SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] જ્ઞાનાંજલિ પાસે જેટલી માહિતી છે તેટલી ભાગ્યે જ ખીજા કેઈ વિદ્વાન પાસે હશે. એ માત્ર વિદ્વાન નથી પણ જગમ જ્ઞાનકોશ છે. હસ્તલિખિત ગ્રંથે। અને લિપિ આદિ સંબંધી સૂક્ષ્મતર અનુભવાને એમના પાસે જે ખજાને છે તેની આપણને પૂરી કલ્પના પણ આવી શકે તેમ નથી. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથાના કેન્દ્ર સમાન પાટણ, જેસલમેર, અમદાવાદ, લીંબડી આદિ અનેક સ્થળેાના જ્ઞાનભંડારાના એમણે જે દ્વાર કર્યાં છે તે એમનું શકવર્તી ભગીરથ પુણ્યકાર્ય માત્ર જૈન સંધના ઇતિહાસમાં નહિ, પણ ભારતના ઇતિહાસમાં પણ સુવર્ણાક્ષરે તેોંધાયેલુ રહેશે. એમની અવસ્થા ૭૫ આસપાસ હશે. છતાં કાય કરવાને તેમને ઉત્સાહ જોતાં તેમનું માનસ યૌવનથી ભરપૂર છે. આ 'મરે તેમણે વિશાળ આગમસાહિત્યનું ભગીરથ સંપાદનકાર્યાં ઉપાડયું છે. આગમના વિશાળ સમુદ્રમાં તુલનાત્મક, ઐતિહાસિક તેમ જ શુદ્ધિની દષ્ટિએ એમનું જે તલસ્પર્શી અવગાહન છે તેમ જ તેમની પાસે જે વિવિધ દુભ હસ્તલિખિત સામગ્રી છે તે જોતાં જો તેઓશ્રીના હાથે આગમસાહિત્ય પ્રકાશિત થાય તેાં ખૂબ જ સુંદર બને એ સ્વાભાવિક છે. આપણે શાસનદેવને પ્રાર્થના કરીએ કે અરિહંતભાષિત પવિત્ર શ્રુતજ્ઞાનની પરમ ઉપાસના માટે એમને ખૂબ ખૂબ દીર્ઘાયુ અને નીરોગી જીવન પ્રાપ્ત થાય. ૪૫ આગમાનું તેમ જ બીજા પણ ધર્માંત્ર ચૈાનું તેમના હાથે સાંગેાપાંગ સુંદર પ્રકાશન થાય અને તેમની શ્રુતજ્ઞાનઉપાસનાથી વર્તમાનકાલીન તેમ જ ભવિષ્યકાલીન જૈન સ'ધ ખૂબ ગૌરવંતા અને સમુદ્ધ અને એ અભિલાષા. આગમપ્રભાકર પૂ. પંન્યાસ શ્રી મણિકવિજયજી આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજના એક નિકટતમ અ ંતેવાસી અને શિષ્ય તરીકે મારુ ચિત્ત અનેક ભાવે। અને સ્મરણોથી ઊભરાઈ જાય છે. કેટલું લખું અને કેવી રીતે લખું ? હૃદયમાં છે એ સર્વ આ કલમમાંથી કેવી રીતે ઊતરે? એ માટે તેા એક પુસ્તક લખવું જોઈ એ, પણ તૈય સ ંતાષકારક લખાય કે કેમ ? વળી શારીરિક પ્રકૃતિ કોઈ પ્રકારના લેખનરૂપ પ્રયત્નમાંય પ્રત્યવાય નાખે છે. આથી હું તેા મહારાજ શ્રીના વ્યક્તિત્વના આગમપ્રભાકર-અંગને જ બહુ સંક્ષેપમાં માનાંજલિ અણુ કરીશ. મૂલ આગમે! ઉપરની ટીકાઓને મહાન ઉપક્રમ નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ પાટણમાં કર્યા હતા. અભયદેવસૂરિની ટીકા ન હેાત તે। આગમેના અર્થા કરવાનું બહુ કઠિન બન્યુ હેત. ત્યાર પછી આશરે નવ સે। વર્ષ બાદ શ્રી સાગરાન’દસૂરિજીએ પાટણમાંથી આગમવાચનાનું કામ આર્જ્યું અને આગમેાનું કડીબદ્ધુ પ્રકાશન કર્યું.... શ્રી સાગરાનંદસૂરિજી તેમ જ શ્રી પુણ્યવિજયજી 'તેની જન્મભૂમિ કપડવંજ. પાટણ એ આગમ-અધ્યયનની કર્મભૂમિ છે. શ્રી પુણ્યવિજયજી મહારાજે એ જ નગરમાં શ્રી જિનાગમપ્રકાશિની શંસદની સ્થાપના કરી અને આગમ-પ્રકાશનનું ભગીરથકા ત્યાંથી આરભાયુ અને તેને વિવિધ વ્યક્તિએ અને સંસ્થાઓને સહકાર સાંપડયો. શ્રી અભયદેવસૂરિને કાલધમ કપડવંજમાં થયા. શ્રી પુણ્યવિજયજીને જન્મ કપડવંજમાં થયે અને તે પણ જ્ઞાનપાંચમીના દિવસે. આ બધુ શું આકસ્મિક જ હશે ? ના. ઇતિહાસના કાર્યકારણુભાવ આપણે પૂરા સમજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy