું બે વ્યક્તિઓને આપું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy