SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [ ૩૦ કર્યુ. એ માટે હસ્તપ્રત-સામગ્રી એકત્ર કરવામાં પૂ. મહારાજશ્રી તરફથી કીમતી સહાય મળી. ત્રણ ખાલાવમેધ સહિત ‘ ષષ્ટિશતક-પ્રકરણ ', ‘ પ્રાચીન ફાગુસ ંગ્રહ ' અને ‘ વક સમુચ્ચય ’નાં કામે તેમની સહાય વિના આ રીતે થઈ શકયાં ન હેાત. અનેક વિદ્યાર્થીએ અને અભ્યાસીએને અપેક્ષિત સામગ્રી પૂરી પાડવાની ખતભરી કાળજી પૂ. મહારાજ સાહેબે લગભગ અધ શતાબ્દી થયાં રાખી છે. સને ૧૯૫૮માં પ્રાચ્યવિદ્યાન દિરના નિયામક તરીકે મારી નિયુક્તિ થઈ અને એ સૌંસ્થા તરફથી પ્રગટ થતી ગાયકવાડ્ઝ એરિએન્ટલ સિરીઝ 'ના મુખ્ય સંપાદક તરીકે પણ મારે કામ કરવાનું આવ્યું. આ સિરીઝના આરંભ શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ લાલે કર્યાં હતા અને એના પ્રથમ ગ્રંથ તરીકે રાજશેખરની ‘ કાવ્યમીમાંસા ' સને ૧૯૧૬માં પ્રસિદ્ધ થઈ હતી. વડાદરાનરેશ શ્રી. સયાજીરાવ ગાયકવાડની સૂચનાથી ચિમનલાલ દલાલે પાટણના હસ્તલિખિત ગ્રંથભંડારોની તપાસ કરી. એના અહેવાલને પરિણામે આ સિરીઝના રાજ્ય તરફથી આરંભ થયા હતા. ભંડારાની તપાસ માટે અગાઉ પાટણ આવેલા વિદ્વાને ફૉર્બ્સ, બ્લ્યૂલર, પિટર્સન, ભાંડારકર, કાથવટે અને મણિલાલ નભુભાઈ કરતાં ઘણી વિસ્તૃત તપાસ ચિમનલાલ દલાલ કરી શકયા એનું સૌથી મોટું કારણ પૂ. પ્રવકજી મહારાજ અને પૂ. ચતુરવિજયજી મહારાજ તરફથી તેમની કામગીરીને સંપૂર્ણ સહકાર અને સહાય મળ્યાં એ હતું. ગાયકવાડ સિરીઝના ઘણા મૂલ્યવાન ગ્રંથા પાટણ ભંડારની હસ્તપ્રતા ઉપરથી સ`પાદિત થયેલા છે. આ સિરીઝને તથા તેની આયાજક સંસ્થાને પૂ. મહારાજશ્રી તરફથી વિવિધ પ્રકારની સહાય આજ સુધી મળતી રહી છે એ તેમની ગુરુપર પરાનુ` સાતત્ય છે. ખંભાતના તાડપત્રીય ભંડારની તેમણે તૈયાર કરેલી વર્ણનાત્મક સૂચિ તથા એમનાં બીજા કેટલાંક સંપાદના આ સિરીઝમાં પ્રગટ કરી શકા છીએ એ અમારે માટે પરમ હતા વિષય છે. જીવનમાં અર્ધી શતાબ્દી સુધી મહારાજશ્રીએ ગ્રંથસંગેાપનનું કાર્ય કર્યું, પણ ગ્રંથાનેાયે પરિગ્રહ તેમણે રાખ્યા નથી. દસેક વર્ષ પહેલાં એમની પ્રેરણાથી શેઠ કરતૂરભાઈ લાલભાઈ એ અમદાવાદમાં સ્થાપેલા ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિરને પાતે એકત્ર કરેલ વિરલ હસ્તપ્રતાના અને મુદ્રિત ગ્રંથાને વિશાળ સંગ્રહ તેએએ ભેટ આપીને સર્વને ઉપલબ્ધ બનાવ્યા છે. પેાતાની અનેકાનેક તૈયાર પ્રેસ-કૅ પીએનું પણ લાયક વિદ્વાને વિતરણ કરી દેતાં તેમણે કદી સંકોચ અનુભવ્યા નથી. કેવળ હું જ નહિ, પણ મારાં સર્વ કુટુંબીજનો અને બાળકો પૂ. મહારાજશ્રીના ગાઢ પરિચયમાં આવ્યાં છીએ અને તેમનેા સતતવાહી વાસણ્યભાવ અમને મળ્યા છે એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. હેલ્લાં અઢાર વર્ષ થયાં હું વડાદરામાં સ્થિર થયા છું. એટલા સમયમાં અનેક વાર મહારાજશ્રીનુ વડાદરામાં આગમન થયુ છે તેમ કેટલાંક ચાતુર્માસ પણ થયાં છે. હરેક વખતે વડેાદરામાં પ્રવેશતાં અને વડાદરા છેડતાં તેમણે અને તેમના સમસ્ત મુનિમ`ડળે એકાદ દિવસ તેા અમારે ત્યાં અવશ્ય ગાળ્યા છે એ કદી ભુલાય એમ નથી. · જ્ઞાનાંજલિ ' ગ્રંથના અભિવાદન વિભાગના અનેક લેખામાં પૂ. મહારાજશ્રીના એક પરભ વિશિષ્ટ વિદ્વાન અને સ'શેાધક તરીકેના ગુણાને દેશ-વિદેશના સંશાધનપ્રવીણાએ પેાતાતાના દૃષ્ટિબિન્દુએથી નિર્દેશ કરેલો હોઈ એ જ વસ્તુની પુનરાવૃત્તિ હું અહી નહિ કરું. પણ વર્ષોથી અનુભવાયેલી એક વાતના નિર્દેશ અહીં કરવાનું મન થાય છેઃ દી કાળની નિર્ભેળ જ્ઞાનભક્તિએ પૂ. મહારાજશ્રીના નિસર્ગ સરળ ઋજુ વ્યક્તિત્વને ખૂબ સાત્ત્વિક બનાવ્યું છે. નામાભિધાનને અનુરૂપ તે પુણ્યાત્મા છે. સંશાધનના ક્ષેત્રમાં મારે પ્રથમ પ્રવેશ કરાવનાર વિદ્યાગુરુ તેએ હોવા છતાં ચેડાંક વર્ષથી અમારી વચ્ચે સશોધનવિષયક વાર્તાલાપ મર્યાદિત પ્રમાણમાં જ થાય એવું અજ્ઞાત રીતે બન્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy