SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮] જ્ઞાનાંજલિ છે. મહારાજશ્રીનું: વ્યક્તિત્વ એ કોટિએ પહોંચેલું અનુભવાય છે કે તેમની ઉપસ્થિતિમાં વાતાવરણ પવિત્ર થાય અને આસપાસનાં મનુષ્યનાં માનસ પણ સાવિ આલને અનુભવે. આવી સ્થિતિમાં ગુરુ વાણીને ઉપયોગ કરે તોયે શું અને ન કરે તોયે શું ? જુવોડુ મૌન ઘાહા શિષ્ણાતુ छिन्नसंशयाः । જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી પ્રો. દલસુખભાઈ માલવણિયા, ટેરેન્ટો (કેનેડા) પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી દીક્ષા પર્યાય સાઠ વર્ષને થયું અને સાઠ વર્ષ સતત વિદ્યાનિષ્ઠામાં ગયાં છે, તેને સાક્ષી છેલ્લાં ૩૪ વર્ષથી તે પ્રત્યક્ષથી અને તે પૂર્વનાં વર્ષોનો પરોક્ષ જ્ઞાનથી છું. પણ તેમની જ્ઞાનનિષ્ઠા આચારનિષ્ઠાન્ય નથી તેની પણ મને ખાતરી થઈ છે. આ જ કારણ છે કે તેમની પ્રતિષ્ઠા વિદ્વાનોમાં અને જૈન સમાજમાં પણ છે. સર્વપ્રથમ તેમનો પરિચય ઈ. સ. ૧૯૩૫ના ઉનાળામાં થયો. પાટણના સાગરના ઉપાશ્રયમાં તેઓ કેટલીક બહેનને ભણાવી રહ્યા હતા અને પૂ. પં. શ્રી સુખલાલજી અને હું ઉપર ગયા. જૈન સાધુ એક ગૃહસ્થને આદર આપે એ નવું દશ્ય પ્રથમ વાર જોયું, અને પ્રથમ વાર જ નમ્રતાની મૂર્તિનાં દર્શન થયાં, તે ભુલાય તેમ નથી. પૂ. મહારાજશ્રીની આ મૂર્તિ લાંબા ગાળાના પરિચય પછી પણ ઝાંખી પડી નથી, ઉત્તરોત્તર ઉજજ્વલ બનતી ગઈ છે અને તે કારણે મારો આદર ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે. પ્રમાણમીમાંસાનું સંપાદન કરવાની દષ્ટિએ પૂ. પં. સુખલાલજી લગભગ આખો ઉનાળો પાટણમાં રહ્યા અને તેમની સાથે હું પણ રહ્યો અને પૂ. મહારાજશ્રીની જીવનચર્યા જેતે રહ્યો. તેઓશ્રીની સાથે તેમના પૂ. ગુરુ શ્રી ચતુરવિજયજી અને તેમના પણ ગુરુ પૂ. શ્રી પ્રવર્તક કાંતિવિજયજી મહારાજને જોયા–એક એક કરતાં ચડિયાતા અને પરસ્પર તથા અન્ય પ્રત્યે સદ્વ્યવહારમાં કુશળ. સૌમ્ય પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી બીજે માળે બારણા પાસે જ બેઠા હેય–તેમની સૌમ્યમૂર્તિ ભુલાય તેમ નથી. પૂ. ચતુરવિજયજી તો સંશોધનમાં વ્યસ્ત જ હોય, પણ પૂ. પ્રવર્તક કેઈને કાંઈક સમજાવી રહ્યા હોય–આ નિત્યનું દશ્ય હતું. અને પૂ. પુણ્યવિજયજી પઠન-પાઠન-સંશોધન–આમ ત્રણ કાર્યોમાં રત દેખાયા. કદી પણ એ ત્રણમાંથી એકેયને દિવસે ઊંઘતા કે આડે પડખે થતા જોયા નહિ. સદા અપ્રમત્ત એ ત્રણેની મૂતિ તાજી હોય તેમ નજર સમક્ષ તરવરે છે. આજે એ ત્રિમૂર્તિ માંથી પૂ. મહારાજશ્રી જ છે, પણ તેમની આ ઉંમરે પણ અપ્રમત્તતા તો તેની તે જ છે—તેથી આદર ઉત્તરોત્તર વધે જ જાય છે. પછી તો પૂ. મહારાજશ્રીને સંપર્ક ઉત્તરોત્તર વધતો ગયો, અને તેમના અનેક ગુણોનો પ્રત્યક્ષ પરિચય થતે રહ્યો; તેના વર્ણનની લાંબી હારમાળા થાય, પણ પ્રસ્તુતમાં તો અમુક જ ગણાવી શકાય. | મારા મિત્ર શ્રી રતિભાઈ દેસાઈ પૂ. મહારાજશ્રીના બાળકહદય ઉપર આફરીન છે. કેઈમાં આંટીઘૂંટી જોઉં છું તે મન પાછું પડતું અનુભવું છું, એટલે બાળકહૃદય પૂ. મહારાજશ્રીનું સ્પષ્ટ વક્તવ્ય પણ ખૂંચતું નથી. ઘણી વાર અનુભવ્યું છે કે જ્યાં બીજા ઘણું બધું છુપાવીને વાત કરવામાં કુશળ હોય છે, ત્યાં પૂ. મહારાજશ્રી તેમના ખુલા, નિર્દોષ, નિર્મળ વક્તવ્યથી સામાનું મન આકર્ષી શકે છે. ક્યારેક તેમની કડવી વાણું પણ મીઠી જ લાગે છે. જોકે એવી કડવી વાણીનું તેમનું ક્ષેત્ર બહુ જ પરિમિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy