SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [ ૨પ રાજેને પોતાની સમક્ષ વ્યાખ્યાનાદિ કરાવવામાં સ્વ-હીનતાની લાગણીનો કદાપિ અનુભવ કરતા નથી, કિન્તુ ભગવાનના શાસનના ચાર સંધ પૈકી આ પણ માતારૂપ મહત્ત્વપૂર્ણ સંઘ છે તેમ માને છે, તેના ઉત્કર્ષમાં જ બધાને ઉત્કર્ષ અનુભવે છે. પૂજ્યશ્રીના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિના પાવન પ્રસંગે સાધ્વીજી પાયશાશ્રીજી આદિ સમુદાય સહ, હું શ્રદ્ધા-ભક્તિના અક્ષત સમર્પિત કરીને પૂજ્યશ્રીને વંદન કરું છું અને આ ધર્મોત્સવ ઊજવવા બદલ વડોદરાના શ્રીસંઘને ધન્યવાદ આપું છું. આગના ખજાનચી પૂ. સાધ્વીજી શ્રી કારશ્રીજી - સંતો અને મહાપુરુષોનાં ક્ષર અને અક્ષર બંને જીવનચરિત્રો આધુનિક ભૌતિકવાદમાં ફસાયેલા સંસારી મનુભ્યો માટે દીવાદાંડી સમાન છે. મહાન વિભૂતિઓનાં કાર્યો અને વચનોમાંથી સરળ જીવન અને ઉચ્ચ ચિંતન માટેની પ્રબળ પ્રેરણા અનાયાસે મળતી હોય છે. જેનશાસનના પ્રભાવક, વિચક્ષણ, ધુરંધર આગમજ્ઞાતા, સૌજન્યમૂર્તિ, પ્રકાંડ વિદ્વાન અને સંશોધક પૂજ્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજના પવિત્ર કમલ જેવા જીવનની સુવાસને શબ્દોમાં વર્ણવવી એ દુષ્કર કાર્ય છે.' આગમપ્રભાકર પૂ. મહારાજશ્રીને જન્મ આજથી ૭૪ વર્ષ પહેલાં પવિત્ર એવા કપડવંજમાં લાભપાંચમના દિવસે થયો હતો. શ્રી ડાહ્યાભાઈ અને શ્રીમતી માણેકબહેનનું દાંપત્ય, જ્ઞાનપંચમીએ જ્ઞાનદીવડો પ્રકાશિત થવાથી ધન્ય બની ગયું. સવિવેકી માતાપિતાએ બાલપણમાં જ અણમોલ મોતીને પરખી લીધું. સગુણ અને સંસ્કારના સિંચનને અનુકૂળ આવે એવું શિક્ષણ અને વાતાવરણ તેમણે આપ્યું. ચૌદ વર્ષનું તેજસ્વી રત્ન જ્યાં ઝબકારા મારવા લાગ્યું ત્યાં વત્સલ માતાએ હૃદયની ઉદારતા દાખવી અને પોતે પાપીને ઉછેરેલા, કલિમાંથી પુષરૂપે પ્રકટાવેલા પનોતા પુત્રને જૈનશાસનના ચરણે અર્થ તરીકે અર્પણ કર્યો. ધન્ય છે એ માતાને. એક કેમ કે કુટુંબના મટી તેઓ સમસ્ત સમાજના બની ગયા. પૂજ્ય મહારાજશ્રીએ કિશોર અને યૌવનકાળનો ઉપયોગ ધર્મશિક્ષામાં કર્યો. તેમના ગુરુજનું નામ પૂ. ચતુરવિજયજી હતું. તેમણે છાણીમાં દીક્ષા-શિક્ષા ગ્રહણ કરી હતી પૂ. મહારાજશ્રી દીક્ષા સ્વીકાર કર્યા બાદ કેટલેક વખત પાટણમાં રહ્યા અને પૂજ્ય દાદાની સેવામાં પરાયણ થવા ઉપરાંત જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યા. સ્વભાવે સરળ અને નિખાલસ હોવાથી તેઓ અભ્યાસકાળે પણ સૌનાં મન જીતી લેતા. તેઓશ્રીનું અનુભવજ્ઞાન અલૌકિક અને આશ્ચર્યકારક છે. સંશોધનત્તિ તથા તન-મનની એકાગ્ર વૃત્તિથી તેમણે પોતાનું જીવન આગમોમાં ગૂંથી દીધું. આગમ એમના શ્વાસોચ્છવાસમાં રમી રહ્યા. આગમોના અધ્યયન અને સંશોધન માટે તેમણે જીવનની એકેએક ક્ષણ ખરચી છે. જાણે જૈન ધર્મના આગમોને ખજાનો સાચવનાર ખજાનચી ન હોય! તે માટે તેમનાં ધૃતિ, ખંત અને તપ ખરેખર પ્રશંસનીય છે. તેમની વિદ્વત્તા અને તેમના ચારિત્ર્યથી આકર્ષાઈ અનેક વિદેશી વિદ્વાનો તેમની પાસે આવતા ત્યારે અંગ્રેજીના જ્ઞાનના અભાવે તેમને ઘણી મુશ્કેલી પડતી, તેથી તેમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી પૂરતું અંગ્રેજી ન આવડી જાય ત્યાં સુધી દૂધ ગ્રહણ ન કરવું. અને બે વર્ષમાં તો તેમણે એ સંકલ્પ સિદ્ધ કર્યો. જ્ઞા. અ. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy