SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨] જ્ઞાનાંજલિ પુરાતન કીમતી પુસ્તકોને ઉધેઈથી ખવાઈ જવાને કારણે, જીર્ણ થવાને લીધે, પાણીથી ભીંજાઈને ચોંટી જવાને અથવા બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હોવાને લીધે, ઊથલપાથલના સમયમાં એકબીજાં પુસ્તકનાં પાનાંઓ ખીચડારૂપ થઈ અવ્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કોઈ પણ કારણે વહેતી નદીઓમાં, દરિયામાં અથવા જૂના કૂવાઓમાં પધરાવીને નાશ કર્યાની ઘણુ થોડાએને ખબર હશે. આ પ્રમાણે ફેંકી દેવાયેલ સંગ્રહમાં સેંકડો અલભ્ય–દુર્લભ મહત્ત્વના ગ્રંથો કાળના મુખમાં જઈ પડ્યા છે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલ અનેક સ્થળના કચરારૂપ મનાતાં પાનાંઓના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવગે કેટલાયે અમૃતપૂર્વ તેમ જ લભ્ય પણું મહત્વના સેંકડો ગ્રંથ શોધી કાઢયા છે અને હજુ પણ શોધી કાઢે છે. આ ઠેકાણે આ વાત લખવાનો હેતુ એટલો જ છે કે જેઓ આ વાત વાંચે તેઓની નજરે ક્યારેય પણ તેવો અવ્યવસ્થિત પ્રાચીન પાનાંઓનો સંગ્રહ જોવામાં આવે તો તેઓ તેને કોઈ પણ વિજ્ઞ મુનિ અગર ગૃહસ્થ પાસે લઈ જાય અને તેમ કરી નષ્ટ થતા કીમતી ગ્રંથને જીવિત રાખવાના પુણ્ય અથવા ચશના ભાગી થાય. અત્યારે આપણા જમાનામાં જૈન મુનિવર્ગ તથા જૈન સંઘના સ્વત્વ નીચે વર્તમાન જે મહાન જ્ઞાનભંડાર છે, તે બધાય ઉપરોક્ત જ્ઞાનભંડારોના અવશેષોથી જ બનેલા છે. અને એ જ્ઞાનભંડારોની પુરાતત્વજ્ઞાની દૃષ્ટિમાં જે દર્શનીયતા કે બહુમૂલ્યતા છે, તે પણ એ અવશેષોને જ આભારી છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. આ અવશેષોને આપણે અનેક વિભાગમાં વહેંચી શકીએ; જેમ કે સમર્થ જ્ઞાત કે અજ્ઞાત આચાર્ય કૃત અલભ્ય દુર્લભ્ય ગ્રંથો તથા તેમના જ સુધારેલ સૂત્ર, ભાગ, ચૂર્ણ, ટીકા આદિ ગ્રંથો; માન્ય ટીકા, ચરિત્ર, પ્રકરણ આદિ ગ્રંથોની તેના કર્તાને હાથે લખાયેલ પ્રતો અથવા તેના પ્રથમદર્શી અર્થાત ગ્રંથ રચાયા પછી વિશ્વસ્ત વિદ્વાન વ્યક્તિએ લખેલ પહેલી નકલ આચાર્યાદિ મહાપુરુષના હસ્તાક્ષર; પાચીન માન્ય ગ્રંથોના પુરાતન આદર્શો-નકલે; માન્ય રાજા, મંત્રી ગૃહરથ આદિએ લખાવેલ પ્રતિઓ; સચિત્ર પુસ્તક; કેવળ ચિત્રો સ્વર્ણાક્ષરી-ચાક્ષરી પુસ્તકો ઇત્યાદિ. સાધારણ ખ્યાલમાં આવવા માટે જ આ વિભાગની કલ્પના છે. જ્ઞાનભંડારોનું રક્ષણ આ સ્થાને રક્ષણના બે વિભાગ પાડીશું : એક તો રાજદ્વારી આદિ કારણોને અંગે થતી ઊથલપાથલના જમાનામાં આવેશમાં આવી વિપક્ષી કે વિધમી પ્રજા દ્વારા નાશ કરાતા જ્ઞાનભંડારેનું રક્ષણ અને બીજો શરદી આદિથી નાશ થતા જ્ઞાનભંડારોનું રક્ષણ. . પ્રથમ વિભાગમાં મહારાજા અજયપાળની મહારાજા કુમારપાળદેવ પ્રત્યેની દૈષવૃત્તિ તથા મોગલોની તેમના હુમલા સમયની સ્વધર્માધતા જેવા પ્રસંગે સમાય છે. આવા પ્રસંગોમાં વિપક્ષીઓ કે વિધર્મી ઓ સામા થાય ત્યારે તેમના સામે થઈ જ્ઞાનભંડારોને સ્થાનાંતર કરવા માટે અથવા બચાવવા ભાટે દૂરદર્શિતા તેમ જ પરાક્રમ જ કામ આવે છે. અજયપાળે કુમારપાળ પ્રત્યેના વૈરને કારણે તેમનાં કરેલ કાર્યોને નાશ કરવા માંડ્યું, ત્યારે મંત્રી વાભેટે અજયપાળ સામે થઈ જૈન સંઘને ત્યાં વિદ્યમાન પુસ્તક ભંડાર આદિ ખસેડવા માટે ત્વરા કરાવી. જૈન સંઘે પણ સમયસૂચકતા વાપરી ત્યાં વિદ્યમાન જ્ઞાનભંડાર આદિને ગુપ્ત સ્થાનમાં રવાના કરી દીધા, અને મહામાત્ય વાભટ તથા તેના નિમકહલાલ સુભટો પોતાના દેહનું બલિદાન આપી યમરાજના અતિથિ બન્યા. જૈન સંઘે આ ભંડારે તે સમયે ક્યાં સંતાડ્યાં ? પાછળથી તેની કોઈએ સંભાળ લીધી કે નહિ?—આદિ કશું જ કઈ જાણતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy