SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ [ ૨૭૭ આવી રીતે આહાર, નિહાર અને વ્યવહાર ગોઠવવામાં આવે એ આ મહાવ્રતની રક્ષા માટે જરૂરી છે. પૂજ્ય પ્રવર્તકજી મહારાજ આ માટે તો સતત જાગ્રત હતા, અને જાણે-અજાણે પણ કઈ દોષ કે અતિચારનું સેવન ન થઈ જાય એની પણ પૂરેપૂરી સાવચેતી રાખતા હતા; પણ આ મહાત્રત અંગે એમની વિશેષતા મેં તેઓશ્રીની કરુણપરાયણતામાં જોઈ છે. કોઈનું જરા પણ દુઃખ જુએ કે એમનું હૈયું કરુણાભીનું થઈ જતું–બીજાનું કષ્ટ એમનાથી જોઈ શકાતું જ નહીં. અને આ પ્રસંગે, સંકટમાં આવી પડેલા પ્રત્યે સહાનુભૂતિ બતાવીને, એને દિલાસો આપીને કે બીજા કોઈને એને સહાયતા કરવાની પ્રેરણું કરીને જ સંતોષ ન માનતાં, તેઓ જાતે જ કંઈ પણ કરતા ત્યારે જ એમને સંતોષ થો; અને એ વખતે પોતે વૃદ્ધ છે, જ્ઞાનવૃદ્ધ છે કે ચારિત્ર છે, એ કઈ વિચાર એમને ન આવતો. પિતાના કે બીજા સમુદાયનો કે નાના-મોટાનો ભેદ રાખ્યા વગર બિમાર સાધુઓની તેઓ સમાનભાવે અને લાગણીપૂર્વક વૈયાવચ્ચ કરતા એ તો ખરું જ, પણ એમની પાસે આવેલ કે કામ કરતા કે ઝહર માંદગીમાં આવી પડે તો એની સંભાળ રાખવાનું પણ તેઓ ન ચૂકતા. અને એમની પવિત્ર નિશ્રામાં કામ કરતા લહિયાઓના તો તેઓ હેતાળ શિરછત્ર જ હતા. એમને જરા પણ અસુખ ઉપજતું તો તેઓ બેચેન બની જતા, અને એ મુશ્કેલીનું નિવારણ થાય ત્યારે જ તેઓ નિરાંત અનુભવતા. પૂજ્ય દાદાગુરુશીનો વૈયાવચ્ચન અને દયાળુતાનો આ ગુણ અતિ વિરલ હતો. ઉંમર વૃદ્ધ થઈ શરીર અશકત બની ગયું અને આંખોનું તેજ પણ અંદર સમાઈ ગયું, છતાં એમનો આ ગુણ જરાય ઓછો થયો ન હતો. આવી સ્થિતિમાં પણ લાકડીને ટેકે કે કેઈને સહારે ઉપાશ્રયમાં માંદા થયેલ સાધુઓ કે લહિયાઓ પાસે જઈને એમને સુખપૃછા કરતા અને એમના માથે અને શરીરે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવતા મેં અનેક વાર જોયા છે. આવા તો કેટલાય પ્રસંગે મારા સ્મરણમાં સંઘરાયેલા પડયા છે. એની યાદ આવતાં, એમની અહિંસકતા અને કરુણાળુતાના વિચારથી, અંતર ગદ્ગદ બની જાય છે. આ બધું તેઓને એટલા માટે સાવ સહજપણે સાધ્ય બની શકહ્યું કે એમના નાનો અંશમાત્ર ન હતો અને જીવમાત્ર પ્રત્યે એમના હૃદયમાં વાત્સલ્યનો અખૂટ કરો સતત વહ્યા જ કરતો હતો. મિત્ત કે સમૂહુ એ જિનેશ્વદેવનો સંદેશ એમના રોમરોમમાં ધબકતો હતો. જેવી નિર્મળ તેઓશ્રીની અહિંસા મહાવ્રતની આરાધના હતી, એવી જ ઉત્તમ એમની સમતાની સાધના હતી. એમ લાગે છે કે સમતા કે સમભાવનું અમૃત તો એમના જીવનના અણુઅણુમાં સિંચાયેલું હતું; સમતાના તો તેઓ સાગર જ હતા. તેથી જ નિંદાથી ન ક્યારેય અકળાવું, સ્તુતિથી ન કદી ફુલાવું અને વેર-વિરોધના વિનાશકારી વમળમાં કઈ દિવસ ન અટવાવું–આવી સ્થિતપ્રજ્ઞતા તેઓને સહજપણે સિદ્ધ થઈ હતી. અંદરથી મનનું કે તનનું કોઈ દુઃખ જાગી ઊઠયું હોય કે સંધ, સમાજ કે કઈ વ્યક્તિ નિમિત્તે બહાર ઝંઝાવાત જાગી ઊઠડ્યો હોય, છતાં મારા દાદાગુરુશ્રીને, હિમાલયની જેમ એ બધાથી અવિચલિત અને અસ્કૃષ્ટ રહીને, પ્રશાંતપણે, સ્વસ્થતાપૂર્વક અને અપ્રમત્તભાવે સંયમની આરાધના કરતા મેં જોયા છે. વળી, કેઈ બાબતમાં કોઈ એમને પોતાના વિરોધી માની લે તો, એમ થતું અટકાવવું એમના હાથની વાત ન હતી, પણ તેઓ પોતે તો કોઈ પ્રત્યે આવી અણગમાની કે તિરસ્કારની લાગણી ન ધરતા; અને સંસારમાં પ્રવર્તતા કપાય આદિ ક્ષદ્ર ભાવોનો વિચાર કરીને સામાના દોષને પણું વીસરી જતા. તેઓની ક્ષમાશીલતા આદર્શ હતી; તેઓ સાચા અર્થમાં ક્ષમાશ્રમણ હતા. એમણે સમભાવ એ કેળવી જાણે હતો કે એમાં મારા-તારાને ભેદ દૂર થઈ ગયો હતો. તીર્થકર ભગવંતનું સમરાણ સમા હો–સાચા શ્રમણ થવું હોય તો સમતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy