SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન અને વિરલ સાધુપુરુષ સાથેના મારા સંપર્કની થોડીક વાતો જ કરીશ. દાદાગુરુ સદ્ગત પ્રવર્તક શ્રી કાન્ડિવિજ્યજી મહારાજના વાર્ધક્યને કારણે મહારાજશ્રી એમના ગુરુ સદગત ચતુરવિજયજી મહારાજ સાથે પાટણમાં કેટલાંક વર્ષ સ્થિર વાસ કરી રહેલા હતા. પાટણમાં મણિયાતી પાડામાં આવેલા સાગરના ઉપાશ્રયના માળ ઉપર એક વિશાળ ખંડમાં દાદરની સામે આશરે નેવું વર્ષના વૃદ્ધ પ્રવર્તે કજી મહારાજનું આસન રહેતું; તેમની બાજુમાં પૂજ્ય ચતુરવિજયજી અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં આસને તથા પાસે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના વડીલ ગુરુબંધુ સદ્ગત પૂજ્ય મેઘવિજ્યજી મહારાજનું આસન—એવી વ્યવસ્થા રહેતી. એ વિશાળ ખંડની અંદરના એક ઓરડામાં પ્રાચીન હસ્તપ્રતોના ઉત્સાહી સંગ્રાહક સ્વ. પૂ. જશવિજયજી મહારાજ અને તેમના ગુરુબંધુ સ્વ. પૂ. ન્યાયવિજયજી મહારાજ રહેતા. જૈન ઉપાશ્રયમાં ધર્મારાધનનું વાતાવરણ તો હોય જ એ કહેવાની ભાગ્યે જરૂર રહે. પણ સાગરના ઉપાશ્રયમાં ઉત્કટ વિદ્યાપ્રેમ અને સતત જ્ઞાનસાધનાનું વાતાવરણ હતું એની ઊંડી છાપ મારા બાલમાનસ ઉપર પડેલી છે. આંખનાં નીર ઊંડાં ગયાં હોય એવી સ્થિતિમાં પણ પ્રવર્તકજી મહારાજ હસ્તપ્રતો તપાસતા હોય અને વાંચતા વાંચતાં શ્લોકસંખ્યાનાં કે બીજાં અગત્યનાં રથાનોએ લાલ નિશાનીઓ કરતા હોય. ચતુરવિજયજી મહારાજ અને પુણ્યવિજયજી મહારાજની સામે, મુંબઈના નિર્ણયસાગર પ્રેસમાં છપાતો તેમનો સંસ્કૃત, પ્રાકૃત સંપાદનનો પૃફના થાકડા પડ્યા હોય. એ તપાસવા ઉપરાંત નવાં સંશોધન અને પ્રેસ-કપીઓની મેળવણીનાં કામો ચાલતાં હોય. પૂ. જશવિજયજી મહારાજ પ્રકીર્ણ હસ્તલિખિત પાનાંઓને પણ તપાસીને કાળજીપૂર્વક ગોઠવતા હોય. દેશપરદેશના વિદ્વાનો વારંવાર આવી ચઢતા હોય અને તેમની સાથે વિવિધ પ્રકારની જ્ઞાનચર્ચાઓ ચાલતી હોય. લગભગ સાડત્રીસ વર્ષ બાદ, આપણા દેશની તેમ જ વિદેશની અનેક વિદ્યાસંસ્થાઓના અનુભવ પછી લખું છું કે સાગરના ઉપાશ્રયનું વાતાવરણ કેઈ પણ દેશની વિશિષ્ટ સંશોધન-સંસ્થાની બરોબરી કરે એમ હતું. અથવા એમ કહું કે એવી સંસ્થાઓ કરતાં ચઢિયાતું હતું તો પણ કશી અત્યુક્તિ નથી, કેમ કે ધારાધોરણો કે દરખાસ્તોની જંજાળ કે ઓફિસ-કામની પળોજણેનો ત્યાં સદંતર અભાવ હતો. સોલંકી યુગના પાટણમાં સ્થળે સ્થળે આવેલા ઉપાશ્રયે તેમ જ સહસ્ત્રલિંગ સરોવરના તીરપ્રદેશના વિદ્યા મઠોની સારસ્વત સમૃદ્ધિનું સાતત્ય જાણે કે ત્યાં અનુભવાતું હતું. ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મન્દિરનું કામકાજ કેટલાંક વર્ષ પહેલાં આટોપાઈ ગયું હોઈએ પ્રકારનું સંશોધન કાર્ય કરનાર ગુજરાતમાં એક જ સંસ્થા તે સમયે હતી–અને તે વડોદરાનું પ્રાચ્ચવિદ્યામંદિર (ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ). આવી સંસ્થાના સંશોધકે અને અધ્યાપકોના માર્ગદર્શન અને સંપર્કથી મળી શકે એથીયે અદકો લાભ ગુજરાતના એક ખૂણે આવેલા પાટણમાં મને મળ્યો એને અણુનુબંધ ગણ? સંશોધન માટેનાં પુસ્તકોની અનુકૂળતા પણ ત્યાં પર્યાપ્ત હતી. વળી, સંસ્થા માં હોય એવું કચેરીના સમયનું બંધન કે અધ્યાપકે કે માર્ગદર્શક વિદ્વાનો સાથે મળવાને કે કામ કરવાનો સમય અગાઉથી નકકી કરવાનું નિયંત્રણ, એવું કશું ત્યાં નહોતું, એ પણ એક મોટું સ્વાતંત્ર્ય હતું. ન ઉપાશ્રયે જવાને મારો લગભગ દરરોજનો ક્રમ હતો. રસ્કૂલમાં રજા કે વેકેશન હોય ત્યારે વધારે કલાકે ત્યાં હું ગાળી શકતો. પૂ. પુણ્યવિજયજી મહારાજે હસ્તપ્રતોનું વાચન મને પહેલાં શીખવ્યું. પ્રવર્તકજી મહારાજ પાસે હસ્તપ્રતોના કડા પડ્યા હોય તે હું ઈચ્છા મુજબ ફેંદો, તપાસતા કે વાંચતો. એમાંથી કેટલીક પ્રતો વિશેષ વાચન કે નકલ માટે હું ઘેર લઈ જતો. સચિત્ર વિજ્ઞપ્તિપત્રો પણ નિરીક્ષણ કે વાચન માટે ઘેર લઈ જવાની મના નહોતી ! મહારાજશ્રી પાસે અનેક વિષેની વાતો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy