SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ભાવે ઉચિત પરામર્શ આપતા ક્યારેય સ્વ-પરપણાનો ભેદ સ્પશી શક્યો નથી. હમણાં એક પંડિતજીમને મળવા આવેલ. પ્રસંગોપાત્ત તેમણે પોતાના મહાનિબંધની તૈયારીઓ માટે આવશ્યક પુસ્તકે જોવાની ઇચ્છા દર્શાવી. મેં તેમને પૂ. આગમપ્રભાકરજી પાસે પુસ્તકો મળવાની સંભાવના બતાવી. પંડિતજીને મેં પ્રથમ જ જોયેલ તેમ તેમણે પણ મહારાજ સાહેબનાં પ્રથમ જ દર્શન કરેલ. ત્યાં પંડિતજીએ આવશ્યક અને અલભ્ય પુસ્તકમાંથી નોંધ કરવા બદલ ખૂબ જ આનંદ વ્યક્ત કરેલ. , વિ. સંવત ૧૯૨૨ના ગ્રીષ્માવકાશમાં S.S.C. થી M.A. સુધીની બહેનો માટે અમદાવાદમાં સંસ્કાર-અધ્યયન-સત્ર'નું આયોજન થયેલ. સંવત ૧૯૨૩ માં ભાવનગરમાં અને સંવત ૧૯૨૪ માં પુનઃ અમદાવાદમાં આયોજન થયેલ. પૂ. મહારાજ સાહેબે પ્રત્યેક સત્રમાં પોતાનો અમૂલ્ય સમય કાઢીને કન્યાઓને યથોચિત ઉપદેશ અને માર્ગદર્શન આપેલ. મેળાવડા પ્રસંગે પણ કન્યાઓના વક્તવ્ય સામે અરુચિ ન દર્શાવતાં તેઓ તેમના માટે પ્રેરણારૂપ બનતા. જેમ સ્ફટિકનું સ્વરૂપ અન્તસ્બા એકસમાન હોય છે, તેમ પૂ. મહારાજ સાહેબનું જીવન એકરૂપ છે, તેમાં દંભને કોઈ અવકાશ નથી. આ કારણથી તેમના વિષયમાં કઈ આલોચના કરે અને સ્વકાર્યવશ કોઈ તેમની પ્રશંસા પણ કરે; પૂ. મહારાજશ્રી તે વ્યક્તિની દાંભિક પ્રશંસા તથા તેના વિષયની મહત્વપૂર્ણ આલેચના જાણતા હોય, છતાં ગંભીરતાવશે તેની નિંદા કરવાથી અળગા રહીને સહજપણે તેનું કાર્ય પૂર્વવત કરી આપે, જેથી તે વ્યક્તિને કલ્પના પણ ન આવે કે મહારાજશ્રી ભારે દાંભિક વ્યવહાર જાણે છે. - હિંગણઘાટમાં શ્રેવિર્ય બંસીલાલજી કચરના બંગલે ઉપધાનતપનિમિત્તે માલા-પરિધાન મહોસવ હતો. તે પ્રસંગે પૂ. મહારાજ સાહેબને વિનંતિ કરી કે મધ્યપ્રદેશમાં અલભ્ય ઉચ્ચ કોટિની પ્રતોનું એક પ્રદર્શન યોજાય તો જનતાને સારે લાભ મળે. પૂ. આગમપ્રભાકરજીએ પોતાના બે પંડિતો સાથે કેટલી પ્રાચીન અલભ્ય વિવિધ પ્રતો અન્ય સામગ્રી સાથે મોકલીને જનતાને એનાં દર્શનનો લાભ અપાવ્યો. - પ્રાચીન જ્ઞાનભંડારાના મહાન ઉદ્ધારક, સંરક્ષક અને સંશોધક પૂજ્યશ્રી જેસલમેર પધાર્યા ત્યારે જેસલમેર જ્ઞાનભંડારનાં પુસ્તકે જીર્ણશીર્ણ અવસ્થામાં હતાં, છતાં એનાં દર્શન દુર્લભ હતાં. વ્યવસ્થાપકોને પુસ્તકોની અવ્યવસ્થિતતાનો ભય રહેતો હતો. પણ પૂજ્યશ્રીની વિદ્વત્તાના કારણે તે અલભ્ય પ્રતે સહર્ષ જોવા મળી. કષ્ટ સહન કરીને તેમના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કર્યો તે તેઓની ઉદારવૃત્તિ અને અપૂર્વ કાર્યદક્ષતાનું દ્યોતક છે. પ્રાયઃ ૭૫ વર્ષની અવસ્થામાં પણ યુવાનોને માટે પ્રેરણારૂપ બની રહે તેવી ઘણી વાર અખંડ ૨૦ કલાકની જ્ઞાનોપાસના તેઓએ પ્રાપ્ત કરેલ સિદ્ધિની પરિચાયિકા છે. આત્મસ્થિત યોગીની માફક આગમસંશોધન કાર્યમાં જ્યારે લીન હોય ત્યારે શ્રેણિવર્ય કસ્તૂરભાઈ જેવા વ્યક્તિઓને પણ તેમની પ્રતીક્ષા કરવી પડે. પણ તે પ્રતીક્ષામાં પણ આનંદનું વાતાવરણ સર્જાય, જ્યારે મહારાજશ્રીને ખ્યાલ અપાય કે અહીં કોઈ આપની પ્રતીક્ષા કરી રહ્યું છે. પૂજ્યશ્રી આગમશાસ્ત્રોના મર્મજ્ઞ છે. તેમની આગમવિષયક ધારણુઓ સર્વાધિક પ્રામાણિક અને અનેકાન્ત–દષ્ટિકોણથી અવ્યાધિત છે. આગમવિષયક જટિલ પ્રશ્નોનું સમાધાન કરવાની તેમનામાં અભુત ક્ષમતા છે. આ કારણે જ સાધ્વીજી મહારાજના વ્યાખ્યાનાદિ વિષયમાં તેમની દૃષ્ટિ સ્પષ્ટ છે. તેમના સમુદાયના આચાર્ય પણ સાધી સંસ્થાને તૈયાર કરવા વ–પર સમુદાયના સાધ્વીજી મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy