SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [ ૫૫ થયેલ ખંભાતના શાન્તિનાથ જિનાલયના ગ્રન્થભંડારની તાડપત્રીય હસ્તપ્રતોની વિગતપૂર્ણ સૂચિ નોંધનીય છે; ગુજરાત અને રાજસ્થાનના મધ્યકાલીન ઇતિહાસમાં કેટલાક ખૂટતા રંગે એ ગ્રન્થની પ્રશસ્તિઓ-પુપિકાઓ દ્વારા પૂરી શકાય છે. “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંકમાં પ્રસિદ્ધ થયેલ શત્રુંજય પર મળી આવેલા મંત્રીશ્વર વસ્તુપાલના શિલાલેખની વાચનાવાળો એમનો લેખ વાઘેલાયુગીન પુરાતત્ત્વ તેમ જ વસ્તુપાલ-તેજપાલના જીવન અને કાર્ય સંબંધી એક મહત્વપૂર્ણ, નવા સાધનનો ઉમેરો કરે છે. પણ એમની કીર્તિદા તે બન્યું છે “વસુદેવહિન્ડી” અને “અગવિજજા”નું સંપાદન. ગુપ્તકાલીન ભારતીય સંસ્કૃતિના અધ્યયનમાં અત્યધિક અગત્ય ધરાવનાર આ બે વિરલ અને બહુમૂલ પ્રાકૃન ગ્રન્થની લબ્ધિ માટે ભારતીય વિદ્યાવિદો મુનિશ્રીના હંમેશના અણુ બન્યા છે. સરસ્વતીની ઉપાસના અને પરમાદર તે આર્યધર્મની ઈતર બે શાખાઓ–બ્રાહ્મણ અને બૌદ્ધજેટલાં જ જૈન સંપ્રદાયમાં પણ રહ્યાં છે. તેમાંયે વાગેલીની પ્રતિમાનાં સર્જને જેનાશ્રિત કલામાં જેટલાં થયાં છે તેટલાં અન્યત્ર જાણ્યાં નથી. શારદાની કેવળ સ્થૂલ પૂજા જ નહીં, વિદ્યોપાર્જનસર્જનમાં પણ જૈન મુનિવરે ઓછા પ્રવૃત્ત નહોતા રહ્યા, વિદ્યોપાસનાની એ મહાન પરંપરાના સાંપ્રત કાળે મુનિશ્રી એક સીમાસ્તંભ બની ગયા છે. ઇતિહાસ-પુરાતત્વ અતિરિક્ત, એમના જેનામો પરનાં સંશોધન ઘણી દષ્ટિએ મૂલ્યમય મનાય છે. એમની એ મહાન સેવાના પ્રતિઘોષરૂપે, સમાજમુખે સ્વયંભૂ પ્રભવેલા, એમને સંધાયેલ આગમપ્રભાકર'ના અભિધાનની યથાર્થતા, સાર્વત્રિક સ્વીકૃતિ વિષે શંકાને કોઈ જ સ્થાન નથી. નન્તિસૂત્ર”ની એમણે વર્ષોના પરિશ્રમ બાદ, અને મોટી સંખ્યામાં એકઠી કરેલી પુરાણી પ્રતોના મિલાનાધારે તૈયાર કરેલી સંશુદ્ધ વાચનાવાળી આવૃત્તિ, પદ્ધતિપૂર્ણ જિનઆગમોદ્ધારના અનુલક્ષમાં એક સીમાચિહ્નરૂપે યાદગાર બની રહેશે. સંપ્રદાયની આમન્યામાં રહેવા છતાં, સાધુકર્મનું સાહચર્ય જરાયે અળગું ન કરવા છતાં, અને એ કારણથી દોરાઈ જતાં સીમાવર્તુળ-ઘણી ઘણી મર્યાદાઓ અને એથી ઊભી થતી અગવડો–ની સામે એ જ સંયોગનો, ને એ સંજોગોમાં એમને જ લભ્ય બની શકે તેવી કેટલીક વિરલ સુવિધાઓનો, એમની જ સામે ખૂલી શકે તેવાં વાર્મયિક સામગ્રીને અને પુરાવાતુના ભંડારોના કારોની તકનો પરમ સદુપયોગ કરી, એક બાજુથી નષ્ટભ્રષ્ટ થતી પ્રાચીન સંપત્તિના જતનાપૂર્વકના પરિરક્ષણ-પરિમાર્જનની પ્રેરણામૂર્તિ બની રહ્યા, અને બીજી બાજુ એ મૂલ્યવાન સાધન-સામગ્રીને પ્રકાશમાં લાવવાના–પુરાણા ભારતની સંસ્કૃતિના આપણા જ્ઞાનમાં વધારે કરવાના–તેઓ અધ સદી ઉપરાંતના અવિશાન્તઝમી પુરુષાથી પણ બની રહ્યા. આથી એ ક્ષેત્રમાં લધાયેલાં પરિણામેનો વિચાર કરીએ તો આજની, એમની નજર સામેની પેઢી, અને આવનારી પેઢીઓ એમની કેટલી ઋણી છે એ વાતનું સત્વર ભાન થાય છે. પુરાણી એમૂલ હસ્તપ્રતોનો સંગ્રહ એકઠો કરનાર ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સરખી પ્રાયાવણ સંરથા પાછળ મુનિની પ્રેરણા પ્રભાવક બનેલી અને તેની સ્થાપના સમયે પહેલું કામ તો પોતાને જ દશ હજાર જેટલી પ્રતોનો સંગ્રહ અર્પણ કરવાનું કહ્યું : એક રીતે શેષ રહેલ પરિગ્રહની માત્રા પણ ઘટાડી : વ્રતધારી સાધુના ધર્મને એમણે પૂરેપૂરે ચરિતાર્થ કરી બતાવ્યું છે. એમની સંશોધનાભિમુખ વૃત્તિ પરંપરાનાં શ્રેષ્ઠ તને જુદાં તારવી, સાચવી લઈ અનિષ્ટ પાસાંઓથી દૂર રાખનારી અન્તર લાલબત્તી બની હોય તેમ લાગે છે. આચાર્ય હરિભદ્રસૂરિ અને પરમ સાધુ હેમચન્દશી એમની ભૂમાપ્રવણદષ્ટિ અને સર્વદર્શન સમભાવની આડમાં પણ એ જ સત્યાન્વેષી દીપશિખા કારણભૂત બની હોય તેમ અંદાજીએ તે ખોટું નથી. તવ પર આછાદનરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy