SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૮ ] જ્ઞાનાંજલિ પૂજ્યપાદ ગુરુવરની પવિત્ર ચરણછાયામાં રહી તેમના ચિરકાલીન લેખનકળાવિષયક અનુભવોને જાણીને અને સંગ્રહીને જ હું ભારે “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” નામનો ગ્રંથ લખી શક્યો છું. ખરું જોતાં એ ગ્રંથલેખનનો પૂર્ણ યશ પૂજ્ય ગુરુદેવશ્રીને જ ઘટે છે. શાસ્ત્રસંશાધન-પૂજ્યપાદ ગુરુવરશ્રીએ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના શાસ્ત્રસંગ્રહમાંના નવા લખાવેલ પ્રાચીન ગ્રંથો પૈકી સંખ્યાબંધ મહત્વના ગ્રંથે અનેકાનેક પ્રાચીન પ્રત્યન્તરો સાથે સરખાવીને સુધાર્યા છે. જેમ પૂજ્ય ગુરુદેવ લેખનકળાના રહસ્યને બરાબર સમજતા હતા, એ જ રીતે સંશોધનકળામાં પણ તેઓશ્રી પારંગત હતા. સંશોધનકળા, તેને માટેના સાધનો, સંકેતો વગેરે પ્રત્યેક વસ્તુને તેઓશ્રી પૂર્ણ રીતે જાણતા હતા. એમના સંશોધનકળાને લગતા પાંડિત્ય અને અનુભવના પરિપાકને આપણે તેઓશ્રીએ સંપાદિત કરેલ શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળામાં પ્રત્યક્ષપણે જોઈ શકીએ છીએ. જૈન જ્ઞાનભંડારોનો ઉદ્ધાર–પાટણના વિશાળ જૈન જ્ઞાનભંડારે એક કાળે અતિ અવ્યવસ્થિત દશામાં પડ્યા હતા અને ભંડારાનું દર્શન પણ એકંદર દુર્લભ જ હતું. એમાંથી વાચન, અધ્યયન, સંશોધન આદિ માટે પુસ્તક મેળવવાં અતિ દુષ્કર હતાં. એની ટીપો-લિસ્ટો પણ બરાબર જોઈએ તેવી માહિતી આપનારાં ન હતાં અને એ ભંડારો લગભગ જોઈએ તેવી સુરક્ષિત અને સુવ્યવસ્થિત દશામાં ન હતા. એ સમયે પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી (મારા પૂજ્ય ગુરુદેવ) શ્રી ચતુરવિજયજી મહારાજદિ શિપરિવાર સાથે પાટણ પધાર્યા અને પાટણના જ્ઞાનભંડારોની વ્યવસ્થા કરવા માટે કાર્યવાહકોનો વિશ્વાસ સંપાદન કરી એ જ્ઞાનભંડારના સાર્વત્રિક ઉદ્ધારનું કામ હાથ ધર્યું અને એ કાર્યને સર્વાગપૂર્ણ બનાવવા શક્ય સર્વ પ્રયત્નો પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીએ અને પૂજ્ય ગુરુદેવશ્રી ચતુરવિજ્યજી મહારાજશ્રીએ કર્યા. આ વ્યવસ્થામાં બૌદ્ધિક અને શ્રમજન્ય કાર્ય કરવામાં પૂજ્યપાદ ગુરુદેવને અકય ફાળો હોવા છતાં પોતે ગુપ્ત રહી જ્ઞાનભંડારના ઉદ્ધારને સંપૂર્ણ યશ તેઓશ્રીએ શ્રીગુચરણે જ સમર્પિત કર્યો છે. લીંબડી શ્રીસંધના વિશાળ જ્ઞાનભંડારની તથા વડોદરા-છાણીમાં સ્થાપન કરેલા પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના અતિ વિશાળ જ્ઞાનભંડારની સર્વાગપૂર્ણ સુવ્યવસ્થા પૂજ્ય ગુરુવેર્યો એટલે હાથે જ કરી છે. આ ઉપરાંત પૂજ્યપ્રવર શાતમૂર્તિ મહારાજશ્રી ૧૦૦૮ શ્રી હંસવિજ્યજી મહારાજશ્રીના વડોદરામાંના વિશાળ જ્ઞાનભંડારની વ્યવસ્થામાં પણ તેમની મહાન મદદ હતી. શ્રી આત્માનંદ જૈન ગ્રંથરતનમાલા—પૂજ્ય શ્રી ગુરુશ્રીએ જેમ પોતાના જીવનમાં જેન જ્ઞાનભંડારને ઉદ્ધાર, શાસ્ત્રલેખન અને શાસ્ત્રસંશોધનને લગતાં મહાન કાર્યો કર્યા છે, એ જ રીતે તેમણે શ્રી આ. જે. ચં. ૨. મા.ના સંપાદન અને સંશોધનનું મહાન કાર્ય પણ હાથ ધર્યું હતું. આ ગ્રંથમાળામાં આજ સુધીમાં બધા મળીને વિવિધ વિષયને લગતા નાના-મોટા મહત્ત્વના નેવુ ગ્રંચ પ્રકાશિત થયા છે, જેમાંના ઘણાખરા પૂજ્ય ગુરુદેવે જ સંપાદિત કર્યા છે. - આ ગ્રંથમાળામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્ત્વના ગ્રંથ પ્રકાશિત થયા છે. નાના-મોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણને સમૂહ આ ગ્રંથમાળામાં પ્રકાશિત થયો છે એ આ ગ્રંથમાળાની ખાસ વિશેષતા છે. આ પ્રકરણે દ્વારા જૈન શ્રમણ અને શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોનાં નામ મેળવવા કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં, એ પ્રકરણો પ્રત્યેક શ્રમણ-શ્રમણીના હસ્તગત થઈ ગયાં છે. આ ગ્રંથમાળામાં એકંદર જૈન આગમે, પ્રકરણો, ઐતિહાસિક અને ઔપદેશિક પ્રાકૃત, સંસ્કૃત કથાસાહિત્ય, કાવ્ય, નાટક આદિ વિષયક વિવિધ સાહિત્ય પ્રકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy