________________
અભિવાદન
[ ૩૯ છે. બાળકને જેમ રમકડાનો પ્રેમ હોય તેમ પૂ. મહારાજશ્રીને પુસ્તક–પાનાંને પ્રેમ છે. જ્યારે કઈ મારા જેવો અબુધ હસ્તપ્રતને કેમ પકડવી અને કેમ વાપરવી એ જાણતો ન હોય અને પ્રતને બગાડી મૂકે અગર બગાડવાની તૈયારી કરતો હોય ત્યારે તેમનું એ બાળકહદય જોવા જેવું બને છે, આકુળવ્યાકુળ બની જાય છે. ક્યારેક એ આકુળતા મનમાં સંઘરી રાખે છે પણ કયારેક આ નિમિત્તે તેઓ રોષે ભરાય છે ત્યારે જોવા જેવું બને છે–આ એક માત્ર ક્ષેત્ર તેમના રેષને પ્રકટ કરવાનું નિમિત્ત બને છે, આથી બીજા નિમિત્તે રેલ તેમનામાં જોયો નથી, અનુભવ્યું નથી.
પુસ્તક-પાનને તેમનો આ પ્રેમ પરિગ્રહમૂલક નથી, પણ તેની સુરક્ષાની દૃષ્ટિમાંથી નિષ્પન્ન છે, તેનાં અનેક પ્રમાણે આપી શકાય તેમ છે. પોતે સંશોધિત કરેલી પ્રત, તેની નકલ કે કોઈ છાપેલ પુસ્તક કોઈને પણ આપી દેવામાં તેમણે કદી સંકેચ કર્યો નથી, આ બાબતની સાક્ષી અનેક વિદ્વાને પૂરશે. આજના વિદ્વાનો ઉદાર બની શકે છે પણ પોતે શુદ્ધ કરેલ પ્રત કે તેની નકલ બીજાને તેને નામે સંપાદિત કરવા આપતા નથી-તેમાં એક માત્ર અપવાદભૂત પૂ, મહારાજ છે. આ બાબત હું મારા જાતઅનુભવથી પણ કહી શકું છું. તેમણે મને મારા સંપાદન માટે ઉપયોગી અનેક પ્રતો મેળવી આપી, તે તો ખરું જ, ઉપરાંત તેમણે પોતે કરેલ કે કરાવેલ નકલે પણ મને સંપાદન માટે આપી છે. આ પ્રસંગે મારે સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રમાણુવાર્તિક(સ્વાર્થનુમાન)ની પ્રત અને તેની નકલ તેમણે જ મને સંપાદન માટે આપી અને મેં તેનું સંપાદન કર્યું. અને એ કારણે મારે વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડામાં આવવાનું બન્યું છે. ભારતમાં ઉપલબ્ધ પ્રમાણવાર્તિકની એકમાત્ર પ્રત અને તેની નકલ અન્ય કઈ પાસે હોત તો તે કઈને આપત જ નહિ, એવું એનું મહત્વ છે. પણ પૂ. મહારાજશ્રીની ઉદારતા છે કે વિના “નનું જ ર” તેમણે મને એ સોંપી દીધી. એ જ પ્રમાણે વિશેષાવશ્યક મૂળ પણ વૃત્તિની નકલ પણ તેમની જ ઉદારતાને કારણે મને મળી અને તેનું સંપાદન મેં મારા નામે કર્યું. તબિન્દુ-ટીકાની નકલ તેમણે જાતે જ અજાણી લિપિમાંથી ઘોર પરિશ્રમ કરીને કરી અને તે પણ તેમણે પૂ. પં. સુખલાલજીને સંપાદન માટે આપી દીધી–આ તે પ્રસિદ્ધ દાખલા છે, પણ તે સિવાયના આવા તો અનેક દાખલા છે, જેમાં નિઃસંકોચભાવે તેમણે અન્ય સામગ્રી પૂરી પાડી છે. કોઈ પણ દેશી-વિદેશી વિદ્વાનને જેન ભંડારની પ્રત જોઈતી હોય તો તે પ્રત, અગર તેની નકલ, અગર કે સોંપવામાં જરા પણ સકેચ તેઓ અનુભવતા નથી. આથી છે. બ્રાઉન અને પ્રે. આડોક જેવા વિદેશી વિદ્વાનો પણ પ્રતે માટે તેમનું શરણ સ્વીકારે છે. અને એક કાળે જે એમ કહેવાતું કે જૈન ભંડારની પ્રત તો અપ્રાપ્ય જ લેખવી જોઈએ—આ વાતને ખોટી પાડવામાં ૫. મહારાજશ્રીનો મોટો ફાળો છે; અને હવે એમ મનાવા લાગ્યું છે કે જૈન ભંડારોની પ્રત પણ વિદ્વાનોને ઉપલબ્ધ થઈ શકે છે.
જ્ઞાને દ્ધારક સાધુપુંગની ત્રણ પેઢીને હસ્તપ્રતસંગ્રહ, જેમાં અનેક મહત્ત્વની પ્રત સંધરવામાં આવી હતી, તે લાલભાઈ દલપતભાઈ ભા. સં. વિદ્યામંદિરને સોંપી દેવામાં તેમણે જે ઉદારતા દાખવી છે તે માત્ર અનુકરણીય જ નહિ પણ તેમની નિર્મલ અપરિગ્રહવૃત્તિ જ દાખવે એવી છે. તે સંગ્રહ મળ્યો તેને આધારે જ, શેઠ શ્રી કરતૂરભાઈ લાલભાઈ અને એમના કુટુંબની સખાવતથી, એ વિદ્યામંદિરની અમદાવાદમાં સ્થાપના થઈ અને બેએક વર્ષ પછી તેમાં હું જેડાયે. અને મેં અનુભવ્યું છે કે ક્યારેય પણ એ પ્રત મારી છે–એ પ્રકારનો અહે તેમનામાં જે નથી, તેમ જ એ સોંપી દઈને પોતે મોટો ઉપકાર કર્યો છે એવી ભાવના પણ મેં તેમનામાં જોઈ નથી, પણ જાણે કે સમાજનું સમાજને જ મળ્યું છે એવી ધન્યતા તેમણે અનુભવી છે. આવી ઉદાર અને અપરિગ્રહવૃત્તિની ભૂમિકા ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org