SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન (૪૩ જે પુસ્તક ઉપર હોય તે વિદ્જ્જગતમાં વિશ્વસનીય આવૃત્તિ ગણાય છે—એ હકીકત છે. વળી, તેમની તીક્ષ્ણ દૃષ્ટિ પુસ્તકનું મહત્ત્વ પારખી શકે છે અને તેથી તેમણે જે કાંઈ સંપાદિત કર્યુ છે તે મહવનુ હોય છે. બૃહત્કલ્પ ભાષ્ય જેવા મહાગ્રન્થ, જૈન આચાર્યાં અને આગમધરાતે વિરોધ છતાં, તેઓએ સંપાદિત કર્યાં, તે એક સુધારક તરીકે નહીં પણ તેમાં જે ભારતીય સંસ્કૃતિ માટેની સામગ્રી છે, તેથી વિદ્વાનોને શા માટે વચિત રાખવા ?—એ ભાવનાથી. અને એ ગ્રન્થનું મહત્ત્વ વિજગતમાં અંકાયું છે પણ ખરું. તેવે જ બીજો ગ્રન્થ છે વસુદેવહિડ્ડી. તે જ્યારથી પ્રકાશિત થયા છે ત્યારથી આજ સુધી બરાબર વિદ્વાને તે વિષે કાંઈ ને કાંઈ લખતા રહ્યા છે : : ભાષાષ્ટિએ, કથાવસ્તુની દૃષ્ટિએ અને બીજી અનેક દૃષ્ટિએ એ ગ્રન્થનું મૂલ્ય વિદ્વાનેાને મન બહુ મેરુ છે. ગૃહકથા, જે અત્યારે અનુપલબ્ધ છે, તેની સામગ્રીને ઉપયોગ વસુદેવહડ્ડીમાં થયા હોઈ તેની વિશેષતા વિદ્વાનને મન વસી છે તેથી તેની ચર્ચા અવારનવાર સંશોધનનાં માસિકેામાં અને પરિષદામાં થતી જ રહે છે. અંગવિજા નામનેા ગ્રન્થ આમ તે નિમિત્તશાસ્ત્રને ગ્રન્થ છે, પણ તેમાં જે ભારતીય સંસ્કૃતિ વિષેની સામગ્રી ભરી પડી છે તે જ્યારે ડા. વાસુદેવશરણુ અગ્રવાલે જોઈ ત્યારે વગર માગ્યે તેની પ્રસ્તાવના તેમણે લખો. આવા તા અનેક ગ્રન્થા તેમણે સંપાદિત કર્યા છે. અને તેથી વિદજ્જગતમાં સુસંપાદક તરીકે તેમનુ નામ ખ્યાત થયું છે. પૂ. મહારાજશ્રી શતાયુ થાય અને સાહિત્યની અને સામાન્ય જનની પણ સેવા કરતા રહે એવી શુભાશા સેવું છું ! વંદનીય જ્ઞાનાપાસના ડૉ. હવલ્લભ ચૂ. ભાયાણી, અમદાવાદ વિદ્યાક્ષેત્રે જેમણે ચિરંજીવ અર્પણ કર્યુ છે તેવા તેજસ્વી અને ગૌરવશાળી જૈન શ્રમણાની મહાન પરંપરાનું આગમપ્રભાકર પુણ્યવિજયજી મડ઼ારાજે પેાતાની અરધી શતાબ્દીથી પણ વધુ વિસ્તરતી જ્ઞાનેપાસના દ્વારા સ`રક્ષણ અને સંવર્ધન કર્યું છે. પુણ્યવિજયજીની બહુશ્રુતતા, અવિરત સ ંશોધનવૃત્તિ અને સ્વભાવભૂત વિદ્યાપ્રીતિ સર્વવિદિત છે. તેમની પ્રકૃતિની આ લાક્ષણિકતાએ તેમના અદ્યાવિધ જીવનના કાર્યકલાપમાં ત્રિવિધ રૂપમાં પ્રગટ થતી રહી છે: (૧) પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિને લગતા તેમના બહુમૂલ્ય સંશોધનકાર્ય દ્વારા; (૨) પ્રાચીન જ્ઞાનભંડારાના વ્યવસ્થાકા દ્વારા; અને (૩) અન્યના સ`શેાધનકા'માં અનેક પ્રકારે સહાયભૂત અને પ્રેરક થવા દ્વારા. મહારાજશ્રીની સંખ્યાબંધ સશોધન-સંપાદનની કૃતિઓમાં પ્રાકૃત સાહિત્યના ‘ વસુદેવદ્ધિ ડિ’ અને · અ'ગવિજ્જા' જેવા અનન્ય અને અણુમાલ ગ્રંથાના સમાવેશ થાય છે. પ્રાચીન સાહિત્ય, ભાષા ઇતિહાસ અને સંસ્કૃતિના અધ્યયન માટે આ પ્રથાનું એટલું બધું મહત્ત્વ છે કે અનેક વિદ્વાનોને તે વર્ષો સુધી રોકી રાખશે. પણ તેમની સ ંશોધનપ્રવૃત્તિના કળશરૂપ તેા છે તેમણે આદરેલા જૈન આગમોની શાસ્ત્રશુદ્ધ વાચના તૈયાર કરવા માટે મહાભારત પુરુષા. મૂળ હસ્તપ્રતા, તેમના પરનુ ચૂર્ણિ, વૃત્તિ આદિરૂપ ટીકાસાહિત્ય વગેરે સમગ્ર સાધનસામગ્રીનેા આધાર લઈને અદ્યતન પદ્ધતિએ જૈન આગમગ્રંથાના પ્રાચીનતમ પાઠ નિીત કરવા એ પ્રાકૃતવિદ્યાનું એક પાયાનું કાર્યાં છે. મહાભારતની પ્રમાણુભૂત વાચના તૈયાર કરવા જેટલુ અને જૈન સમાજની દૃષ્ટિએ તેા સર્વાધિક મહત્ત્વનું—આ કાર્ય અતિશય કહિન અને જટિલ છે, અને અનેક વર્ષોંને લગાતાર શ્રમ, ધીરજ, અધ્યયન તથા સાધનસામગ્રીના સંચય અને ઊંડું પરેશીલન માગી લે તેવું છે. પુણ્યવિજયજીએ આ કાને પેાતાનુ મ્યુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy