SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ સાંભળતો અને તેમને અનેક પ્રશ્નો પૂછતો. એમના વડીલ ગુબંધુ પૂ. મેઘવિજ્યજી મહારાજ પાસે આસપાસના મહોલ્લામાં રહેતા કિશોરે કુંલના અભ્યાસ માટે કે વાર્તા-વિનોદ માટે આવતા; તેમની સાથે રમતો અને તેમને ઘેર જતો. એ અરસામાં–મહારાજશ્રી સાથેના પરિચય પછી એકાદ માસમાં– તેમની સૂચનાથી આચાર્ય હેમચન્દ્રના “પ્રાકૃત વ્યાકરણ'નું વાચન એમની પાસે આવ્યું. મહેન્દ્ર જૈન પંચાંગના સંપાદક જ્યોતિર્વિદ મુનિશ્રી વિકાસ વિજ્યજી (પછીથી વિજયવિકાસચંદ્રસૂરિજી) મારા સહાધ્યાયી હતા. “પ્રાકૃત વ્યાકરણ'નાં આશરે પંદરસો સૂત્રો રસ અને ઉત્સાહથી મુખપાઠ કરેલાં. એ માટે મહારાજશ્રીએ ભેટ આપેલી છે. પી. એલ. વૈદ્ય-સંપાદિત “ પ્રાકૃત વ્યાકરણની નકલ એક મેધા સંભારણું તરીકે મેં સાચવી રાખી છે. દેશ-વિદેશના અનેક વિદ્વાનોનાં દર્શન સાગરના ઉપાશ્રયે થયાં. “પ્રાકૃત વ્યાકરણ'નું અમારું વાચન ચાલતું હતું એ સમયે જ સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડે. આલ્સડોર્ફ આવ્યા હતા. મહારાજશ્રી અને તેમની વચ્ચે સંસ્કૃતમાં થયેલા વાર્તાલાપનાં કેટલાંક વાક્યો આજ સુધી મને શબ્દશઃ યાદ છે. જેનાશ્રિત ચિત્રકલાના સંશોધન માટે આવેલા અમેરિકન વિધાન છે. નોર્મન બ્રાઉનનું પ્રથમ દર્શન ત્યાં થયું હતું. પૂ. પંડિત સુખલાલજી અને શ્રી રસિકલાલભાઈ પરીખનાં પ્રથમ દર્શન એકસાથે ત્યાં થયાં હતાં. શ્રી બલવંતરાય ક. ઠાકોર અને શ્રી રામનારાયણ વિ. પાઠકને સૌ પહેલાં ત્યાં મળવાનું થયું હતું. જૈન ગુર્જર સાહિત્યના વિશિષ્ટ સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ અને વડોદરા પ્રાચ્યવિદ્યા મન્દિરના એ સમયના નિયામક ડો. વિનયતોષ ભટ્ટાચાર્ય સાથે પ્રથમ વાર્તાલાપ ત્યાં થેયે હતો. પં. બેચરદાસ દેશી, શ્રી મધુસૂદન મોદી અને પં. લાલચંદ ગાંધીએ પ્રાકૃત અપભ્રંશ સાહિત્યના ઊંડા અભ્યાસીઓને પોતાનાં કામ કરતા ત્યાં જોયા હતા. ભવિષ્યમાં જેઓ પૂ. મહારાજશ્રીના અત્યંત કાર્યક્ષમ સંશોધન-સહાયક થવાના હતા તે પં. અમૃતલાલ ભોજક સાથેની આજીવન મૈત્રીનો આરંભ ત્યાં થયો હતો. એક કિશોરના જીવનમાં માત્ર ત્રણેક વર્ષમાં થયેલી આ કમાણી બહુમૂલ્ય હતી, એમ પશ્ચાદવલોકન કરતાં મને લાગે છે. સને ૧૯૭૪માં અમે અમદાવાદ રહેવા ગયા; અને થોડાક સમય પત્રકારત્વમાં ગાળ્યા પછી આગળ અભ્યાસ માટે હું કોલેજમાં જોડાયા. મહારાજશ્રીને નિવાસ તો પાટણમાં હતો. રજાઓ અને વૅકેશનમાં હું અચૂક પાટણ જતો અને અગાઉના ક્રમ પાછો ચાલુ થઈ જતો. એની વિગતોમાં ઊતરવાનું અહીં પ્રસ્તુત નથી. બહાર વસતા અનેક પાટણ મિત્રો અને સ્નેહી સંબંધીઓ મને કહેતા અને આજે પણ કહે છે કે “પાટણમાં અમે શું કરીએ ? અમારો સમય જતો નથી.” પણ ઉક્ત ક્રમને કારણે પાટણમાં ભારે વખત બહુ ફલપ્રદ રીતે જતો, એટલું જ નહિ, હકીકતમાં વૅકેશન ટૂંકી પડતી. એવી બે વૅકેશનમાં થઈ પૂ. મહારાજશ્રી પાસે પ્રાકૃત મહાગ્રંથ “વસુદેવ-હિંડી’નું (જેનું સંપાદન તેઓએ તથા તેમના પૂજય ગુજીએ કરેલું છે) સાદ્યન્ત વાચન મેં કર્યું અને પછ રાતી અનુવાદ કર્યો, જે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રગટ કર્યો છે. તે સને ૧૯૪૭માં એમ. એ. થઈ ગુજરાત વિદ્યાસભાના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગમાં (પછીના . જે. વિદ્યાભવનમાં ) હું જેડા. “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' એ વિષયનું સંશોધનકાર્ય સંસ્થા તરફથી મહારાજશ્રીને સોંપાયું હતું, પણ અગમ-વાચનાનું ભગીરથ કાર્ય તેઓએ હાથ ધરતાં એ કાર્ય મને સોંપાયું અને એ વિષયના શ્રેષ્ઠ તદ્વિદ તરીકે તેમની અનેકવિધ સહાય મને મળી. એમનું જ કામ ‘પ્રેક્ષી” તરીકે મેં કર્યું એમ કહેવામાં અત્યુક્તિ નથી. સને ૧૯૫૧માં વડોદરા યુનિવર્સિટીમાં જોડાયા પછી પ્રાચીન ગુર્જર ગ્રન્થમાળાનું મેં આયોજન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy