SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] જ્ઞાનાંજલિ તેમ જ ઠકકર શ્રી ભૂણિગ અને મહાન શ્રી માલદેવના નાના ભાઈ તેમ જ તેજપાલના મોટા ભાઈ ચૌલુક્યવંશમાં સૂર્ય સમાન મહારાજાધિરાજ શ્રી ભુવનપ્રસાદદેવના પુત્ર મહારાજા શ્રી વિરધવલની પ્રીતિથી સમગ્ર રાજ્યના ઐશ્વર્યને પામેલા વરતુપાલે તથા તેના નાના ભાઈ તેજપાલે પિળ કરાવી, જેણે અશ્વરાજના પુત્ર(વરતુપાલ)ને શ્રી મુદ્રાધિકારી બનાવ્યો તે વીરધવલ રાજા સમુદ્ર પર્યન્ત પૃથ્વીને સ્વામી થાઓ. (૧). જેના પરિચયથી કોઈ પણ માણસ નિર્મદ અને વિવેકી થાય છે તે વસ્તુપાલ ખરેખર ધન્યાત્મા છે. (૨) ત્યાગશીલ કર્ણના સમયમાં પૃથ્વી એક કર્ણવાળી હતી, તે વરતુપાલના ઉદય પછી બે કર્ણવાળી થઈ. (૩) શ્રી વસ્તુપાલ અને તેજપાલ જગતના માણસોની આંખરૂપ છે, તેથી વિષ્ણુભગવાનની આંખરૂપ સૂર્યચંદ્રની ઉપમા તેમના માટે ઉચિત ગણવી ન જોઈએ. (૪) અને તે જ બે ભાઈઓએ ઉપર જણાવેલી પિોળના પશ્ચિમભાગની બે ભીતો ઉપર શ્રી આદિનાથદેવની યાત્રા માટે આવેલા......... નાસવનિમિત્તે પૂર્ણકલશથી શોભાયમાન હતયુગલવાળી પિતાના વડીલ ઠ. શ્રી ભૂણિગ અને મહાન શ્રી માલદેવની મૂર્તિઓ શ્રી દેવાધિદેવના સન્મુખ બનાવી. ' જેમ માત્ર એક જ કળાને ધારણ કરનાર ચંદ્ર વખણાય છે પૂજાય છે, અતિ નાને ચિંતામણિ લોકોને ઇછિત આપે છે અને અંગ ઉપર લગાડેલું અમૃતનું બિંદ તાપને દર કે બાળક હોવા છતાં લૂણસિંહ (વસ્તુપાલને મોટો ભાઈ) સર્વ જનોમાં પ્રશંસાપાત્ર છે. (૧) કળિયુગનું અધર્મમય અંગ પીસીને જેણે કલિકાલરૂપી શત્રુનો ગર્વ હોય છે તેવા દિવ્યરૂપવાળા ધાર્મિક અને યશસ્વી મંત્રીશ્વર મલદેવ(વસ્તુપાલના મોટાભાઈની પ્રશંસા કોણ નથી કરતું ? (૨-૩) તથા પ્રસ્તુત પિોળના પૂર્વ ભાગની બે ભી ઉપર બનાવેલી હાથ જોડીને ઊભેલી પિતાની (શ્રી વરતુપાલ અને તેજસ્વીની) મૂર્તિઓ શ્રી શત્રુંજય મહાતીર્થયાત્રા મહોત્સવનિમિત્તે આવતા મહાન શ્રીશ્રમણુસંઘ પ્રતિ સ્વાગત પૂછે છે. અહીં મહાકવિ સંઘપતિ શ્રી વસ્તુપાલની અંતરર્મિ જણાવી છે તે આ પ્રમાણે – હું (વસ્તુપાલ) આજે શ્રી યુગાદિજિનની યાત્રાએ આવેલા સમસ્ત યાત્રિકોને અગ્રાન્તપણે ખુશ કરું છું—એટલે કે યાત્રિકોની ભક્તિ કરું છું—આથી જ મારા પિતાજીની આશા ફળી છે અને માતાજીની આશીષમાં આજે અંકુર ફૂટયા છે. (1) જેના બને લોક પવિત્ર છે, તેવા શ્રી તેજપાલના હૃદયમાં સદા શ્રી યુગાદિજિન અને શ્રી વીરજિન છે. (૨) જેની સભાની વિસ્તૃત પ્રમોદવાળી કાતિઓ ત્રણે ભુવનમાં ક્રીડા કરે છે તેવા ગુણવાન, ભાગ્યવાન અને મંત્રીઓમાં સૂર્ય સમાન તેજપાલ આનંદ પામે. (૩) | વિજયનું જેમાં ભાન ન હોય એવી અબોધ બાલ્યાવરથામાં પણ જે ન્ય, વિનય અને ગુણોદયને ધારણ કરે છે તે આ જૈત્રસિંહ (વસ્તુપાલનો પુત્ર) સર્વ કેઈનાં મનને ચુંબે છે–સ્પર્શ છે. (૪) જેના આપેલા દાનને અંશમાત્ર પણ લોકેનું દારિદ્રય હણે છે એવા શ્રી વસ્તુપાલ અધિકાધિક લક્ષ્મીવાન થાઓ. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy