SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર પત્રધારા [ ૨૭૩ એ મહાપુરુષને તેમના અક્ષરદેહ ઉપરથી ઓળખવા પ્રયત્ન કરીએ તે કૃત્રિમતા નહિ ગણાય. સ્વર્ગવાસી ગુસ્કેવે પોતાના જીવનમાં જે અનેકાનેક સત્કાર્યો કર્યા છે, તેમાં એ મુદેવની ગ્રંથરચનાને પણ સમાવેશ થઈ જાય છે. તેઓશ્રીની ગ્રંથરચના પ્રતિપાદક શિલીની તેમ જ ખંડન-મંડનાત્મક એમ બન્યય પ્રકારની છે. એ ગ્રંથનો સૂક્ષ્મ રીતે અભ્યાસ કરનાર સહેજે સમજી શકે તેમ છે કે એ ગ્રંથની રચના કરનાર મહાપુરુષ કેવા બહુશ્રુત તેમ જ તત્ત્વગષક દષ્ટિએ કેટલા વિશાળ અને ઊંડા અભ્યાસી હતા ! વરસ્તુની વિવેચના કરવામાં તેમાંથી કેટલા ગંભીર હતા ! તેમ જ ખાસ ખાસ મહત્વના સારભૂત પદાર્થોનો વિભાગવાર સંગ્રહ કરવામાં તેમને કેટલું પ્રખર પાંડિત્ય વર્યું હતું ! ગુદેવની ગ્રંથરચનામાં તવનિર્ણયપ્રાસાદ, જેનતવાદ, અજ્ઞાનતિમિરભાસ્કર, નવતત્વ, જેનધર્મવિષયક પ્રશ્નોત્તર, ચિકા પ્રશ્નોત્તર, સમ્યક્ત્વશદ્વાર, પૂજ-સ્તવન–સઝાય–ભાવનાપદસંગ્રહ વગેરે ગ્રંથો પ્રધાન સ્થાને છે. આ બધાય ગ્રંથે એ ગુરુદેવે જનકલ્યાણાર્થે હિંદી ભાષામાં જ રચેલા છે, જેના અભ્યાસ અને અવલોકન દ્વારા દરેક સામાન્ય મનુષ્યો જેનધર્મ તેમ જ ઈતર ધર્મોનાં તત્તવોને અને તેના સારાસારપણને સહેજે સમજી શકે. સ્વર્ગવાસી ગુદેવની સર્વવ્યાપી યશકીર્તિને નહિ સહી શકનાર કેટલાક મહાનુભાવો, ઉપર જણાવ્યા પ્રમાણે એ ગુદેવે સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષામાં કે ગ્રંથની રચના ન કરતાં માત્ર હિંદી ભાષામાં જ બધા ગ્રંથની રચના કરી છે, એ કારણ આપી તેઓશ્રીમાં ખાસ ઊંડો અભ્યાસ ન હોવાની વાતો કરી આત્મસંતોષ મનાવે છે; એ વાતનો પ્રતિવાદ કરવા ખાતર નહિ પણ એ સ્વર્ગવાસી ગુરુદેવમાં વાસ્તવિક રીતે કેટલું ઊંડું જ્ઞાન, કેટલી પ્રતિભા અને કેટલું ગંભીર આલોચન હતાં, એ જાણવા માટે આપણે સહજ પ્રયત્ન કરીએ એમાં વધારે પડતું કશું જ નથી. સ્વર્ગવાસી ગુરૂદેવે રચેલા મુખ્ય મુખ્ય ગ્રંથની અમે ઉપર જે નામાવલી આપી ગયા છીએ, તેમાં જે સંખ્યાબંધ આગમ અને શાસ્ત્રોની વિચારણાઓ ભરેલી છે એ દ્વારા તેઓશ્રીના બહુશ્રુત પણની તેમ જ વિજ્ઞાન અને ઊંડા આલેચનની આપણને ખાતરી મળી જાય છે, તેમ છતાં આપણે તેઓશ્રીના સંગૃહીત જ્ઞાનભંડારો-પુસ્તકસંગ્રહો તરફ નજર કરીએ તો આપણને તેઓશ્રીના ગંભીર વિજ્ઞાનની સવિશેષ ઝાંખી થઈ જાય છે. સ્વર્ગવાસી ગુર્દેવના જ્ઞાનભંડારમાં તેમના સંશોધિત અનેકાનેક ગ્રંથો છે, તેમાં સન્મતિતક શાસ્ત્રની હસ્તલિખિત પ્રતિને એ ગુરુદેવે પોતે વાંચીને સુધારેલી છે. એ સુધારેલા પાઠોને મુદ્રિત સન્મતિતર્કના સંપાદકોએ તેની ટિપણીમાં ઠેકઠેકાણે સ્થાન આપ્યું છે. જે ગ્રંથના અધ્યયન માટે હજારો રૂપિયાનું ખર્ચ કરી નાખવા છતાંય આજે કઈ જૈન સાધુ ખરી રીતે એમાં પાર પડી શક્યા નથી, એ ગ્રંથનું વાચન-અધ્યયન, સ્થાનકવાસી જેવા અવિદ્યાપ્રધાન સમાજમાંથી આવેલ એક વ્યક્તિ, પોતાની સ્વયંપ્રતિભાને બળે સમતિતર્ક જેવાં શાસ્ત્રોની મહત્તાને સમજી, પોતાના જીવનની ટૂંક કારકિદી માં કરે એ કરતાં એ સ્વર્ગવાસી મહાપુરુષની પ્રતિભાનું અને તેઓશ્રીની વિજ્ઞાનશક્તિનું જ્વલંત ઉદાહરણ બીજું શું હોઈ શકે ? જે મહાપુરુષ આવા મહર્દિક ગ્રંથોના અધ્યયન-મનન માટે જીવતી પ્રકૃત્તિ કરે એ મહાપુરુષમાં તર્કવિદ્યાવિષયક સ્વયંપ્રતિભાજનિત કેટલું વિષદ પાંડિત્ય હશે એ સ્પષ્ટ . કરવાની આ ઠેકાણે આવશ્યકતા રહેતી નથી. પંજાબ દેશમાં આજે સ્થાન-સ્થાનમાં સ્વર્ગવાસી ગુરુદેવના વસાવેલા વિશાળ જ્ઞાનભંડારો છે. પંજાબ આખામાં દીપતા જ્ઞાનભંડારો જે કઈ હોય તો તે ગુદેવના વસાવેલા આ જ્ઞાનભંડારે જ્ઞાન. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy