________________
અભિવાદન
[ ૫૩
સ્મરણાંજલિ
ડો. ચંદ્રભાલ ત્રિપાઠી, બર્લિન સન ૧૯૬૪ની ઊતરતી સંસ્થાના દિવસોની વાત છે. ડિસેંબરની સત્તાવીસમી તારીખે નેહી ભાઈશ્રી દિનકર ત્રિવેદીએ સૂચન કર્યું જે પૂ. પા. સુનિરાજ શ્રી પુષ્પવિનયન અમદાવાદમાં વિહરે છે, તેમનાં દર્શન કરી આવે. આમેય મારા કુટુંબનો જૈન મુનિ-વિધાનો પ્રત્યે પૂજ્યભાવ હતે જગદ્ગ સુરિસમ્રાટ શ્રી વિનયનેમિસૂરીશ્વરની અમારા ઉપર અમીદષ્ટિ હતી. મારી જન્મભૂમિ ખંભાતમાં તેઓશ્રીનાં તથા તેમના શિષ્યસમુદાયનાં દર્શનથી અનેક વાર અમે પુનિત થયેલા. વળી, ભારતમાં ને પછી જર્મનીમાં જૈન આગમ અને દર્શનના પ્રાસંગિક અધ્યયનને કારણે મુનિ શ્રી કુષ્યવિનાનીનું પુણ્યનામ કેટલીયે વાર દગોચર થયું હતું. તેથી એ આગમપ્રભાકરની પવિત્ર મૂર્તિનાં પ્રત્યક્ષ દર્શનનો અવસર અમૂલ્ય માની હું તરત જ ગયો. પૂ. પા. મુનિશ્રી કાર્યવ્યસ્ત હતા તોયે એમણે કૃપા કરીને મારી વિદ્યાપ્રવૃત્તિઓનું બયાન શાન્તિથી સાંભળ્યું, મહાઈ ઉપદેશ આપ્યો અને ભાવિ સ્વાધ્યાય અર્થે શુભાશિષ સાથે ધર્મલાભ દીધા. હું ધન્ય બન્યો. (આ જ દિવસે મુરબ્બી શ્રી દલસુખભાઈ માલવણિયાને પરિચય સાધવાની તક મળી હતી એ કેમ વીસરાય ?)
એપ્રિલ ૧૯૪૭માં ઈશ્વરેચ્છાએ મને બર્લિન બોલાવ્યો. અહીં પ્રાધ્યાપક ખૂનના નિર્દેશાનુસાર મારું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું છે. જેનાગમને સ્વાધ્યાય, ગૌણરૂપે જૈન દર્શન ને ઇતિહાસ, સૌ પહેલાં શ્રી મનોજદારભૂત્રનો પાઠ કર્યો, અને જર્મનીમાં સુરક્ષિત માતૃકાઓ એકઠી કરી તેઓમાંનાં પાઠાન્તરે
યાં. આ વિષયમાં પૂ. મુનિશ્રી દુષ્પવિનય ન તથા મુરબ્બી ડે. સાંડેસરા ને દલસુખભાઈને સંપર્ક સાથે, તેને પ્રતિષ પણ અચિરાત સુણવા મળે. ક્રમશઃ વય-નિર્યુંf ને સંબંધિત જૂન, મધ્ય, ટીકા આદિ પ્રત્યેનાં વાચન-મનન આરંભાયાં, તેમાંયે મુનિશ્રી પુણવિનયનીની સવિસ્તર સૂચનાઓ એમના પત્રો દ્વારા ઉપલબ્ધ થઈ છે. શ્રી. વિનયવન્નમસૂરિ-, શ્રી. રંગારીમત-, શ્રી. મોઢનતાતળી-સ્મરથોમાં પ્રકાશિત મુનિશ્રી પુખ્યવયના વિવિધ લેખએ પણ અનેકવિધ પથપ્રદર્શન કર્યા કર્યું છે.
વળી સ્વમૂત્ર, વિવ૫-મrષ્ય, વૃક્રાસૂત્ર-મrg, ગ વિઝા ઈત્યાદિ ગ્રન્થરનોનાં મુનિશ્રી દ્વારા શાસ્ત્રીય દષ્ટિથી સંપાદિત સંસ્કરણ જેવાં, વાંચવાં, ઉલ્લેખવાં પડ્યાં છે. છેલ્લા પાંચ-છ મહિનાથી સ્ટ્રાસબર્ગના ગ્રંથાલયની જૈન-માતૃકાઓનું વિસ્તૃત વિવરણ લખી રહ્યો છું, તેમાંયે મુનિશ્રી પુષ્પવિનયની દ્વારા સંકલિત ખંભાતના શ્રી શાન્તિનાથ ભડારની વિવરણી એક આધારગ્રન્થ બની છે.
આમ, અતિ દૂરસ્થ એ વિદ્યામૂર્તિના જ્ઞાનભાસ્કરની પવિત્ર પ્રભા પ્રસન્ન પ્રકાશ પાથરી મારી આંધળી જેવી આંખોને ઉન્મલિત કરી રહી છે, અને અન્તર્ચક્ષુ સમક્ષ તો એ સૌમ્યમૂર્તિ અગણિત વેળા પ્રત્યા બની રહી છે.
તેથી સ્મરણાંજલિની આ પંક્તિઓ ગુરુદક્ષિણારૂપે સમર્પતાં પુનઃ પુન :પ્રણિપાત સાથે સપ્રશ્રય પ્રાર્થના જે એ આગમપ્રભાકરના વરદ નિર્દેશનમાં થતહેવતાનાં શ્રીચરણેષુ ભક્તિભર્યા અધ્યકુસુમો પ્રસ્તુત કરવાના અને અનેક આનન્દપૂર્ણ અવસરે આવો.
जैनागमप्रभाकी प्रसन्ना विश्वतोमुखी । .. विद्वत्तोषकरी चिरं जीयाच्छीपुण्यभारती ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org