________________
અભિવાદન
[૨૩
ઉપર તરી આવે છે. એમણે તેા સાચે જ જ્ઞાનની પરબ માંડી છે અને સાંપ્રદાયિકતા વિના, કોઈ પણ જાતના ભેદભાવ વિના, એનુ પાણી એએ સૌને પાયે જાય છે.
આવા જ્ઞાનયેાગી આગમપ્રભાકર મુનિ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજને દીર્ધકાલીન ૬૦ વર્ષાંતે। દીક્ષા પર્યાય થયા તે આપણા માટે અનેરી આનંદપ્રદ વાત છે. આ અવસરે દીક્ષાષષ્ટિપૂર્તિ ઉત્સવ ઊજવવા તે વાસ્તવમાં જ્ઞાન અને ચારિત્રની ભક્તિના અપૂર્વ લાભ વડેાદરા શ્રીસ'ધે લીધા છે. આ શુભાવસરે પરમાત્મા પાસે એ જ પ્રાર્થના છે કે પૂજ્ય મહારાજશ્રી આરેાગ્યપૂર્વક ચિરકાલ આગમ-સાહિત્યની સેવાનું કાર્ય કરતા રહે ! તે કાર્યમાં તેને પ્રભુ પૂર્ણતયા સફળતા આપે! એ શુભેચ્છા સાથે વદન હેા આપણા એ જ્ઞાનયેાગીને
ઉદારચેતા પૂજ્ય આગમપ્રભાકરજી
પૂ. સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી
સત્તાવીસ વર્ષ પૂર્વે વિહાર કરતાં કરતાં મારા પૂ. માતા-ગુરુદેવ આદિની સાથે યાત્રા નિમિત્તે પાટણ જવાનું થયું. ત્યાં દીસંયમી, જ્ઞાનેાપાસનારત અને પ્રતિભાસંપન્ન આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજય મહારાજ સાહેબની વિદ્વત્તાનાં ગુણગાન સાંભળીને દર્શન કરવાની અભિલાષા જાગી. સાથે સાથે કંઈક કાચ પણ થવા લાગ્યા કે આવા મહાવિદ્વાન વ્યક્તિ ખીન્ન સમુદાયની વ્યક્તિની સાથે મન મૂકીને વાત કરશે કે કેમ ? પરંતુ પ્રથમ દર્શને જ વિદ્વત્તાની સાથે તેઓની નિરભિમાન વૃત્તિ, નિખાલસતા અને ઉદારતાદિ સદ્ગુણાને અનુભવ થયા. આથી જ ખાલ, યુવા, વૃદ્ધ અને વિદ્વાન કોઈ પણ વ્યક્તિને તેમનું સાંનિધ્ય પ્રેરણાદાયક અને આનંદપ્રદ બને છે.
66
પચીસ વર્ષ પૂર્વે પાટણનિવાસી શ્રેષ્ઠી લલ્લુભાઈ ગેાપાળદાસની પુત્રી સુશ્રી મ`ગુબહેનને સોંયમ ગ્રહણ કરવાની અભિલાષા જાગી શ્રી. મંગુબહેનનું કુટુંબ જ્ઞાનાર્જન અને વ્યાખ્યાનાદિ માટે સાગરના ઉપાધ્યેય જતું, તેથી તે સમુદાયનાં સાધુ-સાધ્વીજી મહારાજોની સાથે એમને વિશેષ પરિચય હાય તે સ્વાભાવિક છે. બીજા સમુદાયનાં સાધ્વીજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના જાગ્રત થતાં જ એક વિસંવાદ જાગ્યા. કેટલીક વ્યક્તિની ઇચ્છા હતી કે શ્રી મોંગુબહેને ખીજા સમુદાયમાં દીક્ષા ન લેવી જોઈ એ. તેઓએ પેાતાની અંતર-વ્યથા પૂ. પુણ્યવિજય મહારાજ સાહેબને કહી સભળાવી : “ ગુરુદેવ! આ સમુદાયમાં અનિશ જ્ઞાનાદિ આરાધના કરનાર દીક્ષાથી બહેન અન્યત્ર દીક્ષા લે તે તે કયાં સુધી ઉચિત છે? જો આપશ્રીને દીક્ષા આપવાનું કહે તો આપ ના પાડજો. બીજા સમુદાયમાં દીક્ષા લેવાથી તે એ આપનાં દર્શન માટે પણ નહિ આવી શકે.” શ્રી આગમપ્રભાકરએ તે વ્યક્તિને પ્રત્યુત્તર આપ્યા કે, “હું જ્ઞાનાદિ આરાધનાને માનું છું, સંપ્રદાયતાને માનતા નથી. જ્ઞાનાદિ ઉપાસના માટે સ્વ-કલ્યાણકારી ગમે તે સમુદાયમાં દીક્ષિત થાય અને વંદના આવે કે નહિ તેમાં મને શું વાંધા હાઈ શકે ? દીક્ષાભિલાષી યાગ્ય વ્યક્તિને તે સમુદાયના આચાર્યના કથનાનુસાર દીક્ષા આપવી તે પ્રત્યેક સાધુનું કવ્યુ છે. ''
પૂજ્ય આગમપ્રભાકરજીના આવા સ્વાભાવિક અને નિખાલસ પ્રત્યુત્તર તેમની અન્તઃ ઉદારતાને અપૂર્વ પરિચાયક છે. આ જાતની નિખાલસતા સત્ર દુર્લોભ હોય છે.
અનેક વિદ્વાના, પંડિત, રિસ સ્કાલરા આદિ તેમની વિદ્વત્તાને લાભ લેવા અવારનવાર આવતા હાય છે. પણ મેં એવાં સાધુ-સાધ્વીજી મહારાજને પણ તેમનાં દના આવતાં જોયાં છે, જે તેમના સંપ્રદાયગત ન હોય, છતાં પણ આવનાર કોઈ પણ વ્યક્તિને આવશ્યક પુસ્તકો તથા આત્મીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org