SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનશતાશની સમૃદ્ધિ re આજ સુધી મેં જે જ્ઞાનભંડારા જોયા છે, તેમાંથી કેટલાક જ્ઞાનભંડારાને બાદ કરીને બાકીના જોયેલા બધાય જ્ઞાનભડારા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન જ્ઞાનભડારા જ છે. એટલે આપ સૌ સમક્ષ મારા વક્તવ્યમાં હું જે રજૂઆત કરીશ, તે બધી મુખ્યત્વે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રીસંધ કે જૈન મુનિવાના અધિકારમાં રહેલા જ્ઞાનસંગ્રહેને લક્ષીને જ કરીશ. એમ છતાં આપ સૌ ખાતરી રાખશે કે આ રજૂઆત એકદેશીય નિહ જ ડ્રાય. એનું કારણ એ છે કે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનાચાર્યાં અને જૈન મુનિઓએ ઉપદેશ દ્વારા જે જ્ઞાનભંડારા ઊભા કર્યાં, કરાવ્યા છે, તેમાં તેમણે માત્ર પ્રાકૃત-સંસ્કૃતાદિ દ્વૈત કૃતિ જ નહિ, પણ સ` ભાષા અને સર્વ વિષયની જૈન-જૈનેતર કૃતિઓના સંગ્રહ કર્યોકરાવ્યા છે. આ જ કારણને લીધે જૈન જ્ઞાનભંડારા ભારતીય અને વિદેશીય વિદ્વાનાના અધ્યયનનુ કેન્દ્ર બની શકયા છે. આપ સૌને જાણીને આનંદ થશે, કે આપણા દેશમાં અને પશ્ચિમના દેશોમાં જે અનેક વિષયાને લગતુ સાહિત્ય પ્રસિદ્ધ થયું છે, તેમાંના સંખ્યાબંધ ગ્રંથૈાની પ્રાચીન અને મૌલિક હસ્તપ્રતિષે જૈન જ્ઞાનભંડારામાંથી જ ઉપલબ્ધ થઈ છે. આજે ભારતમાં આટલા અને આ દૃષ્ટિએ વ્યાપ અને સમૃદ્ધ આવા જ્ઞાનભંડારા ખીજે કાંય જોવા નહિ મળે. પાટણુ, ખભાત, જેસલમેર આદિના અતિપ્રાચીન જ્ઞાનસંગ્રહેા તા જગપ્રસિદ્ધ છે જ, પરંતુ તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ આદિ દેશાનાં અનેક નગર અને ગામામાં જૈન શ્રીસ'ધ અને જૈન મુનિએના અધિકારમાં જે જ્ઞાનભંડારા છે, તેમાં આપ સૌની કલ્પનામાંય ન આવે તેવુ અને તેટલું વિશાળ જૈન-જૈનેતર વિવિધ વિષયોને લગતું સાહિત્ય વિદ્યમાન છે, જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારાનુ અવગાહન કરવામાં આવે છે, તેમ તેમ એમાંથી અનેક વિષયાને લગતી નવી નવી કૃતિઓ પ્રાપ્ત થતી જ જાય છે. આપણે આપણા આ જ્ઞાનકોશેનું નિરીક્ષણ અને તેની વિશ્વસ્ત યાદીએ હજુ સુધી કરી શકયા નથી. અહીં એટલુ ઉમેરું કે માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જ્ઞાનસંગ્રહેા આજે વિદ્યમાન છે, તેમાંની ગ્રંથસંખ્યા, મારી ગણુતરી પ્રમાણે ઓછામાં ઓછી મૂકું તાપણુ, એ પાંચથી સાત લાખ જેટલી હશે, કદાચ એનાથી અધિક પણ થાય. આ સંખ્યામાં પ્રાચ્યવિદ્યામંદિર–વડાદરા, ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ, ફ્રાસ સભા-મુંબઈ, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ ઇત્યાદ્િ જાહેર વિદ્યાસંસ્થાઓના ગ્રન્થસંગ્રહેા ઉમેરીએ તા આ સખ્યા એનાથી પણ વધી જાય. આ સ જ્ઞાનભડારાનું અવલાકન અને જેની પ્રામાણિક યાદી ન થઈ હાય તેને તૈયાર કરવાનું કામ આપણે ધારી લઈએ તેવું સરળ નથી; તેમ છતાં આ કાર્ય કરવું એ આજના યુગ માટે અતિ આવશ્યક છે અને અતિ રસપ્રદ પણુ છે. આ કાય પાછળ ખર્ચ ધણું થાય એમાં લેશ પણ શંકા નથી અને એ ખ આપનારા દાતાઓ મળી આવે એમાંય લેશ પણ શંકા નથી; પરંતુ આપણને સ્ફૂર્તિ શાળી કાકર્તાએ મળે કે કેમ, જે ગણતરીનાં વર્ષોંમાં જ આ કાર્ય પૂરું કરી નાખે ? સદ્ગત શ્રીયુત સી. ડી. દલાલે ( ચીમનલાલ ડાહ્યાભાઈ લાલ ) સદ્ગત મહારાજા શ્રી સયાજીરાવ-વડેદરાની આજ્ઞાથી પાટણુ અને જેસલમેરના જ્ઞાનભંડારાનું અવલોકન કરી એના જે વિસ્તૃત રિપોટ્સ તૈયાર કર્યાં છે, તે માટે તેમણે ત્રણ-ચાર મહિનાથી વધારે સમય લીધા નહોતા. ગાકળગાયની ગતિએ તે આવાં કામા વર્ષોના અંતે પણ પાર ન પડે. આજના ગુજરાતીએ આવાં કાર્યો કરવા માટે સ્ક્રૂતિ ઐળવવી પડશે અને મેળવવી જ જોઈ એ. ન ઉપર જે જ્ઞાનભ'કારાની હકીકત તેધવામાં આવી છે, તેમાંના પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓમાં જે હકીકતેા, વસ્તુઓ અને સામગ્રી Jain Education International For Private & Personal Use Only અનેકવિષયક ગ્રંથે!, એએની સમાયેલી છે, તેનું પૃથક્કરણુ www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy