SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં સમૃદ્ધ સાહિત્યનો ઉમેરો થાય. જેમ આજ સુધીમાં હિંદી ભાષામાં વિવિધ વિષયોનું ખેડાણું અને એને લગતો વિશાળ સાહિત્યરાશિ પ્રકાશ પામ્યો છે અને દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં પ્રસિદ્ધ થતો જાય છે, તે જ રીતે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે આપણે વિદ્યાનાં નવાં નવાં ક્ષેત્રોની ઉપાસના અને અધ્યયન કરવાં પડશે; એ સિવાય સમૃદ્ધ ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો બીજો એક પણ ઉપાય નથી. એક જમાનામાં પ્રભુત્વ ભગવતી, આજના રાજસ્થાનના પ્રદેશને આવરી લેતી ભાષાનું સ્થાન આજે હિંદી ભાષાએ લીધું છે તેનું કારણ એ જ છે, કે એ ભાષા આજના યુગનું વિશિષ્ટ સાહિત્ય સર્જી શકી નથી, એટલું જ નહિ, પણ આજની રાજસ્થાની પ્રજાએ પણ સાહિત્યિક ભાષા તરીકે હિંદીને અપનાવી લીધી છે; જ્યારે ગુજરાતી ભાષા આજે એવી કક્ષાએ છે, જેને આપણે પૂર્ણ અને સમૃદ્ધ ભાષા તરીકે ઓળખા–ઓળખાવી શકીએ. આ પરિસ્થિતિમાં આપણી ગુજરાતી ભાષાના વ્યક્તિત્વને સવિશેષ ખીલવવા માટે આપણે વિવિધ વિષયનું અધ્યયન કરવાપૂર્વક તેઓને મૌલિક રીતે આપણી ગુજરાતી ભાષામાં ઉતારવા જોઈએ અને ગુજરાતી ભાષા બોલતી પ્રજાએ આવા વિષમાં જીવંત રસ કેળવવો જોઈએ. આપ સૌના ધ્યાનમાં રહે કે આપણું જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાએનું જે જૈન-જૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે, તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશોને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. આપ સૌના ખ્યાલમાં આ માટે પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી -દિલ્હી” તરફથી પ્રસિદ્ધ થયેલ વિડગા નામનો ગ્રંથ, એનાં પરિશિષ્ટો અને પ્રસ્તાવના ભલામણ છે. આ ગ્રંથમાં પ્રાકત, સંરકત કોશાને સમૃદ્ધ બનાવવા માટેની ઘણી સામગ્રી છે. સંસ્કૃત પ્રાકત દેશના પુનનિર્માતાઓએ આ ગ્રંથ અને આવા દરેક ગ્રંથને, માત્ર એનાં પરિશિટ જોઈ સંતોષ ન માનતાં, સમગ્રભાવે જેવા જ પડશે. જૈન આગમગ્રંથે અને એના ઉપરના વ્યાખ્યારૂપ નિયુક્ત, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિ ગ્રંથોમાં ઉપર્યુક્ત સંસ્કૃત-પ્રાકૃત કોશોને લગતી સામગ્રી ઉપરાંત દેશી કોશકારોએ દેશી તરીકે નહિ સ્વીકારેલા અથવા એમની મર્યાદા બહાર હોઈ ઉપેક્ષિત ગણેલા સુવા=૧. વેજિત બેકી (ટઢીની હાજત), મુઘરિચારૂની ડગલી, કૃત્તિ =આડતિયા, દૈવરચ=ઢેખાળા, ક્ષેત્રઅં=ખેતી, વોઢિયા=વહેળા-વહળા, બોબડો, પુરાત=ગૂંદાનું ઝાડ, વાળા=પાનેતર, ચંદુ =ઍટયું, કળાસ્ત્રી અનાડી, ટાળવવા પોર્, વાસટય, મરવચ=ભરોસો આદિ જેવા સેંકડો દેશી શબ્દો વિદ્યમાન છે, જેનું પ્રાકત-દેશી કોશોની દષ્ટિએ મહત્ત્વ હોવા ઉપરાંત આ શબ્દોની, આપણી ભાષા, સંસ્કૃતિ અને ઐતિહાસિક દષ્ટિએ પણ ઉપયોગિતા છે. આચાર્ય શ્રી હેમચંદ્ર એમની લેણીનામમારામાં ઘણું દેશી શબ્દો વિશે ટીકામાં આવી નેંધ કરી છે. અપભ્રંશ ભાષા કે જે આપણી ગુજરાતી ભાષાની જનની છે, તેના કેશ માટેની સામગ્રી આ જ્ઞાનભંડારોમાં ઓછી નથી. આચાર્ય શ્રી. હરિભદ્રસૂરિકૃત મિ૩િ, સાધારણકવિકૃત વિદ્યાસવરદા, ધોહિલકવિકૃત પરમવીરચરિયું અને તદુપરાંત દેવેન્દ્રસૂરિકૃત સત્તર વનસૂત્રવૃત્તિ, કુમારપારप्रतिबोध, उपदेशमालांदोघट्टोवृत्ति, मूलशुद्धिप्रकरणवृत्ति, आख्यानकमणिकोशवृत्ति, भवभावनांप्रकरणस्वेपिज्ञवृत्ति આદિમાં આવતી અનેક કથાઓ, એ અપભ્રંશ કેશનાં સાધન છે. આ સિવાય આ જ્ઞાનભંડારોમાં અપભ્રંશ ભાષામાં અને અપભ્રંશપ્રધાન ગુજરાતી કે રાજસ્થાની ભાષામાં રચાયેલી નાની નાની કૃતિઓ પણ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે, તે પણ આ કોશ માટે ઉપયોગી છે. આટલી વાત શ્વેતાંબર આચાર્યની કૃતિઓને લગતી થઈ. પરંતુ દિગંબર આચાર્ય કૃત અપભ્રંશ કૃતિઓ તે સંખ્યામાં અને પ્રમાણમાં ઘણુ અને ઘણી મોટી છે, જે પૈકી કેટલીક કૃતિઓ તાંબર જ્ઞાનસંગ્રહોમાં વર્તમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy