SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ ૫૪ ] મહામના મુનિજી શ્રી. મધુસૂદન ઢાંકી, વારાણસી મુનિશ્રીના લેખનપ્રદાનથી તે વર્ષોથી અભિન્ન હતો; પણ પ્રથમ વાર દર્શન થયેલાં પાંચેક સાલ પહેલાં, અમદાવાદના લુણસાવાડાના ઉપાશ્રયે. એ પછી તો ત્રણેક વાર જુદે જુદે પ્રસંગે અમદાવાદ ખાતે ફરીને એમનાં દર્શનનો યોગ પ્રાપ્ત થયેલે. બે'ક વાર તો વાસ્તવેતા શ્રી પ્રભાશંકરભાઈ અને એક વાર વિવર્ય પં. અંબાલાલ પ્રેમચંદ શાહની સાથે મુનિજીને મળવાનું થયેલું. વાસ્તુશ્રન્થની ખોજ અંગે એમના સંપર્ક-પરામર્શન એ હતો પ્રસંગ; એ અવસરે ઘણી ઉપયુક્ત માહિતી એમની પાસેથી પ્રાપ્ત થયેલી. છેલ્લે, થોડા માસ પહેલાં જ વડોદરામાં શ્રી આત્માનન્દ જૈન ઉપાશ્રયમાં ઠે. ઉમાકાન્ત શાહની સંગાથે એમનાં દર્શને જવાને સુયોગ પ્રાપ્ત થયેલે. આ બધી મુલાકાત દરમિયાન એમને વિષે જે કંઈ સાંભળેલું તે પ્રત્યક્ષ જોયું. મુનિશ્રીની વિદ્યાની લહાણ અંગેની અવધિ ઉદારતા, ભારતની ભૂતકાલીન સંસ્કૃતિનું સંશોધન કરવા ઈચ્છનાર સૌકોઈ પરની એમની અપાર મમતા, અને સાથે જ જોયું એમનું ગોરવપૂર્ણ, તામ્રદીપ્ત, સૌભદ્ર અને પ્રસન્નકર વ્યક્તિત્વ. સૌજન્યમૂર્તિ, વિદ્યાવત્સલ મુનિજી પાસે વિદ્યાની ટહેલ નાખનાર કઈ ખાલી હાથે પાછું જતું નથી. એમના વિદ્યાવ્યાસંગી સ્વભાવને પરિચય તો પ્રકાશિત સંશોધનાત્મક લેખો અને એમણે સંપાદિત કરેલ મૂલ્યવાન પ્રાચીન ગ્રન્થસાહિત્ય પરથી મળી જ રહે છે. સત્વશીલ, વિવેક-વિનીત અને હતુનિક એ લેખન ભારતીય સંસ્કૃતિનાં કેટલાંયે જાણતાં અને અણજાણ પાસાંઓને અજવાળે છે. પણ સાથે જ, સાધુ હોય કે સંસારી, વિદ્વાનોના પડછાયામાં કેટલીક વાર ભળી જતી માન, મત્સર, માયા અને અસૂયાની તમિસ્ત્ર છાયાએ મુનિજીથી તો હજારો જોજન છેટી ભાગતી દીઠ : એથી થયેલા સાનન્દાશ્ચર્યનો નિર્દેશ દેવાની ભાગ્યે જ જરૂર મનાય. તપોનિષ્ઠા, નિસ્પૃહતા, તવચિત્યમયતા અને ડુંગરના ખોળે રમતી જલધારાશી પારદર્શિતા તો ચારિત્ર્યશીલ જૈન મુનિઓમાં અપેક્ષિત, જીવનમાં ઘણી વાર જોવા મળતી, સંસ્કારગત ને સ્વભાવગત લાક્ષણિકતાઓ છે: વર્ષોના અભ્યાસ-રિયાઝથી વિકસેલી, ઘૂંટાયેલી, જીવન સાથે ઓતપ્રેત બનેલી, પુરાણાં મધ અને ચોખા જેવી પથ્ય અને મધુર. પણ તવાનુષંગિક અને આચારસાધના અતિરિક્તને વિદ્યાવ્યાસંગ અને તેમાંયે વળી ઈતિહાસપ્રવણુ દષ્ટિ, ગષણવૃત્તિ તો બહુ થેડા જૈન મુનિઓમાં જોવા મળી છે. આ ક્ષણે હૈયે ચઢે છે આચાર્યશ્રી વિજયધર્મસૂરિ, મુનિ શ્રી ચતુરવિજયજી અને કાતિવિજયજી, મુનિશ્રી જિનવિજયજી, જયન્તવિજયજી અને કલ્યાણવિજયજી, ત્રિપુટી મહારાજ અને જમ્મુવિજ્યજી જેવાં થોડાંક, પણ તેજસ્વી નામે. પ્રાચીન ઇતિહાસ પગી વા –પ્રબળે અને ચૈત્યપરિપાટીઓ, ગ્રન્થપ્રશસ્તિઓ, ગુર્નાવલીઓ અને પટ્ટાવલીઓ; તેમ જ પુરાતત્ત્વ અને કલા-ઈતિહાસના મૌલિક સાધનોઉત્કીર્ણ લે, પુરાણ પ્રતિમાઓ અને મન્દિર, પ્રતસ્થ ચિત્રો પ્રભૂતિ સાધનસાહિત્ય–ને પ્રકાશમાં લાવવા આ સૌ ત્યાગરત મુનિઓને નોંધપાત્ર, નિષ્કામ અને યશસ્વી ફાળો રહ્યો છે. ને એ ક્ષેત્રે મહારાજશ્રીનું–મુનિથી પુણ્યવિજયજીનું–તો આગવું, વિશિષ્ટ અને પ્રશસ્ય પ્રદાન રહ્યું છે. એમના દ્વારા સમ્પન્ન સંશોધન લેખો-પ્રકાશનની પૂર્ણ યાદી અહીં ન આપતાં આ પળે જેની સ્મરણપટ પર છાપ ઊપસી આવે છે તે પ્રમુખ પ્રદાનની વાત કરું તો એમાં દેશવિરતી ધર્મારાધક સભા તરફથી પ્રકાશિત “જૈન ગ્રન્થ પ્રશસ્તિ સંગ્રહ અને ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy