SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યશ્લેક મહામાત્ય વરતુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખો [ ૩૦૩ છ પદ ખંડિત છે તેથી તેને ભાવાર્થ નથી લખે. મૂર્તિમંત શૌર્ય અને નીતિ જેવા અનુક્રમે વીરશિરોમણિ વસ્તુપાલ અને બુદ્ધિમાન તેજપાલ જેવા જેના મંત્રી છે તેવા મહારાજા વિરધવલની કોણ પ્રશંસા નથી કરતું? (૭) કછપાવતાર અને વરાહાવતારની કળાને ધારણ કરનારા આ બે શ્રેષ્ઠ મંત્રીઓ જેના ઉદયકારી અતીવ આનંદને ફેલાવે છે તે અનંતશૌર્યવાળો બળવાન વરધવલ જય પામે છે. અહીં વિરધવલને પર્વત અને સમુદ્ર સહિત પૃથ્વીને નિરંતર ઉદ્ધાર ઈચ્છનાર જણવ્યું છે. (૮) પવિત્ર જીવન જીવનાર શ્રી વરતુપાલ દીર્ઘ કાળ પર્યત સદાચારી જનોનું પોષણ કરો, પોતાના જગવ્યાપી ગુણથી જગતને ખુશ કરે, કલ્યાણને વર, યશ મેળો અને પાપોનો નાશ કરો. (૯) દારિદ્રથી પીડાતા માનવીઓને જોઈને અંતરમાં કરુણું ઊપજવાથી પાતાળમાંથી બલિરાજા વસ્તુપાલરૂપે અને સ્વર્ગમાંથી કર્ણ તેજપાલરૂપે આવ્યા છે. (૧૦) તે બાંધવબેલડીએ (વસ્તુપાલ-તેજપાલે) પ્રત્યેક નગર, ગામ, પ્રવાસમાર્ગ અને પર્વત ઉપર વા, કૂવા, નવાણ, પરબ, ઉદ્યાન, સરોવર, મંદિર અને સદાવ્રતો રૂપી ધર્મસ્થાનની જે શ્રેણિ બનાવી છે તથા જેનો જીર્ણોદ્ધાર કર્યો છે તેની સંખ્યા પણ જાણી શકાતી નથી–કદાચ પૃથ્વી તે જાણતી હોય તે ! (૧૧) પૃથ્વીતલનાં રજકણોની સંખ્યા, સમુદ્રનાં બિંદુઓની સંખ્યા, આકાશની અંગુલસંખ્યા અને કાળસ્થિતિની માત્રાઓની સંખ્યા જાણનાર ત્રણે લેકમાં જે કંઈ હોય તે ભલે હોય, પણ વસ્તુપાલે કરેલાં ધર્મસ્થાનોની ગણતરી કરવા માટે પોતે વસ્તુપાલ પણ સમર્થ હશે કે કેમ, તેની શંકા થાય છે. (૧૨) જ્યાં સુધી આકાશમાં ચંદ્રની સાથે સૂર્ય છે, પતાળમાં વાસુકી નાગના સાથે શેષનાગ છે, ત્યાં સુધી આ લેકમાં વસ્તુપાલ ને તેજપાલનું સાહચર્ય હો. (૧૩) શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ના વર્ષમાં પિષ સુદ ૧૫ શુક્રવારે આ પ્રશસ્તિ તૈયાર થઈ આ સુંદર પ્રશસ્તિને વાજડના પુત્ર ધ્રુવક અટકવાળા જયસિંહે શિલા ઉપર લખી અને બકુલસ્વામીના પુત્ર પુરુષોત્તમે કોતરી. બીજા શિલાલેખનો ભાવાર્થ પ્રારંભમાં સર્વપ્નને નમસ્કાર કર્યા છે અને પ્રથમ તીર્થકર શ્રી યુગાદિજિનની સ્તુતિ કરી છે. શ્રી શત્રુંજય અને ગિરનારની યાત્રાના ઉત્સવથી પ્રભાવિત થઈને સંવત ૧૨૭૭માં સરસ્વતીના દત્તકપુત્ર મહામાત્ય શ્રી વરતુપાલ અને તેજપાલે શત્રુંજયતીર્થ ઉપર સુંદર તોરણથી અલંકૃત ઉજજયંતાવતાર, સ્તંભનક(ખંભાત તીર્થાવતાર, નંદીશ્વરાવતાર, સત્યપુર(સાર)તીર્વાવતાર અને શકુનિકાવિહારવતાર એમ પાંચ તીર્થોનાં પ્રતીકરૂપે મંદિર બનાવ્યાં હતાં તથા અનુપભાના નામનું સરોવર કરાવ્યું હતું તેમ જ કપદિયક્ષના મંદિરનું પુનરુદ્ધાર કર્યો હતો. પોતે કરાવેલાં આ ધર્મસ્થાનોથી શોભાયમાન શત્રુજ્ય મહાતીર્થના મુકુટ સમાન શ્રી યુગાદિતીર્થંકરભગવાનના મંદિરની સામે વિક્રમ સંવત ૧૨૮૮ના વર્ષમાં પોષ સુદિ ૧૫ શુક્રવારે અણહિલપુરના રહેવાસી પ્રાગ્વાટ(પોરવાડ)વંશમાં અલંકારસમાન ઠક્કર શ્રી ચંડપ્રસાદના પુત્ર ઠક્કુર શ્રી સોમ ના પુત્ર ઠક્કુર શ્રી આશારાજના પુત્ર અને શ્રી કુમારદેવીના પુત્ર Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy