SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] જ્ઞાનાંજલિ છે, અને એક રીતે તે તેમનાં વિદ્યા અને જ્ઞાનને લગતાં અન્ય તેમનાં કાર્યો, સ્વય' ઘણા મહત્ત્વનાં હાવા છતાં, આ જીવનકાર્યના આનુષંગિક ફળ રૂપે જ છે. પાટણના જગપ્રસિદ્ધ જ્ઞાનભંડારાની વ્યવસ્થાને લગતું તેમનું ચિરસ્મરણીય સેવાકાર્યું, જેસલનીરના ઐતિહાસિક પણ અપ્રાપ્ય જેવા જ્ઞાનભંડારનાં અમૂલ્ય રત્નાને સર્વસુલભ બનાવવાને તેમને પુરુષા, તેમ જ અન્ય ભંડારાની તપાસ, વ્યવસ્થા કે હસ્તપ્રતની સૂચિઓનું નિર્માણુ—એ સૌ આગમ સંપાદનના પ્રધાન લક્ષ્યને પહેાંચવાના તેમના ભગીરથ અને જીવનવ્યાપી પ્રયાસેાની લાખેણી આડપેદાશ લેખે જ સમજવાનાં છે. મહારાજશ્રી પાસેથી અહીંના તેમ જ પરદેશના, શિખાઉથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, અનેક વિદ્વાનેા અને સંશોધકોને અત્યંત ઉદારતાથી, તત્પરતાથી અને નિર્મમભાવે સંશેધનકાર્ય અંગે વિવિધ પ્રકારની સહાય સદા મળતી રહી છે. અને એને વ્યાપ પણ ઘણા મોટા છેઃ અનેક ભડારામાંથી હસ્તપ્રતે સુલભ કરી આપવી અને તે અંગેના તેમના અન્યન્ય જ્ઞાન અને અનુભવતા મુક્તપણે લાભ આપવેા, કાઈ તે સશોધનની તાલીમ કે પ્રેરણા આપવી, કેઈ ને સ'શેાધનની વિવિધ ગૂંચ ઉકેલવામાં માર્ગદર્શન આપવું, તે! કાંક સંશાધન-સંસ્થાની કે પ્રકાશન-પ્રવૃત્તિની સ્થાપનાના સક્રિય પ્રેરક અને પ્રેાત્સાહક બનવું. આ સૌ એમની ઊંડી વિદ્યાપ્રીતિ અને વિદ્વત્પ્રીતિનાં જ ફલિત છે. જ્યારે આ બધાનેા કોઈક વ્યવસ્થિત વૃત્તાંત તૈયાર થશે ત્યારે તે પ્રાચીન સાહિત્યસ ંશાધનના ક્ષેત્રમાં મળતા સહકાર અને સદ્ભાવ અંગેનું એક અતિશય પ્રેરક પુરતક બની રહેશે. પુણ્યવિજયજીની અશ્રાન્ત કાર્યલગની, ઉદારતા, વત્સલતા અને નિખાલસ સરળતાને શબ્દોમાં મૂકવાને કાઈ પણ ઉદ્યમ અસફળ રહેવાને. તે બધાંને સાચા અનુભવ અને આસ્વાદ તેા તેમના પ્રત્યક્ષ સંપર્ક માં આવીને જ પામી શકાય. પુણ્યવિજયજીનું તથા તેમના અત્યંત નિકટના બહુશ્રુત સહયાગી—મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીનું પ્રખર વિદ્યાસ ંવર્ધનનું એકનિષ્ઠ કા અર્વાચીન ગુજરાતના સંસ્કારજીવનનુ એક અત્યંત ઉજ્જવળ પ્રકરણ છે. મહારાજશ્રીની જ્ઞાનસાધના યથાપૂર્વ ચલતી રહે, આગમસ'પાદનનું જીવનકા યશરવી રીતે પાર પડે અને તે અંગે આવશ્યક અને અનિવાર્ય એવાં દીર્ધાયુષ્ય, સ્વાસ્થ્ય, શક્તિ અને સર્વ પ્રકારના સહકારને સુયેાગ એમના પરત્વે અવિરત થતા રહે એમ આપણે સૌ સર્વાત્મભાવે ઇચ્છીએ. જૈન જ્ઞાનભંડારાના ઉદ્ધારક મુનિ શ્રી પુણ્યવિજયજી ૉૉ, જિતેન્દ્ર જેટલી, દ્વારકા પ્રાચ્યવિદ્યાસંશાધનના ક્ષેત્રમાં રસ લેનાર સંશોધક વિદ્વાનેામાં અને એમાં પણ હસ્તપ્રતાને આધારે પેાતાનું સંશાધન આગળ ધપાવનાર વિદ્વાનેામાં મુનિ શ્રી પુણ્યવિજ્યજીને ન ઓળખનાર એવા ભાગ્યે જ કોઈ ભારતીય કે પૂર્વ તથા પશ્ચિમના વિદેશી વિદ્વાન હશે. શું ભારતમાં કે શું અન્ય પૂના કે પશ્ચિમના દેશામાં એમની ખ્યાતિ હસ્તપ્રતાના તથા અનેક જૈન જ્ઞાનભંડારાના ઉદ્ઘારક તરીકે અમર રહે એવી છે. જૈન જ્ઞાનભંડારાની શાસ્ત્રીય પદ્ધતિથી ઉદ્ધાર કરવાની ગુરુચાવી એમના લિપિશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાનમાં રહેલી છે. બાલ્યવયમાં જ દીક્ષા લીધા બાદ એમણે પડિતા પાસે વ્યાકરણ, સાહિત્ય વગેરે જુદાં જુદાં શાસ્ત્રોને અભ્યાસ કર્યાં. ત્યાર બાદ યુવાન વયથી જ એમને રસ વિદ્યામાં—એમાં પણ વિશેષ સંશાધનમાં —સારા હાઈ એમના પ્રગુરુ પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી તથા ગુરુવર્યાં મુનિ શ્રી ચતુરવિજયજીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy