SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન પ્રેરણાથી હરતપ્રતોના ઉદ્ધારના કાર્યમાં ઝંપલાવ્યું અને અનુભવ તથા એકધારી સાધના દ્વારા સારું એવું નૈપુણ્ય પણ પ્રાપ્ત કર્યું. એમના પ્રગુરુ તથા ગુરુના હાથ નીચે સારી એવી તાલીમ મેળવ્યા બાદ એમણે જૈન આગમોનું શાસ્ત્રીય પદ્ધતિથી સંપાદન કરી ઉદ્ધાર કરવાના હેતુથી જૈન આગમ ગ્રંથો ઉપરાંત “વસુદેવહિડિ” જેવા સર્જક ગ્રંથનું હસ્તપ્રતોને આધારે, હસ્તપ્રતોને ઉદ્ધાર કરતાં કરતાં, સંપાદન અને એ રીતે ઉદ્ધાર કર્યો છે. એમને પ્રગુરુ તથા ગુરુ ક્રમશઃ કાળધર્મ પામ્યા પછી પણ આજ દિન સુધી લગભગ ૭૪ વર્ષની વયે પણ એક યુવાનને પણ પ્રેરણા આપે એ ગતિથી આ સંશોધન તથા સંપાદનનું કામ ચાલુ રાખ્યું છે. એ કામના પરિપાકરૂપે જૈન આગમોના અનેક ગ્રંથનું શાસ્ત્રીય સંપાદન એમના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે થવા ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથનું શાસ્ત્રીય સંપાદન એમના કુશળ હાથે થયું છે. આ ઉપરાંત આવું સંશોધન તથા સંપાદન શાસ્ત્રીય પદ્ધતિથી કરનાર અનેક ભારતીય તેમ જ વિદેશના વિદ્વાન હસ્તપ્રતોનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા એમણે કરી છે. આમ આજે જે સંશધન તથા સંપાદન ક્ષેત્રમાં ખ્યાતનામ છે, તેમાંના ઘણું વિદ્વાનોના તેઓ આ પ્રાચ્યવિદ્યાના સંશોધનક્ષેત્રના શિક્ષક તથા સહાયક રહ્યા છે. ગુજરાતમાં એમણે મુખ્યત્વે પાટણનો હેમચંદ્રનો જ્ઞાનભંડાર, ખંભાતને શાંતિનાથનો ભંડાર, લીમડીને ભંડાર તથા બીજા નાના-મોટા ભંડારોનું વ્યવસ્થિત આકલન તેમ જ સંકલન કરવા ઉપરાંત આ ક્ષેત્રમાં કોઈ પણ સંશોધક વિદ્વાનને આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવું કામ તે જેસલમેર જેવા પ્રદેશમાં દોઢ વર્ષ રહી ત્યાંના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કર્યું છે. એમણે આ કામ કઈ અજબ રીતે કર્યું છે તેનો ખ્યાલ, જેણે આ કામ થતું પ્રત્યક્ષ જોયું હોય તેને જ આવી શકે. અહી જ એમની લિપિશાસ્ત્રની અગાધ નિપુણતા પ્રત્યક્ષ દેખાય છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં ટ્રસ્ટીઓની વિનંતિથી તેઓએ સંપ્રદાયના નિયમનું યથાર્થ પાલન કરી, એમની સાધુમંડળી સાથે પગપાળા જ ઈ. સ. ૧૯૫૦માં પાટણથી વિહાર કર્યો હતો. ત્યાં આ કામ કરવા માટે રહેવાની તથા કામ કરવાની અનેક મુશ્કેલીઓ હતી, પરંતુ આ બધી મુશ્કેલીઓને એમણે એમની કાર્ય કરવાની સાહજિક કુશળતા તથા કુનેહથી પાર કરી હતી. જેસલમેરના આ જ્ઞાનભંડારની તાડપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રતો એકબીજા સાથે એવી તો સેળભેળ થઈ ગઈ હતી કે એને છૂટી પાડી વ્યવરિત કરવા માટે કોઈ પણ વિદ્વાન હિંમત હારી જાય. અગાઉ આ કામ પાર પાડવા માટે પ્રયત્ન ખ્યાતનામ વિદ્વાન મુનિ શ્રી જિનવિજયજી તરફથી થયો હતો, પણ એમણે આ કાર્યની વિકટતા જોઈ એ કામ મૂકી દીધું હતું. વડોદરાના વિદ્વાન શ્રી દલાલે પણ માત્ર આ ભંડારની પ્રતાની, એ પ્રતે જે રીતે ઉપલબ્ધ થઈ એ રીતની, એક સૂચી માત્ર તૈયાર કરી હતી. પરંતુ મુનિ શ્રી પુણ્યવિજયજીએ, ઉપર જણાવ્યું તેમ, અનેક મુશ્કેલીઓ વચ્ચે એમના સહાયક સાથીદારો સાથે ખંત અને ધીરજથી આ કામ સતત પરિશ્રમ કરી પાર પાડયું. તાડપત્રની હસ્તપ્રતો એવી તો ભેળસેળ થઈ ગઈ હતી કે કેટલીક હરતપ્રતો અંદર હોવા છતાં એ છે કે ગૂમ થઈ ગઈ છે તે કહી શકાતું ન હતું. એમણે જેસલમેરમાં પોતે જે ખંડમાં રહેતા હતા, ત્યાં સૌ પહેલાં બધીયે હસ્તપ્રતો મંગાવી. તાડપત્રની આ હસ્તપ્રતોનાં એકેએક પત્ર જુદાં કરી નંખાવ્યાં. એમ કર્યા બાદ એમણે લાગલગાટ બે માસ સુધી દિવસના લગભગ ૧૬ થી ૧૭ કલાક સુધી સાથીદારો સાથે કામ કરી એક એક તાડપત્ર ખૂબ જ ધીરજથી અને ખંતથી ગોઠવ્યા. આમાં કેટલાએક તાત્રોની સરખા અક્ષરવાળી બે પ્રતો પણ હતી. એમાં અમુક પત્ર કઈ મતનું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy