SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [૧૭ સ્નેહી ભાઈશ્રી ભોગીભાઈ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિ પ્રસંગે એક ધર્મોત્સવ ઊજવવાનું નકકી કર્યું છે તે જાણ્યું. મહારાજશ્રીએ પ્રાચીન સાહિત્ય અને ખાસ કરીને હસ્તલિખિત ગ્ર વિશે જે અદભુત કામ કર્યું છે તેના માટે આપણે સૌ એમને અંજલિ આપીએ તે યોગ્ય જ છે. એકનિષ્ઠાથી દેવી સરસ્વતીની ઉપાસના આટલા લાંબા સમય સુધી એમણે કરી છે તે પ્રસંગે આપણે એમને અભિનંદન આપીએ. રાજકોટ–૧. ડોલરભાઈ માંકડ તા. ૧૩-૧૧-૧૯૬૮. કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. વિદ્દર્ય મુનિરાજશ્રી - પૂ. મુનિ શ્રી અંબૂવિજયજી ॥श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ વિદર્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ ભારતીય વિદ્વાનોમાં વિશિષ્ટ કોટિનું સ્થાન ધરાવે છે. મારા અનંત ઉપકારી પૂજ્યપાદ ગુરુ દેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજાની પ્રેરણા અને કૃપાથી આજથી ૨૪ વર્ષ પૂર્વે મારે એમના સંપર્કમાં આવવાનું થયું ત્યારથી આજ સુધીના એમની સાથેના સંબંધમાં એમના જીવનનાં વિવિધ પાસ એ અનુભવવાનો મને યોગ પ્રાપ્ત થયે છે. જૈન આગમશાસ્ત્રો, ધર્મશાસ્ત્રો, વ્યાકરણ, સાહિત્ય આદિ વિવિધ વિષયના તેઓ પ્રકાંડ અને વ્યાપક વિદ્વાન છે. તે ઉપરાંત અતિ મહત્ત્વનું એમનું સંશોધનકાર્ય છે. એમની સંશોધનશૈલી અતિ ગંભીર તેમ જ તુલનાત્મક છે. સાહિત્યસંશોધનના સમુદ્રમાં એ સદા ભગ્ન હોય છે. એમણે જે સંશોધન-સંપાદનશૈલી વિકસાવી છે તે અનેક દષ્ટિએ ઉચ્ચ કોટિની છે. એમની સંપાદનશૈલીને આધારે અધ્યયન, સંશોધન અને સંપાદનમાં પરિશ્રમ કરનાર છેડા પ્રયત્ન ઘણી જ સફળતા મેળવે છે. આ એમના પાંડિત્યની વાત થઈ. એમની સ્વભાવગત ઉદારતા જોઈએ ત્યારે આપણને એ મહામાનવ જ લાગે. કઈ પણ વસ્તુના પ્રદાનમાં એ અતિ ઉદારચેતા છે. અનેક વર્ષોના ઘણા જ પરિશ્રમને અંતે તૈયાર કરેલી સાધનસામગ્રી અને સંશોધનો કોઈ પણ જાતના સંકોચ કે ભેદભાવ વિના એ ગ્યપાત્રને ક્ષણવારમાં આપી દે છે. કોઈ પણ વ્યક્તિને માટે એમનાં દ્વાર સદાયે ખુલ્લાં હોય છે. સંશાધકને તેમ જ અભ્યાસીઓને સહાય કરવા એ સદાયે તત્પર હોય છે. નાના-મોટાનો કે સ્વપર ભેદ એમના પાસે જનારને બાધક થતો નથી. વિચારોની બાબતમાં અબદ્ધ, અનાગ્રહી અને સમાધાનપ્રિય છે. એમનું સમગ્ર જીવન એક પ્રકારના જ્ઞાનયજ્ઞરૂપ છે. અને સાહિત્ય-સંશોધકોને માટે એમનું સ્થાન સદાયે આશ્વાસનરૂપ છે. જૈન મુનિઓએ આજ સુધી વિપુલ પ્રમાણમાં ગ્રંથરચના કરી છે તેમ જ જૈન-જૈનેતર ગ્રંથોને સંગ્રહ પણ મોટા પ્રમાણમાં કર્યો છે. આવા હજારો ગ્રંથ ભારતનાં ભિન્ન ભિન્ન સ્થળોના જૈન-જ્ઞાન ભંડાર આદિમાં અસ્તવ્યસ્તરૂપે વિદ્યમાન છે. તેમાંના પાટણું, જેસલમેર, લીંબડી, વડેદરા આદિ સ્થળોમાં એ ગ્રંથને વ્યવસ્થિત કરીને સુંદરમાં સુંદર રીતે સુરક્ષિત હાલતમાં મૂકવાનું અત્યંત મહત્ત્વનું પુણ્યકાર્ય જે એમના હાથે થયું છે તે અજોડ છે. કયા કયા જૈન જ્ઞાનભંડારેમાં કયા કયા ગ્રંથો છે, કેવા કેવા પ્રાચીન છે, એમાં મહત્ત્વની કહી શકાય તેવી કઈ કઈ વિશિષ્ટતા છે, આ બધી બાબતોની એમના જ્ઞા. અ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy