SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શાનાંજલિ વસંત, હોરી, ધમાલ=ધમાર, ચર્ચરી, નવસ, રાગમાળા, બારમાસા. ૪. ચિત્યવંદન, સ્તવન, સ્તોત્ર, સ્તુતિ-યુઈય, વીસી, વીસી, વિજ્ઞપ્તિકા-વિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ, પૂજા, દેવવંદન, આરતી-મંગળદીવો. ૫. સજઝાય, ઢાળ, ઢાળિયાં, ઢાળિયાં, ઢાળિયાં, બાઢાળિયાં, ચારભાલ, ચોક, બાર ભાવના. ૬. પદ, કવિત, સવૈયા, છપ્પ-છપા, કુંડળિયા, એકવીસા, દેહા-દુહા-દોધક-દુગ્ધઘટ. આમાંનાં મધ્યકાલીન પદ્ય સ્વરૂપોનું નિરૂપણ ડો. મંજુલાલ ૨. મજમુદારે “ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્ય વિભાગ)' તથા ડે. ચંદ્રકાંત મહેતાએ “મધ્યકાળના સાહિત્યપ્રકારો' એ નામના ગ્રંથમાં કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ ઉપર અનુવાદરૂપે જે ગદ્ય સાહિત્ય રચાયું છે, તેને એના પ્રકારો મુજબ સ્તબક-તિબુક, બે, બાલાવબોધ, બોધ, વરિંક, વચનિકા, અવચૂરી આદિ નામોથી ઓળખવામાં આવે છે. ઉપર ગુજરાતી આદિ ભાષાના સાહિત્યની વિવિધતાને નિર્દેશ કર્યા પછી સાથે સાથે આપણું જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાને જે ગ્રંથરાશિ છે, તે ઉપરની વ્યાખ્યાઓનાં જે ભિન્ન ભિન્ન નામો અને સંકેતો છે તે પણ જાણવા જેવાં છે :–૧. નિર્યુકિત, ભાગ, મહાભાષ્ય-બૃહદ્ભાષ્ય, સંગ્રહણી. ૨. ચૂર્ણિવિશેષચૂર્ણિ. ૩, વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, વિવરણુ, વિકૃતિ, લઘુત્તિ, બૃહદ્વૃત્તિ, ન્યાસ, દુટિકા. ૪. દીપક, દીપિકા, પ્રદીપિકા, પંજિકા, અવચેરી-અવચૂર્ણિ. ૫. ટિપનક, વિષમ પદપર્યાય, દુર્ગાદપ્રબોધ, દુર્ગપવિવૃતિ, પદ-ભંજિકા. ૬. ટિપ્પણી, પર્યાય. ૭. બીજક. આ વિવિધ વ્યાખ્યાઓ જેના ઉપર રચાયેલી છે તેને મૂળસૂત્ર, મૂલગ્રંથ આદિ નામથી ઓળખવામાં આવે છે. આ પછી લેખનની પદ્ધતિને લઈ આપણી હાથપોથીઓને અંગે જે સંકેતો છે, તેમ જ એની સાથે સંબંધ ધરાવતાં લેખન આદિ સાધનોનાં ઘણાં નામો, સંકેતો અને શબ્દો છે, જે આપણું કઈ કેશમાં મોટે ભાગે નહિ મળે; જેવાં કેક, પંચપાઠ, ત્રિપાઠ, દિપાઠ, રિક્તલિપિચિત્ર, ચિત્રપૃષ્ટિકા, દૂડી, હાંસિયા, ચોઅંક, મોરપગલું કે હંસપગલું, ગ્રંથાગ્રંથ, પ્રતિ, આદર્શ, પાઠભેદ-પાઠાન્તરવાચનાન્તર, ઓળિઉં-ફાંટિઉં, કાઠાં-બરું, વતરણ, જુજવળ, પ્રકાર, કંબિકા, આંકણી, ગ્રંથિ, પાટી, પાઠાં, ચાબરચંગીચાબખીચંગી, ઝલમલ, વટામણ–રૂમાલ, કમિદાન, સાપડ–ચાપડો ઈત્યાદિ. અહીં જે વિવિધ નામ આપવામાં આવ્યાં છે, તેના અર્થો કે વિસ્તૃત સમજ આપવાનું આ સ્થાન નથી. પરંતુ આ ઉપરથી એ ખ્યાલ આવશે કે આપણા વિશાળ જ્ઞાનભંડારનું અવલોકન કરનારે એને લગતી વિશિષ્ટ પરિભાષા અને સંકેતોનું ઊંડું જ્ઞાન મેળવવું જોઈએ; તે જ આપણું જ્ઞાનભંડારોની યાદીઓ, સૂચિઓ કે ટીપે, એનું અવગાહન અને પૃથકકરણ વ્યવસ્થિત બનશે. આપણી પ્રાચીન બ્રાહ્મી અથવા વર્તમાન દેવનાગરી, ગુજરાતી આદિ લિપિઓને વિકાસ કેમ થયે અને એમાંથી ક્રમે ક્રમે આજની આપણી લિપિઓનાં વિવિધ રૂપો કેમ સર્જાયાં—એ જાણવા માટે આ જ્ઞાનભંડારોમાંની જુદા જુદા પ્રદેશોના લેખકને હાથે સૈકાવાર જુદા જુદા મરોડ અને આકારપ્રકારમાં લખાયેલી પ્રતિઓ ઘણી જ ઉપયોગી છે. મેં જોયેલા પ્રાચીન જ્ઞાનભંડારોમાં મોટે ભાગે બારમા સૈકાના પ્રારંભથી લઈને આજ સુધીની સૈકાવાર અને દશકાવાર લખાયેલી હાથપ્રતો જ વિદ્યભાન છે. પરંતુ જેસલમેરના કિલ્લામાં રહેલા ખરતરગચ્છીય યુગપ્રધાન આચાર્ય શ્રી જિનભદ્રસૂરિના જ્ઞાનભંડારમાં બારમા સૈકાના પ્રારંભથી લખાયેલી પ્રતિઓ ઉપરાંત, લિપિના આકાર-પ્રકારને આધારે આપણે જેને પ્રાચીન માની શકીએ તેવી લિપિમાં લખાયેલી, આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિરોધaaહમણૂની તાડપત્રીય પ્રતિ છે. આ પ્રતિના અંતમાં લેખનનો કેઈ નિશ્ચિત સમય નથી, એમ છતાં એની લિપિ જોતાં એ પ્રતિ વિક્રમના દશમા સૈકા પછીની તે નથી જ નથી. પાટણ, ખંભાત, જેસલમેર આદિના ગ્રંથસંગ્રહોમાં રહેલી આ બધી પ્રાચીન-અર્વાચીન હસ્તપ્રતિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy