SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ] જ્ઞાનાંજલિ કેળવવી જ જોઈએ—એ વચન પૂજ્ય દાદાગુરુશ્રીના અંતરમાં બરાબર વસી ગયું હતું. અને તેથી સમભાવની ક્યારેય ઉપેક્ષા ન થઈ જાય, એની તેઓ સદા સાવધાની રાખતા હતા. સમતાની આવી લબ્ધિ મેળવીને તેઓશ્રી સાચા શ્રમણ બન્યા હતા અને, અહિંસા અને સમતાની જેમ અનેકાંતદષ્ટિ એટલે કે સ્યાદ્વાદ અને નયવાદનો મહિમા એમના જીવનમાં તાણ-વાણની જેમ વણાઈ ગયો હતો; કારણ કે તેઓ સત્યના એક-એક અંશના ખપી હતા; અને મતાગ્રહ કે સાંપ્રદાયિક સંકુચિતતાને કારણે સત્યના કોઈ પણ અંશની જાણતાં કે અજાણતાં ઉપેક્ષા થઈ જાય એ એમને કઈ રીતે મંજુર ન હતું. તેથી જ તેઓ “માતે સાચું” એવી હઠાગ્રહી મનોવૃત્તિથી દૂર રહીને “સાચું તે મારુ” એવી ગુણગ્રાહક અને સત્યઉપાસક દૃષ્ટિને અપનાવી શક્યા હતા, અને બધા ધર્મોના સારા સારા અંશને આદર કરી શકયા હતા. શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રોના ઉદ્ધારના કાર્યમાં પણ તેઓ મારા-તારાપણુના ભેદભાવથી મુકત બનીને, હંસ-ક્ષીરનીર ન્યાયે, હમેશાં સાર ગ્રહણ કરતા રહેતા હતા, અને કોઈ પણ ધર્મ, પંથ કે સંપ્રદાયની નિંદાથી સદા દૂર રહેતા હતા સર્વ સTfમ સામ્ય –વિશ્વમાં સત્ય એ જ સારભૂત તવ છે—એ શાસ્ત્રવાણીનું હાર્દ તેઓ પૂરેપૂરું સમજી ગયા હતા, અને તેથી સત્યની ઉપાસના માટે સદા તત્પર રહેતા કાયાને, રાગ-દ્વેષને કે કલેશકર મુમતને વશ થયા કે સત્ય ખંડિત થયા વગર ન રહે. બીજાની વાતને એની દૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન ન કરીએ તોપણ સત્યની ઉપાસનાને આંચ આવી જાય. આટલા માટે તેઓ એક અપ્રમત્ત આત્મસાધક સંતની જેમ, પોતાની જાતને આવી બાબતોથી સદા બચાવી લઈને સત્યની શોધને આનંદ અનુભવતા રહેતા હતા. એમ જ કહેવું જોઈએ કે પૂજ્ય દાદાગુરુશ્રીનું જીવન જીવતા અનેકાંતવાદના એક જવલંત ઉદાહરણરૂપ હતું; એમના જીવન અને વ્યવહારમાંથી જાણે વગર બધે અનેકાંતદષ્ટિને જીવનસ્પણ બોધપાઠ મળી રહેતો હતો. આ રીતે અહિંસા, સમભાવ અને અનેકાંતવાદની જીવનમાં એકરૂપતા સાધવાને લીધે પૂજ્ય દાદાગરશ્રીના જીવનમાં ગનીએટલે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિની એકરૂપતા અતિસહજપણે જ સધાઈ ગઈ હતી. વિચારવું કંઈક, બેલવું કંઈક અને વર્તન-વ્યવહાર કંઈક એવો ચિત્તની અસ્થિરતા કે મલિનતા દર્શાવતો વિસંવાદ ક્યારેય એમનામાં જોવામાં નથી આવ્યો. ગીતાર્થ, સંઘસ્થવિર અને શાસનપ્રભાવક મહાપુરુષ કેવા હોઈ શકે, એ તેઓશ્રીના જીવનમાંથી બરાબર સમજી શકાતું હતું. તેઓ એવા શાંત, ધીરગંભીર, કઠાડાહ્યા, ઓછાબોલા અને હેતાળ હતા કે એમના પરિચયમાં આવનાર નાની-મોટી વ્યક્તિ–એમાં ચતુર્વિધ સંઘમાંની ગમે તે વ્યક્તિનો કે બીજી પણ ગમે તે વ્યક્તિનો સમાવેશ થતો–ના અંતરનાં દ્વાર એમની પાસે ઊઘડી જતાં; પોતાની ભૂલની કબૂલાત કરવામાં એવી વ્યક્તિને એક પ્રકારની નિરાંત થતી. અને પૂજ્ય દાદાગુરુશ્રી તરફથી પણ એને એવી મધ્યસ્થ, શાણી અને શક્તિ મુજબની સલાહ કે આજ્ઞા મળતી કે એનું જીવન પલટાઈ જતું. કેઈની કંઈ ક્ષતિ જાણવામાં આવી હોય, અને ક્યારેક એ વ્યક્તિ પૂજ્ય દાદાગુરુશ્રીને પોતાના વિરોધી માનીને તેઓશ્રીનો અવર્ણવાદ કરતી હોય, તો પણ એની એ ખામીનું ઉચ્ચારણ કરવાનું કેવું ? ગમે તે વ્યક્તિની ભૂલ એમના સાગર સમા ગંભીર અંતરના ઊંડાણમાં સદાને માટે સમાઈ જતી. મતલબ કે કોઈ પણ પ્રસંગે, કષાય અને કલેશને કારણે કર્મબંધન થઈ જાય અને પોતાનો આત્મા હળુકર્મી અને અલ્પસંસારી બનવાને બદલે ભારેકમ અને ભવાભિનંદી ન બની જાય એની જ તેઓશ્રી સતત ચિંતા સેવતા અને એ માટે સદા પ્રયત્નશીલ રહેતા. ગાયભુત્તિઃ જિન મુવિ કે સમભાવમવિ * ચાવવામનઃવર્ષે યોજઃ (તાવાર્થસૂત્ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy