SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] જ્ઞાનાંજલિ જ દીપતા છે. એ ભંડારામાં સાર સાર પ્રથાના સગ્રહ કરવા આપણા ગુરુદેવે અથાગ પ્રયત્ન કર્યો છે. ન્યાયવિશારદ ન્યાયાચાય મહેાપાધ્યાય શ્રીમાન યાવિયાપાધ્યાયકૃત પાતંજલયેાગદર્શીન ટીકા, અનેકાંતવ્યવસ્થા આદિ જેવા અનેકાનેક અલભ્ય-દુČભ્ય પ્રાસાદગ્રંથાની નકલા આ ભંડારામાં વિદ્યમાન છે; આજે આ પ્રથાની નકલે બીજે કત્યાંય જોવામાં નથી આવતી. સ્વવાસી ગુરુદેવે પેાતાના વિહાર-પરિભ્રમણ દરમિયાન ગામ-ગામના જ્ઞાનભડારાની બારીકાઈથી તપાસ કરતાં જ્યાંથી મળી આવ્યા ત્યાંથી તે તે ગ્રંથેાના ઉતારા કરાવ્યા છે. અહીં આપણે માત્ર એટલું જ જોવાનું છે કે એ ગુદેવમાં અપૂર્વ સાહિત્યને પારખવા માટે કેટલી સૂમેક્ષિકા હતી! જો ગુરુદેવના ભંડારાને બરાબર બારીકાઈથી તપાસવામાં આવે તે તેમાંથી આપણે કેટલીયે અપૂતા જોઈ-તારવી શકીએ. સ્વવાસી ગુરુદેવ તેમના જમાનાના એક પ્રવ્ય-પૂછવા લાયક પુરુષ હતા, એટલે તેએાશ્રીને ગામેગામના શ્રીસંઘે। તરફથી તેમ જ વ્યક્તિગત રીતે પણ નાની કે મેટી દરેક બાબતના વિવિધ પ્રશ્નો પૂછવામાં આવતા. અને ત્યારે તેઓશ્રી તે તે પ્રશ્નોના જે ઉત્તરા આપતા (જેમાંના કેટલાક તે સમયના જૈન ધર્મ પ્રકાશ' માસિકના અંકો વગેરેમાં છપાયેલા છે), એ જોતાં આપણે તેએાશ્રીની ઉત્તર આપવાની પદ્ધતિમાં સ્થિતપ્રજ્ઞપણું, ઉદારતા, નિષ્પક્ષપાતપણું તેમ જ અનાગ્રહીપણું વગેરે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. કેટલાક એક જ વિષયના પ્રશ્નોના ઉત્તરા એ ગુદેવે પ્રશ્નકારની જિજ્ઞાસા, પરિસ્થિતિની યેાગ્યતા વગેરે ધ્યાનમાં રાખી એટલી ગંભીરતાથી તેમ જ યાગ્યતાથી આપ્યા છે કે જેમાં આપણને એ ગુરુદેવની સ્થિતપ્રજ્ઞતા તેમ જ અનાગ્રહીપણાને સહેજે ખ્યાલ આવી જાય છે. આ ઠેકાણે અમે ઉદાહરણ ખાતર—પર્યુષણામાં મહાવીર જન્મના દિવસે શ્રીફળ વધેરવાં એ શાસ્ત્રાક્ત છે કે કેમ? એ રિવાજ કાયમ રાખવા કે કેમ ? એ ચાલુ રિવાજ બંધ કરી શકાય કે નાહ? અને બંધ કરવા યેાગ્ય જણાય તે શે। મા લેવા ?—આ પ્રશ્નો સંબંધમાં સ્વર્ગવાસી ગુરુદેવે જે જુદા જુદા માર્ગદર્શોક ઉત્તર। આપ્યા છે ( જુએ, જૈન ધર્મ પ્રકાશ, ' પુસ્તક ૯, અંક ૮ અને ૧૦) તેમ જ તેમાં શ્રીસંધમાં કોઈ પણ પ્રકારને વિક્ષેપ ઊભા થવા ન પામે તે માટે જે માદન કરાવ્યું છે એ જોવાની માત્ર ભલામણ કરીએ છીએ. * અંતમાં, ટૂંકમાં અમે એટલું જ કહીએ છીએ કે જ્યારે જ્યારે પ્રજામાં ધાર્મિક તેમ જ નૈતિક નિશ્ચેતનતા પ્રગટે છે ત્યારે ત્યારે તેનામાં પ્રાણ પૂરવા માટે એકાદ અવતારી પુરુષ જન્મ ધારણ કરે છે, તેમ સ્વવાસી ગુરુદેવે અવતાર ધારણ કરી જૈન પ્રજામાં અનેક રીતે પ્રાણ પૂર્યાં છે. જે જમાનામાં તેએાશ્રીએ ગૂજરાતની ધરા ઉપર પગ મૂકયો ત્યારે જૈન સાધુઓની સંખ્યા અતિ અલ્પ હતી, તેમાં શાસ્ત્રજ્ઞા ગણ્યાગાંઠયા હતા, દેશ-વિદેશમાં જૈન સાધુએ પ્રચાર અતિવિરલ હતા; તેવે સમયે આ બધી બાબતમાં એ ગુદેવે પેાતાની પ્રતિભા દ્વારા સગીન ઉમેરા કર્યાં છે. એમની પ્રતિભાને બળે જ શ્રીમાન વીરચંદ રાધવજી ગાંધી ચિકાગેાની સર્વધ પરિષદમાં જઈ તે જૈનધર્મનાં તત્ત્વોને વિશ્વના મેદાનમાં રજૂ કરી શકયા છે. એ સ્વર્ગવાસી પરમપવિત્ર ગુરુદેવના અગમ્ય તેજને પ્રતાપે આપણે સૌ વમાન યુગને અનુરૂપ ધર્મસેવા, સાહિત્યસેવા અને જનસેવા કરવાનું બળ મેળવીએ એટલું ઇચ્છી વિરમીએ. कुण्ठाऽपि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति । षा भारती तह, स्वस्त्येतस्यै किमन्यया ? ॥ आचार्य हेमचन्द्र [ જૈનાચાય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ,' સ. ૧૯૯૨ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy