SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬] જ્ઞાનાંજલિ ખતરગચ્છીય શ્રીમાન ઋદ્ધિસાગરજી મહારાજ અહીં આવ્યા ત્યારે તેમના કહેવાથી શ્રીસંઘે કેટલુંક પુસ્તક વેચાણ લઈ ઉમેર્યુ છે. તથા સ. ૧૯૭૯-૮૩ માં અચલગચ્છ, પાયચ દુગચ્છ, શ્રીમાન વિનોવિજયજી મહારાજ અને સાધ્વીજી શ્રી નેમશ્રીજી આદિના પુસ્તકસંગ્રહાને પણ ઉમેરે કરવામાં આવ્યા છે. ભંડારમાં તાડપત્રીય જે પ્રા છે તે શેઠ ડાસા દેવચ', પેાતાના ભાગીદાર સ્થાનકવાસી મહેતા ડાસા ધારસી ખધાર સાથેની ચર્ચાને પ્રસંગે પાંચસેા (૫૦૦) રૂપિયા ડિપોઝિટ મૂકીને પાટણના સંઘવીના પાડાના તાડપત્રીય પુસ્તકભડારમાંથી લાવેલા છે. આ વાત જેમ અહીં પ્રસિદ્ધ છે, તેમ પાટણના તે ભંડારના રક્ષક પટવાએ પણ તે ડિપોઝિટ પેાતાની પાસે હાવાનું કબૂલે છે. આ રૂપિયા શેઠ ડાસા દેવચંદના પેાતાના કે લીખડી શ્રીસંધના તે, કોઈ જાણતું નથી. વહીવટ-જ્ઞાનભંડારતા વહીવટ શેઠ ડાસા દેવચંદથી લઈ આજ સુધી તેના વશર્જા કરતા હતા. સ’. ૧૯૪૬માં તે સ ંધની સત્તા નીચે સોંપાયે, સંધની સત્તામાં આવ્યા પહેલાં અને પછી પણ ભડારને સુધારવાને બહાને, તેની ટીપ કરવાને બહાને અગર વાંચવા લેવાને બહાને વહીવટ કરનારના વિશ્વાસને અથવા તેમની અણસમજને લાભ લઈ કાઈ કેાઈ મહાશયાએ પુસ્તકો અસ્તવ્યસ્ત કર્યાના તેમ જ પાછાં નહીં આપ્યાના અવશેષો જોવામાં આવે છે. આચારાંગચૂ↑ આદિ પ્રતિ અધી બાકી રહેલ છે, નદીચૂર્ણી, શ્રાદ્ધવિધિ આદિ પુસ્તકો સર્વથા નથી, સ્વર્ણાક્ષરી ભગવતીસૂત્ર હરાઈ ગયું છે અને લિંગાનુશાસન સ્વાપન્ન ટીકા પુસ્તકના અંતિમ પાનાને રાખી બાકીનુ પુસ્તક ચોરી લઈ તેના બદલે કેાઈ રાસનાં તેટલાં પાનાં જેડી દીધાં છે. શ્રીમાન ઋદ્ધિસાગર્જી તેમ જ પ્રેફેસર રવજી દેવરાજકૃત ટીપે જોતાં ઘણાંય પુસ્તકે અસ્તવ્યસ્ત થયાં જણાય છે. સ્થાન—આજ સુધી ભંડાર સ ંવેગીના ઉપાશ્રયમાં રહેતા હતા. પાછલાં કેટલાંક વર્ષ થયાં તેને નવા મંદિરમાં રાખવામાં આવ્યા હતા. હાલ તેને જૂના દેરાસરના ઉપરના ભાગમાં બનાવેલ જ્ઞાનમંદિરમાં રાખેલ છે. આ જ્ઞાનમંદિર બંધાવવા માટે લીંબડી નિવાસી દશાશ્રીમાળીનાતીય પુણ્યાત્મા શેઠ ભગવાનદાસ હરખચંદ્રે પેાતાનાં માતુશ્રી દીવાળીબાઇના શ્રેયાર્થે રૂ. ૫૧૦૧ આપેલ છે. વ્યવસ્થા—પ્રારંભમાં પુસ્તકોની રક્ષા માટે તેને કાગળના તેમ જ લાકડાના ડબામાં મૂકી, તે ડબાએતે સુતરાઉ પડ સાથે એવડાં સીવેલ મશરૂનાં બંધનેથી સારી રીતે બાંધી મજૂસમાં રાખેલ હતાં. દરેક ડબામાં જીવડાં ન પડે તે માટે ઘેાડાવજના ભૂકાની પેલી રાખવામાં આવેલી હતી. ગ્રંથને વિભાગ જાણવા માટે ત્યારે શી વ્યવસ્થા હતી તે કહેવાય નહિ, પરંતુ સંભવતઃ જેમ અન્ય પ્રાચીન ભંડારામાં ગ્રંથાને વિભાગ જાણવા માટે કાચા સૂતરના દોરાથી તેને બાંધેલ હોય છે, તેમ આમાં પણ હોવુ જોઈએ. સ. ૧૯૫૪માં પૂજ્ય શ્રીમદ્વિજયાન દસૂરિ (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય શ્રીમદ્ વિજયકમલસૂરિ ( તે સમયના કમલવિજયજી ) મહારાજશ્રીએ ચામાસ' કર્યું ત્યારે તેમણે એટલા સુધારા કર્યો કે દરેક ગ્રંથને એાળખવા માટે તેને પ્રતની જાડાઈ-પહેાળાઈ પ્રમાણુનાં ચાર આંગળ લાંબાં કવરે! ગુંદરથી ચાડી બલૈયાની જેમ ચડાવી તેના ઉપર તે તે ગ્રંથનું નામ, પત્રસંખ્યા, તેને નબર અને ડાભડાા નંબર લખવામાં આવ્યા. અનુક્રમે પુસ્તકસંગ્રહને માસને બદલે કયાટમાં રાખવામાં આવ્યું. અંતિમ વ્યવસ્થા થયા પહેલાંને આ સાધારણ ઇતિહાસ છે. આ અનુક્રમે થતી આવેલ વ્યવસ્થામાં એ માટી ત્રુટિઓ હતી : એક તે એ કે જે ડાબડામાં પુસ્તકા રાખવામાં આવેલ હતાં, તે ડાબડા ઘણાખરા તેમાં મૂકેલ પુસ્તકો કરતાં સવાયા લાંબા-પહેાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy