SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] જ્ઞાનાંજલિ રહેલા તત્તના કલેવરની જાણકારી પણ તસ્વાવબોધ જેટલી જ ઈટ છે, ઈતિહાસ-કથાનુયોગ-ચરિતાનુયોગ–નું અનુશીલન અને અવેક્ષણ પણ ઉપકારક પ્રવૃત્તિ છે; નિર્લેપભાવે આચરો તો એ મુક્તિમાર્ગની બાધક નહીં, પળોજણરૂપે નહીં, સાધક પોષક અને પુષ્ટિકર છે એવું માનનારાઓ આપણને સૌને મુનિજી સરખી વિભૂતિનો આજે સાથ છે એ મોટા સભાગ્યની વાત છે. એમની આ વ્યાપક દૃષ્ટિ અને સમુચિત વલણ કેટલાં લાભદાયી-ફળદાયી બન્યાં છે તેનાં પ્રજજવલ દષ્ટાન્તો તો છે મુનિજીનું પોતાનું જ કવન અને એમની પ્રેરણાથી અને પ્રભાવથી ગુજરાતમાં નિર્માયેલ કર્મઠ વિદ્વાનોનું વર્તુળ. શિષ્ય પરિવારવૃદ્ધિની માથાકુટમાં પડવાને બદલે, બોજારૂપ, અહંતાવર્ધક પદવીઓને આવકારવાને બદલે, મુનિશ્રીએ તો પુરાણી પ્રતોનાં સંવર્ધન-સંરક્ષણમાં પ્રવૃત્ત રહેવું પસંદ કર્યું છે. શ્રાવકે પાસેથી પ્રશંસાનાં પુપની પ્રાપ્તિના પરિશ્રમી બનવાન કે સંધાગ્રણી ધનિક શ્રાવકોની (સત્કાર્ય સિદ્ધશે પણ) સાધૂચિત ગૌરવ છોડી ખુશામત કરવાનો ખ્યાલ મુનિને સ્પર્યાનું જાણ્યું નથી. સંસાર છોડ્યા છતાં સંસારીઓની ઝીણી–મોટી પ્રવૃત્તિઓમાં ફુરસદે આછો-ઊંડે કે આડકતરો રસ લેવાની (અન્યથા માનસસ્વભાવસહજ) પ્રવૃત્તિ મુનિશ્રીને આકર્ષી શકતી નથી. આડંબર અને યશેષણથી પર રહેલા મહારાજશ્રીને સાધુધર્મ કંથામાં ચોંટેલે ન રહેતાં અન્તરંગમાં ઊતરેલે છે તે વસ્તુ તો એમના પ્રથમ જ વાર દર્શનાર્થે આવેલી વ્યક્તિ પણ અનુભવે છે. | મુનિશ્રી એક ઊંચી કોટિના વક્તા, પ્રભાવક વ્યાખ્યાતા છે, એ વાતથી એમના શ્રોતાજને સુપરિચિત છે; પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષેનાં પાસાંઓને દીપ્ત કરનાર, આગમોના પાઠનું અધિકારથી સંશોધન કરનાર મુનિજીનું આગમ-તવિષયક અને દર્શનના અન્તરંગનું જ્ઞાન પણ કેટલું તલાવગાહી અને સૂક્ષ્મ છે તે તો તેમની સાથે પ્રસંગે પાત્ત વિચારવિમર્શ કરનાર વિદ્વાને સારી રીતે જાણે છે. એક પ્રસંગ મારા માટે તો સ્મરણીય બની ગયે છે. તત્વજ્ઞાનના એક પ્રમેય અંગે મનમાં ઊઠેલ કેયડ ઘેરી આશંકાનું કારણ બને, ભારે અમૂંઝણું થયેલી. તેને ખુલાસો કદાચ મહારાજશ્રી પાસેથી મળે એવી આકાંક્ષાથી એક સાંજે એમની પાસે એક જ ગયે. પ્રાસંગિક વાતચીત પછી મારી વાત એમની પાસે રજૂ કરી: “જે પરબ્રહ્મ કે સિદ્ધગતિએ પહોંચેલ આત્મા સર્વદ, ત્રિકાલજ્ઞ હોય, દઇટ-અદષ્ટ વિશ્વના સકલ વાજીવ પદાર્થોની ગતિ, સ્થિતિ, ક્રિયા અને એ સૌના અતિત-અનાગતથી સંજ્ઞાત હોય, તો એનો વ્યવહારમાં અર્થ એટલે જ થાય કે માનવપુરુષાર્થની વાત ભ્રામક ઠરે; હાર બધું જ નિર્મિતિને પડે લખાઈ ચૂક્યું છે અને નિયતિ અનુસાર યથાકાળે સૌ બળે જશે; માનવ કંઈ કરતો જ નથી. આમ જ હોય તો આવક–ગોશાલકનો નિયતિવાદ–એની પ્રરૂપણાને કેટલાંક કઢંગા પાસાંઓ અને રધૂળ નિકને બાજુએ રાખતાં –એક સિદ્ધાન્તરૂપે કે પ્રમેયરૂપે સાચો જ કરે.” આનો મને જે ઉત્તર મળે તેમાં સમાધાન તો હતું જ, પણ વિશેષમાં મનિશ્રીની શાસ્ત્રપૂત જ નહીં, સંવિત્તિશીલ પ્રજ્ઞા અને વદ ચૌદશની રાતે દેખાતા શુક્રના ગ્રહ જેવી પ્રકાશમાન, સ્વચ્છ, તાર્કિક મેધાનાં દર્શન થયાં. જૈન મુનિને છાજે તેવી, “ભાષાસમિતિ ”નું તવ સાચવતી એમની વાણી કેવી ઋતંભરા, અર્થપ્રબોધી, અને અમેઘ બની શકે છે અને એ પળે ખ્યાલ આવ્યો. એમણે સમજાવ્યું કે “આ પ્રશ્ન ઈશ્વરના દૃષ્ટિકોણથી નહીં, માનવીની દષ્ટિએ જોવાનો છે. કર્તુત્વભાવ ક્રિયારત મનુષ્ય પોતે સેવતો હોય છે અને નિયતિચક્ર તેમ જ એમાંથી પામવાના છુટકારા માટે એ જે પુરુષાર્થ કરે છે એને પોતે તો નિયતિથી અજ્ઞાત-અસંપ્રજ્ઞાત રહીને જ કરતો હોઈ, તેની દષ્ટિએ વ્યવહારમાં નિયતિનું અસ્તિત્વ કે અસ્તિત્વ સરખું જ બની રહે છે; એના પોતાના ભાવથી તે, સંગોના તખ્તા પર એ પોતે જ ક્રિયાને કર્તા, અને કયારેક કયારેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy