SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] જ્ઞાનાંજલિ આજ્ઞાને કારણે અને વડીલોને સંતોષ આપવા ખાતર જ, બાકી એમના અંતરમાં તો લગ્ન પહેલાં નાની ઉંમરથી જ વૈરાગ્યની ભાવના રમતી હતી; પરિણામે લગ્ન પછી તેઓ જળકમળ જેવું જીવન જીવવા લાગ્યા. પણ મનને કયાં સુધી દબાવી શકાય ? છેવટે સંસારનો ત્યાગ કરવાની ભાવના વધુ ઉત્કટ બની. અને ૨૧મે વર્ષે તેઓ પોતાના મિત્ર છગનલાલ સાથે પંજાબ પહોંચી ગયા બન્ને મિત્રોએ સં. ૧૯૩૫ના માહ વદિ અગિયારશે પૂ. આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હંસવિજયજી રાખીને એમને મુનિ શ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. એમના મિત્ર છગનલાલ એ જ પૂ. પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ. શ્રી હંસવિજયજી મહારાજ શાણું, ઠરેલ અને ગમે તેવાના અંતરને વશ કરી લે એવા શાંતિના સરોવર જેવા હતા. એમની વાણીમાં પવિત્રતા અને આત્મીયતાની સરવાણી વહેતી. પોતાના સંયમની આરાધનામાં તેઓ સદા જાગ્રત રહેતા. અનેક પ્રદેશોમાં વિચરી, અનેક આત્માઓને બોધ પમાડી, અનેક તીર્થોની યાત્રા કરી અને પંચાવન વર્ષ જેટલા દીર્ધ સમય સુધી નિર્મળ સંયમની આરાધના કરી વિ. સં. ૧૯૯૦ના ફાગણ શુદિ પહેલી દશમના દિવસે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. પૂ. પુણ્યવિજયજી મહારાજને આ મહાપુરુષના સૌમ્ય અને પ્રેરક સહવાસને પણ લાભ મળ્યો હતો. દીક્ષાનું પહેલું જ વર્ષ મહારાજશ્રીએ પોતાના વડીલે સાથે ડભોઈમાં કર્યું. ડભોઈ તો આપણું જ્ઞાનદિવાકર અને મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની નિર્વાણભૂમિ. સર્વ શા અને મર્મગ્રાહી વિદત્તાથી શોભતા એ પ્રભાવક મહાપુરુષે અહીં જ ચિરવિશ્રામ લીધેલા ! જોગાનુજોગ કહે કે કુદરતનો કોઈ અકળ સંકેત કહો, શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે ઊંડે અનુરાગ ધરાવે છે તથા એમના જીવનસ્પર્શી અને વિશ્વમુખી પાંડિત્યના તેઓ પરમ ભક્ત છે; અને, જાણે ભક્તને પોતાની આવી નિઃસ્વાર્થ અને નિર્મળ ભક્તિને બદલે મળી રહે તે હોય એમ, શ્રી ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે લખેલી તેઓની પોતાની તેમ જ બીજાઓની સંખ્યાબંધ કૃતિઓ મહારાજશ્રીને જુદા જુદા ભંડારોમાંથી સહજપણે હાથ લાગી છે, અને હજી પણ હાથ લાગે જાય છે. અરે, હજી દોઢેક મહિના પહેલાં જ મહારાજશ્રી ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારને વ્યવસ્થિત કરવા અને પાયચંદ ગચ્છના ભંડારનું નિરીક્ષણ કરવા માટે ખંભાતમાં રોકાયા હતા, ત્યારે પણ પોથીઓનાં નકામાં માની લીધેલાં પાનાંઓમાંથી ઉપાધ્યાયજી મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલી કઈ અધૂરી પ્રત તેઓને મળી આવી હતી ! એમ પણ કહી શકાય કે શ્રી યશોવિજયજી મહારાજ જેવી જ્ઞાનવિભૂતિના નિર્વાણને લીધે વિદ્યાતીર્થ બનેલ એ ભૂમિના સંપર્કે પણ મહારાજશ્રીને વિદ્યાસાધનાની પ્રબળ પ્રેરણું આપી હશે. મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતાં કહે છે કે કોઈ વિષયનો એકધારે સળંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતે વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કામ શરૂ કર્યું એવું પણ નથી બન્યું. કંઈક પૂર્વસંસ્કાર કહો, કંઈક વડીલેની કૃપા કહે કે કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહે, મોટે ભાગે, વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશોધનનું કામ સાથે સાથે જ ચાલતું રહ્યું છે; અને, કામ કામને શીખવે, એમ, શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. એ કહેવાની જરૂર નથી કે આના પાયામાં તેજસ્વી બુદ્ધિ, કઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની તાલાવેલી રહેલી છે. આમ અભ્યાસ અને વિદ્યાપ્રવૃત્તિ સાથે સાથે ચાલતાં રહેવા છતાં તેઓએ જુદા જુદા વિદ્વાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy