SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનભંડારાની સમૃદ્ધિ [ e એમ છતાં દિગબર જ્ઞાનભંડારામાં વિપુલ પ્રમાણમાં રહેલા દિગંબર આચાર્ય કૃત મહાકાય ગ્રંથાને આ કોશ માટે ઉપયેગ કરવા એ અતિ મહત્ત્વની વાત છે. બંગાળી લિપિમાં મુદ્રિત ‘વૌદ્દાનો યોહા જેવી બૌદ્ધ અને અન્ય ભારતીય વિદ્વાનેની જે કૃતિએ ઉપલબ્ધ હેાય તેને વીસરવી જોઈ એ નહિ. આ પછી આપણે આપણી ગુજરાતી કે રાજસ્થાની ભાષા આદિના કાશ તરફ આવીએ તે આપણા આ જ્ઞાનભડારામાં એ કોને લગતી ભરપૂર સામગ્રી પડેલી છે. અર્થાત આપ સૌ કલ્પી પણ ન શકે તેટલી મેાટી સખ્યામાં જૈન આગમ, કસાહિત્ય, ઔપદેશિક અને કથાપ્રથૈા, કાતત્ર -સિદ્ધહેમ-સારસ્વત આદિ જેવાં વ્યાકરણા, રઘુવંશ આદિ મહાકાવ્યો, વામટાજા, વિધમુલમંતન આદિ ગ્રંથા, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદ્યક, જ્યોતિષ, ગણિત આદિ અનેક વિષયના ગ્રંથા ઉપર વિક્રમની પંદરમી-સાળમી-સત્તરમી શતાબ્દીમાં રચાયેલા બાલાવ`ાધા અને સ્તબોની પ્રાચીન અને લગભગ એ જ સમયે લખાયેલી હસ્તપ્રતિ સેંકડાની સંખ્યામાં વિદ્યમાન છે, જે આપણા ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાના પ્રામાણિક કોશા તૈયાર કરવા માટે ઘણી ઉપયેગી છે. આ સામગ્રી કેટલા વિપુલ પ્રમાણમાં છે એને આપ સૌને ખ્યાલ આપવા માટે મારા આ ભાષણના અંતે પરિશિષ્ટરૂપે પાટણના જ્ઞાનભડારા અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર--અમદાવાદને ઉપર્હત કરેલા મારા વિશાળ જ્ઞાનસંગ્રહ આદિમાંથી તારવીને તૈયાર કરેલી એક યાદી આપવામાં આવી છે. આ યાદી જોવાથી આપ સૌના ખ્યાલમાં આવશે, કે આપણા પ્રાચીન સંગ્રહેામાં આપણી વિવિધ ભાષાએ ના કાશે। માટે કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે. આપણા પ્રાચીન ગુજરાતી કેશની દિશામાં આંશિક કાર્ય આપણા ઘણા ગુજરાતી વિદ્વાનેએ કર્યું છે. ડૉ. સાંડેસરાએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય તરફથી સંચાલિત પ્રાચીન ગૂર્જર ગ્રંથમાલામાં સંપાદિત કરેલા રાસ, ક્ાગુ, વર્ણકસમુચ્ચય આદિ ગ્રંથેામાં કેશકારને ઉપયોગી શબ્દકોશે! આપ્યા છે. છેલ્લા છેલ્લા એમણે વકસમુચ્ચયને બીજો ભાગ સંપાદિત કરી ઘણી સામગ્રી પૂરી પાડી છે. આ જ રીતે ભાઈ શ્રી. મધુસૂદન મેાદી, શ્રી. કે. કા. શાસ્ત્રી, શ્રી. કે. બી. વ્યાસ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, મુનિ શ્રી. અભયસાગરજી, ભાઈ શ્રી. રમણ લાલ શાહ, ડૅૉ. બિપિનચંદ્ર ઝવેરી આદિએ પણ આ દિશામાં પેાતાના હિસ્સા નોંધાવ્યા છે. સાથે સાથે અહીં એ પણ ઉમેરુ કે આપણા ગ્રંથસંગ્રહેામાં સંગૃહીત થયેલા ગ્રંથૈાના અંતમાં લખાયેલી ગ્રંથકાર અને ગ્રંથલેખકોની પ્રશસ્તિમેમાં તેમ જ જ્યોતિષ, ગણિત આદિ માં સંવત કે સખ્યા જણાવવા માટે શબ્દાં, અર્થાત્ ચંદ્ર એટલે એક, હસ્ત એટલે ખે, અગ્નિ એટલે ત્રણુ, ગેાસ્તન એટલે ચાર, બાણુ એટલે પાંચ આદિ શબ્દાંકા આપ્યા છે; એ શબ્દાંકાને કેશ થાય એ પણ અતિ જરૂરી છે. આજ સુધીમાં જોયેલા જ્ઞાનભંડારામાંની હાથપેાથીએ આદિ ઉપરથી આવે એક સંગ્રહ મે' કર્યા છે, જેને વ્યવસ્થિત કરી યથાસમય આપ સૌ સમક્ષ રજૂ કરવા ધારણા છે. આપણા જ્ઞાનભંડારામાં ગુજરાતી, રાજસ્થાની કે મિશ્રભાષાનું કવિતારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે, તેની વિવિધતા અને વિશેષતા જાણવા માટેના જે સ ંકેતેા છે, તે આપણે જાણવા જેવા અને નેધવા જેવા છે. સામાન્ય રીતે, આપણી લેાકભાષાની દૃષ્ટિએ આ કૃતિમાં આટલી બધી વિવિધતા હાવાના ખ્યાલ બહુ ઓછાને હશે. જૈન કવિએ આદિએ આ ક્ષેત્રમાં જે વિવિધતા આણી છે, તેનાં નામેાને નિર્દેશ માત્ર અહીં કરવામાં આવે છે—૧. સંધિ, રાસ, ચતુષ્પદી-ચઉપ-ચુપઇ-ચુપદીચાપ, પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા. ર. પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલા, સલાકે, હમચી-હમચડી, ડીસાણી, ગગ્લરનીસાણી, ચંદ્રાલાં, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બ્રહ્મગીતા, લુઆરી, વેલી, ગુહલી, હાલરડું, નિશાલગર, જમણિયાં-ભાનિયાં, હરિઆલી-હીઆલી, ગરબા. ૩. ફાગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy