________________
અભિવાદન
[ ૧૯ કે સમજાવી શકતા નથી, તેથી તે નહિ જ હોય એમ શી રીતે મનાય ? એટલું તો ચોક્કસ લાગે છે કે મહાન આમિક આચાર્યોને યુગે યુગે પ્રગટ થતા જ્ઞાન-પુરુષાર્થ આપણું સમયમાં આગમપ્રભાકરના વ્યક્તિત્વમાં સુરેખ અભિવ્યક્તિ પામે છે.
મારા અનુભવેલા આગમપ્રભાકર
પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી સંસારી અવસ્થામાં, સં. ૧૯૮૪ના જેઠ સુદમાં હું પાટણ ગયે હતો. પૂ. પુણ્યવિજયજી મહારાજનાં દર્શન પ્રથમ વાર થયાં હતાં એવું મરણ છે. જેઠ વદમાં મારી દીક્ષા કપડવંજમાં મુનિ રાજશ્રી ઉત્તમવિજયજી પાસે થઈતે પછી, સં. ૧૯૮૫માં વિહાર કરીને વડી દીક્ષા માટે વડીલ ગુરુવર્યોની સાથે હું પાટણ ગયો ત્યારે મારા ગુરુ શ્રી ઉત્તમવિજયજી મહારાજ ગોધરાથી ચોમાસું કરીને મહેસાણુ પધાર્યા હતા. મારી વડી દીક્ષા વખતે તેઓશ્રીનો પત્ર પૂ. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ ઉપર આવ્યો કે “ સુભદ્રવિજયજીને શ્રી નેમવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા અપાવો.” પૂ. પુણ્યવિજ્યજી મહારાજ, જેઓ એ વખતે યુવાવસ્થામાં હતા તેમણે પણ આ સૂચનને અનુમોદન આપ્યું અને નામ ચંદનવિજય રાખી અને શ્રી નેમવિજયજી મહારાજનો શિષ્ય બનાવડાવ્યું.
આ ભાગ્યવાને મને અને મારા ગુરુજીને અનેક ધાર્મિક અને વિદ્યાકીય પ્રસંગોએ દીર્ધ દૃષ્ટિ પૂર્વક મૂલ્યવાન સહાય કરેલી છે. મારી અને શ્રી રમણિકવિજયજીની પંન્યાસ પદવી કેટલાંક વર્ષ પહેલાં વડોદરામાં એકસાથે થઈ તે સમયે ઊઠે ચોમાસે લાંબા વિહાર કરી તેઓ પધાર્યા હતા, એ પ્રસંગે વડોદરાના સંઘે તેઓને “આગમપ્રભાકર 'ની પદવી ભક્તિપૂર્વક આપી હતી, જેને સમસ્ત જૈન સમાજે અને ભારતીય વિદ્વાનસમૂહે હાર્દિક અનુમોદન આપ્યું છે.
શ્રી આગમપ્રભાકરજી જ્ઞાન-ધ્યાનમાં, ભણવા-ભણાવવામાં અપ્રમત્ત રહેનાર અને પરોપકાર માટે સદા પ્રયત્ન કરનાર છે એ મેં પ્રત્યક્ષ જોયું અને અનુભવ્યું છે. કેઈ સાધુ-સાબી બિમાર હોય કે તેમને કઈ વસ્તુનો ખપ હોય ત્યારે તેમની જરૂરિયાતો કોઈ શ્રાવકને ઉપદેશ આપી તેઓ પૂરી કરે છે. એમનાં વ્યાખ્યાને હંમેશાં તત્ત્વશીલ હોય છે. સાધુ-સાધ્વીને કે શિષ્યોને ભણાવે ત્યારે ખૂબ ઝીણવટથી, દાખલા-દલીલે સાથે સમજાવીને ઝીણવટથી તેઓ વાચના આપે છે. અને પ્રાચીન ગ્રન્થોના સંશોધનનું તેમનું કામ તો સતત ચાલુ જ હોય છે. આટલી પાકટ વયે પણ કામને થાક જેવી વસ્તુ એમનામાં દેખાતી નથી. તેમણે વડીલ ગુરુ અને દાદાગુરુ પાસેથી જે વારસો લીધો છે એને ખૂબ વધાર્યો અને વિકસાવ્યો છે. આવા સતત કાર્યશીલ થોડાક જ મુનિવરે સમાજમાં જોવા મળે
मुनि श्री पुण्यविजयजी : ओक ज्योतिर्मय व्यक्तित्व
पू. उपाध्याय श्री अमरमुनिजी, आगरा श्रमण भगवान महावीरने मानवके आन्तरिक व्यक्तित्वका विश्लेषण करते हुए श्रेष्ठ , afસ્વા સક્ષણ વતાયા હૈ: “કુર્ણ ”
एक ही व्यक्तित्वमें श्रुत और शीलका समन्वय, प्रज्ञा, श्रद्धा और कर्मनिष्ठाका सम्मिलन दुर्लभ है, अति दुर्लभ है। इस दुर्लभताको सुलभ करने वाला व्यक्तित्व वस्तुतः श्रेष्ठ एवं विलक्षण है, मिट्टीके धरातल परका ज्योतिर्मय रत्न है ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org