SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] જ્ઞાનાંજલિ શાસ્ત્ર' નામનો એક મોટો નિબંધ તૈયાર કરીને તે વખતે પ્રગટ થતા “સુઘોષા” પત્રમાં છપાવેલો. શ્રી પુણ્ય પણ આવું નરાતાળ ખોટું વહેતું મૂકવામાં આવેલું વિધાન વાંચી પોતાની ક્રાંતિયુક્ત વિચારધારાને જાહેરમાં પ્રગટ કરતાં લેશ પણ અચકાયા નહીં. અને તેમણે વિશેષ નમ્રભાવે એ કહેવાતા ગીતાર્થ મુનિને પડકારેલા, પણ શ્રી પુણ્યને કોઈ પડકારી જ ન શકયું. આમાં મેં શ્રી પુણ્યની નિર્ભયતા અને શાસનની વિશુદ્ધ ભક્તિ, એ ગુણો વિશેષ પ્રમાણમાં ચમકેલા જોયા. અને એ પ્રસંગથી વિશેષ પ્રભાવિત થયેલે હું તેમને અસાધારણ આદર સાથે માનવા લાગ્યો અને તે સમયથી આજ સુધી તેમના તરફ મારું આકર્ષણ વધતું જ ચાલ્યું. મને તો હજુ સુધી પણ એમ જ લાગ્યા કરે છે કે વર્તમાનમાં જૈન શ્રમણાદિ સંઘની જે પરિસ્થિતિ છે, તેમાં સંશોધન કરી તેને બરાબર વ્યવસ્થિત કરવાનું સામર્થ્ય કઈ જૈન મુનિમાં હોય તો તે આ શ્રી પુણ્યમાં જ છે. અને આ દૃષ્ટિએ જ કપડવંજમાં જ્યારે તેમના અંગે એક સમારોહ થયેલે, જે વખતે પંડિત સુખલાલજી પ્રમુખસ્થાને હતા અને શેઠ શ્રી કસ્તૂરભાઈ પણ વિશિષ્ટ સ્થાને બિરાજેલા હતા, ત્યારે શ્રી પુણ્યને વિનંતી કરેલી કે સમયને પ્રવાહ બદલવા લાગ્યો છે, એટલે તે પ્રવાહ સાથે જૈન સંઘ પિતાનો તાલ મિલાવે એ રીતે આપે ક્રાંતિનો નાદ કરી જૈન સંઘને ભાર્ગદર્શન આપવું જોઈએ અને અત્યારે પણ મારી તેમને એ જ વિનંતી વિશેષ આગ્રહ સાથે છે. तस्मै श्रीगुरवे नमः। ડો. ભેગીલાલ જ. સાંડેસરા, વડેદરા પૂજ્ય પુણ્યવિજ્યજી મહારાજનું પ્રથમ દર્શન સને ૧૯૩૦ માં મને થયું હતું. એ વર્ષે વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ પાટણમાં મળી હતી. એ નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતા. વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરમાંથી આવેલા પં. લાલચંદ ગાંધીની સાથે, ગોઠવતા મેં તેમને જોયા હતા. પાટણના માર્ગો ઉપરથી પસાર થતા તેઓને અનેક વાર અભાવપૂર્વક હું જોતો. પણ તેમને પ્રત્યક્ષ પરિચય તો ૧૯૩૧ના મે માસમાં થયે. નવી શરૂ થનાર સિંઘી જેન સિરીઝના કામ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવા સારુ પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજી પાટણ આવ્યા હતા. ભારે સંકેચપૂર્વક હું તેમની પાસે ગયો અને મારા અલ્પ વાચનમાંથી ઉપસ્થિત થયેલા, ગુજરાતના ઇતિહાસ અને સાહિત્ય વિષેના કેટલાક પ્રશ્નોની તેમની સાથે ચર્ચા કરી. જિનવિજયજીને મારામાં રસ પડ્યો; બીજે દિવસે પુણ્યવિજયજી પાસે તેઓ મને લઈ ગયા, મારો પરિચય કરાવ્યું અને એક વિદ્યાર્થી તરીકે સ્નેહપૂર્વક તેમને મારી સોંપણું કરી. કેમ જાણે જન્માન્તરને ન હોય એવો પ્રગાઢ અને ઊંડે અમારે સંબંધ તે સમયથી શરૂ થયે–આ વતુ આવા જ શબ્દોમાં પૂ. મહારાજશ્રીએ પણ અંગત વાતચીતમાં અનેક વાર ભાવપૂર્વક કહી છે એ નેધતાં હું ધન્યતા અનુભવું છું. મહામાત્ય વસ્તુપાલના સાહિત્યમંડળના એક સદસ્ય અમરચંદ્ર પોતાના માર્ગદર્શક અરિસિંહ માટે પ્રયજેલે શબ્દ વાપરીને કહું તો, એ “ કલાગુરુ”ની આંગળી પકડીને સંરકૃત, પ્રાકૃત અને ગુજરાતી પ્રશિષ્ટ (“કલાસિકલ”) સાહિત્યના ભરચક, સુવિશ્રત અને સપાટ રાજમાર્ગોની બંને બાજુએ દૂર સુધી ખીલેલાં, પ્રમાણમાં અલ્પપરિચિત અડાબીડ રમણીય વનમાં, લીલી વનરાઈઓમાં અને શીતળ નિકુંજોમાં તથા અજાણ્યા ડુંગરમાં એ પછી હું વિહરવા લાગ્યો અને સંશોધનની કેડીએ એક લાંબી મજલ શરૂ થઈ એનાં યાદ આવે એટલાં સંસ્મરણો અને અનુભવો નોંધવા બેસું તો એક પુસ્તક ભરાય. કદાચ એ લખવાનો સમય મેળવી શકાય છે પણ એ માટેનું આ સ્થાન નથી. અહીં તો આ મહાન મનીષી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy