SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૭ ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન શાસ્ત્રોનું લેખન, તેને સંગ્રહ અને અધ્યયન આદિ ચિરકાળથી ચાલુ હતાં અને આજ પર્યત પણ એ પ્રવાહ અવિચ્છિન્નપણે ચાલુ જ છે. ઉપર જણાવેલ શાસ્ત્રલેખન અને સંગ્રહવિષયક સંપૂર્ણ પ્રવૃત્તિ પૂજ્યપાદ ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજના સૂક્ષ્મ પરીક્ષણ અને અભિપ્રાયને અનુસરીને જ હંમેશાં ચાલુ રહ્યાં હતાં. પુણ્યનામધેય પૂજ્યપાદ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજે સ્થાપન કરેલા વડોદરા અને છાણનાં જૈન જ્ઞાનમંદિરોમાંના તેઓશ્રીના વિશાળ જ્ઞાનભંડારોનું બારીકાઈથી અવલોકન કરનાર એટલું સમજી શકશે કે એ શાસ્ત્રલેખન અને સંગ્રહ કેટલી સૂક્ષ્મ પરીક્ષાપૂર્વક કરવામાં આવ્યા છે અને તે કેવા અને કેટલા વૈવિધ્યથી ભરપૂર છે. શાસ્ત્રલેખન એ શી વસ્તુ છે એ બાબતને વાસ્તવિક ખ્યાલ એકાએક કોઈનેય નહિ આવે. એ બાબતમાં ભલભલા વિદ્વાન ગણાતા માણસો પણ કેવાં ગોથાં ખાઈ બેસે છે એને ખ્યાલ પ્રાચીનઅર્વાચીન જ્ઞાન ભંડારમાંનાં અમુક અમુક પુસ્તક તેમ જ ગાયકવાડ ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ આદિમાંનાં નવાં લખાયેલ પુસ્તક જેવાથી જ આવી શકે છે. ખરું જોતાં શાસ્ત્રલેખન એ વસ્તુ છે કે, તેને માટે જેમ મહત્ત્વના ઉપયોગી ગ્રંથનું પૃથક્કરણ અતિ ઝીણવટપૂર્વક કરવામાં આવે એટલી જ બારીકાઈથી પુસ્તકને લખનાર લહિયાઓ, તેમની લિપિ, ગ્રંથ લખવા માટેના કાગળ, શાહી, કલમ વગેરે દરેકેદરેક વસ્તુ કેવી હોવી જોઈએ એની પરીક્ષા અને તપાસને પણ એ માગી લે છે. - જ્યારે ઉપર્યુક્ત બાબતોની ખરેખર જાણકારી નથી હોતી ત્યારે ઘણી વાર એવું બને છે કે, લેખક ગ્રંથલિપિને બરાબર ઉકેલી શકે છે કે નહિ ? તેઓ શુદ્ધ લખનારા છે કે ભૂલો કરનારાવધારનારા છે ? તેઓ લખતાં લખતાં વચમાંથી પાઠો છૂટી જાય તેમ લખનારા છે કે કેવા છે? ઇરાદાપૂર્વક ગોટાળો કરનારા છે કે કેમ ? તેમની લિપિ સુંદર છે કે નહિ ? એકસરખી રીતે પુસ્તક લખનારા છે કે લિપિમાં ગોટાળો કરનારા છે?—ઇત્યાદિ પરીક્ષા કર્યા સિવાય પુસ્તકો લખાવવાથી પુસ્તકો અશુદ્ધ, બ્રમપૂર્ણ અને ખરાબ લખાય છે. આ ઉપરાંત પુસ્તક લખાવવા માટેના કાગળ, શાહી, કલમ વગેરે લેખનનાં વિવિધ સાધનો કેવાં હોવાં જોઈએ એની માહિતી ન હોય તો પરિણામ એ આવે છે કે સારામાં સારી પદ્ધતિએ લખાએલાં શાસ્ત્રો-પુસ્તકે અ૫ કાળમાં જ નાશ પામી જાય છે. કેટલીક વાર તો પાંચ-પચ્ચીસ વર્ષમાં જ એ ગ્રંથો મૃત્યુના મોંમાં જઈ પડે છે. પૂજ્યપાદ ગુરુવરથી ઉપરોક્ત શાસ્ત્રલેખન વિષયક પ્રત્યેક બાબતની ઝીણવટને પૂર્ણપણે સમજી શકતા હતા, એટલું જ નહિ, પણ તેઓશ્રીના હસ્તાક્ષરો એટલા સુંદર હતા અને એવી સુંદર અને સ્વરછ પદ્ધતિએ તેઓ પુસ્તક લખી શકતા હતા કે ભલભલા લેખકને પણ આંટી નાખે. એ જ કારણ હતું કે ગમે તેવા લેખક ઉપર તેમને પ્રભાવ પડતો હતો અને ગમે તેવા લેખકની લિપિમાંથી તેઓશ્રી કાંઈ ને કાંઈ વાસ્તવિક ખાંચાખૂંચ કાઢતા જ. પૂજ્યપાદ ગુરુદેવની પવિત્ર અને પ્રભાવયુક્ત છાયા તળે એકીસાથે ત્રીસ ત્રીસ, ચાલીસ ચાલીસ લહિયાઓ પુસ્તક લખવાનું કામ કરતા હતા. તેઓશ્રીના હાથ નીચે કામ કરનાર લેખકની સાધુ સમુદાયમાં કિંમત અંકાતી હતી. ટૂંકમાં એમ કહેવું જોઈએ કે જેમ તેઓશ્રી શાસ્ત્રલેખન અને સંગ્રહ માટેના મહત્વના ગ્રંથોનો વિભાગ કરવામાં નિષ્ણાત હતા, એ જ રીતે તેઓશ્રી લેખનકળાના તલસ્પર્શી હાર્દને સમજવામાં અને પારખવામાં પણ નિષ્ણાત હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy