SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ લીઅડી જ્ઞાનભંડારનું અવલોકન [ રહે હતા, જેથી જેટલી વાર પુસ્તકે લેવા-મૂકવા માટે તેને બહાર કાઢવામાં આવે તેટલી વાર તેમાંનાં છ પુસ્તકે ભાંગીને ભૂકો થઈ જતાં એટલું જ નહિ, પરંતુ જે સારી સ્થિતિમાં હતાં તે પણ અકાળે નાશના મુખમાં પહોંચતાં હતાં. બીજી એ કે પ્રતો ઉપર જે કવરે ચડાવેલ હતાં તે ગુંદરથી ચોંટાડેલ હોઈ તેને બહાર કાઢીને પુનઃ ચડાવવા જતાં, ચડાવનાર કુશળતાથી ચડાવે તથાપિ આદિ-અંતનાં પાનાં ફાટી જતાં; અને આ રીતે ઘણીયે સારામાં સારી પ્રતાનાં આદિ–અંતનાં કેટલાંય પાનાં જીર્ણ થઈ ગયાં છે. આ સિવાય વાંચવા આપેલ પુસ્તકો વાંચનારની બેકાળને લીધે અથવા પાછો આવ્યા પછી તેને વહીવટદારની કાળજીને અભાવે કેટલાંક પુસ્તકો અને કેટલાંએક પુસ્તકોનાં પાનાંઓ અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. તેમ જ અન્ય ગ૭નાં પુસ્તકે, તેના ખાસ રક્ષક કોઈ ન રહેવાથી, સંઘની સત્તામાં આવ્યા બાદ અવ્યવસ્થિત દશામાં પડ્યાં હતાં. - ઉપરોક્ત કારણોને લીધે ભંડારની વ્યવસ્થા પુનઃ થાય એ આવશ્યક હોવાથી સં. ૧૯૭૮માં પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીએ ચોમાસું કર્યું ત્યારે મારા પૂજ્ય ગુરુ શ્રી ચતુરવિજયજી મરાજે ભંડારને વ્યવસ્થિત કરવાનું કાર્ય શ્રીસંઘની સમ્મતિથી હાથ ધર્યું. આ વખતની વ્યવસ્થામાં ભંડારમાંની દરેક પ્રતિનાં પાનાં ગણી, એકબીજી પ્રતમાં પેસી ગયેલ પાનાંને યથાસ્થાન ગોઠવી, તેને પ્રતિપ્રમાણ કાગળનાં કવરો વીંટાળી, તેના ઉપર નામ, પત્ર, નંબર આદિ લખવામાં આવેલ છે. દરેક પુસ્તક દીઠ અને નાનાં નાનાં બે-ચાર પુસ્તક દીઠ બે પાટીઓ તેની સાથે ચેડેલ ફતાથી બાંધેલ છે. તેના ઉપર ભંડારના નામનું છાપેલું લેબલ ચોડી તેમાં પણ પુસ્તકનું નામ, પત્રસંખ્યા અને નંબર લખવામાં આવેલ છે. આ કાર્ય કરવામાં મુનિ શ્રી જયવિજયજી, મુનિ શ્રી નાયકવિજયજી તથા મુનિ શ્રી મેઘવિજયજીએ ઘણી સહાય કરી છે. આ પુસ્તકને તેના માપના ડાબડાઓમાં મૂકી તેને સુંદર, મજબૂત અને હવાનો સંચાર ન થાય તેવા કબાટમાં રાખવામાં આવેલ છે. ઉપરોક્ત સઘળી વ્યવસ્થા માટે વઢવાણકૅમ્પનિવાસી વીશાશ્રીમાળીજ્ઞાતીય ધર્માત્મા શેઠ મગનલાલ વાઘજીએ રૂ. ૨૫૧ આપ્યા છે, જેનું અનુકરણ જૈન સમાજની ઈતર વ્યક્તિઓ કરે એમ આપણે ઈચ્છીશું. ટીપ–પ્રારંભમાં ભંડારની ટીપ હતી કે નહિ તે જણાયું નથી. તેમ કઈ વૃદ્ધ પુરુષને પણ તે સંબંધી કશી ખબર નથી. છતાં આપણે એટલું સહેજે કલ્પી શકીએ છીએ કે આવડા વિશાળ ભંડારની ટીપ ન હોય એમ બની જ ન શકે. અસ્તુ અત્યારે તો સં. ૧૯૨૦ માં ખરતરગચછીય શ્રીમાન ઋદ્ધિસાગરજીએ તથા સં. ૧૯૬૦ ની આસપાસમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી આવેલ પ્રોફેસર શ્રીયુત રવજી દેવરાજે કરેલી ટીપ વિદ્યમાન છે. શ્રીમાન ઋદ્ધિસાગરજીની ટીપ કરતાં પ્રોફેસર મહાશયની ટીપ વધારે મહત્ત્વવાળી છે; કારણ કે તેમાં તેઓએ ગ્રંથનું નામ, પત્ર, ભાષા, કર્તા, શ્લોકસંખ્યા, ગ્રંથરચાયા-લખાયાની સાલ આદિ સર્વ માહિતી આપી છે, જ્યારે ઋદ્ધિસાગરજીની ટીપમાં માત્ર ગ્રંથનું નામ અને પત્રસંખ્યા સિવાય કાંઈ જ નથી. છેલ્લી ટીપ મારા પૂજ્ય ગુરુશ્રીએ કરી છે. આ ટીપ કેવી થઈ છે ? તેમ જ અપ્રાસંગિક હોવા છતાં એ પણ કહી દઉ કે આ વેળાની ભંડારવ્યવસ્થા કેવી થઈ છે?—એ પરીક્ષાનું કાર્ય હું માથે ન રાખતાં તેના પરીક્ષકને જ સોંપી વિરમું છું. પુસ્તક-ભંડારમાં કાગળનાં અને તાડપત્રનાં એમ બે જાતનાં પુસ્તક છે. તાડપત્રીય છ પ્રત સિવાય બાકીનાં બધાંય પુસ્તકે કાગળ ઉપર લખેલાં છે. કાગળનાં પુસ્તકોમાં વધારેમાં વધારે લાંબી પ્રતિ વનસારોદ્ધારકટીવાની છે. તેની લંબાઈ ૧૭ ઈંચની અને પહોળાઈ ૪૩ ઈંચની છે. તાક્ષત્રીય પ્રતામાં જ્ઞાતાધર્મવાળાં અને તેની દીવાની પ્રતિ લાંબી છે. આની લંબાઈ ૩૭ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy