SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર પત્રધારા [ ૨૬૩ અખંડ રીતે સચવાયેલ છે, અને એ રીતે સંખ્યાબંધ કાવ્ય, છંદ, અલંકાર, કેષ અને દાર્શનિક સાહિત્યના ગ્રંથે સરસ રીતે સચવાયેલા છે. કેટલાય ગ્રંથો–ભગવતીસૂત્ર આદિ જેવા–સચવાયેલા છે અને તેનાં તાડપત્રો એટલાં ઉત્તમ જાતિનાં છે કે એ પ્રતિ સં. ૧૨૭૧માં લખાયેલી છે, છતાં હજુ હું શરત સાથે કહી શકું છું કે બીજા હજાર વર્ષ સુધીમાં પણ કોઈ કુદરતે ધારેલે કપ ન ઊતરે તો—તેને લેશ પણ આંચ આવે તેમ નથી. અહીં લાંબામાં લાંબી તાડપત્રની પિથી ૩૮ ઈંચ લાંબી અને પહોળી ત્રણ ઈચ લગભગની મળી આવી છે. પ્રચલિત કિંવદન્તીને નિષેધ અહીંના ભંડારો વિષે કિંવદન્તી ચાલે છે કે, આ ભંડાર પાટણથી રાજદ્વારી વિપ્લવના પ્રસંગમાં સુરક્ષિત સ્થાન સમજીને અહીં લાવવામાં આવ્યો છે. પણ આજે ભંડારમાં જે પોથીઓ વિદ્યમાન છે તે જોતાં એમ માનવાને કશુંય કારણ નથી. જે તે સમયને એ ભંડાર હોય તો તેમાં બારમા અને તેરમા સૈકા પહેલાંનાં જ લખાયેલાં પુસ્તક વધારે હોવાં જોઈએ. પરંતુ અહીંના આખા ભંડારને તારવીએ તો બારમા સૈકામાં લખાયેલાં પુસ્તકે પાંચ-પચાસ કે પોણો જ છે; જ્યારે તે બાદનાં સંખ્યાબંધ છે. ખાસ કરીને અત્યારે ભંડારમાં જે ગ્રંથસંગ્રહ છે તે ખરતર આચાર્ય વર શ્રી જિનભદ્રસૂરિજીના ઉપદેશથી ખંભાતના રહેવાસી શ્રેષિવર પરીક્ષક (પારેખ) શ્રી ધરણુ શાહે લખાવેલ છે અને તેણે આખા ભંડારનો એક તૃતીયાંશ અથવા તેથી પણ અધિક ભાગ રોક્યો છે. બાકીનો તેરમા અને ચૌદમા સિકામાં લખાયેલું છે. એટલે ચાલી આવતી કિવદન્તી બહુ વજૂદવાળી દેખાતી નથી. અહીં એક ગુપ્તસ્તંભ હોવાની માન્યતા છે તેના મૂળમાં શું તથ્ય છે એ તો અત્યારે આપણે શું કહી શકીએ ? [“જૈન” સાપ્તાહિક, તા. ૭, ૧૪ અને ૨૧ મે, ૧૯૫૦] [૩] | [ સં. ૨૦૦૬ના માહ સુદ ૧૨, ફાગણ સુદ ૧૨, ચૈત્ર વદ ૨ અને વૈશાખ સુદ ૬ના રોજ પૂ. મુનિશ્રી જંબુવિજયજી ઉપર લખેલા પત્રોમાંથી ] ફલેધીથી અમે સેળ માઈલ અને અઢાર માઈલના વિહાર કરીને પણ છ દિવસે અહીં મેળા ઉપર આવી ગયા છીએ. થાકની તો વાત જ ન પૂછશે. આ વખતે અમારો વિહાર કઠિન થયો છે. કાંઈ વયે પણ અસર દેખાડવા માંડી છે. જોકે બીજી તો ખાસ અસર નથી, છતાં અમુક અસર તે થાય જ; છતાં અહીં પહોંચતાં અને અષ્ટસિદ્ધિ થતાં થાક જતો રહ્યો છે અને જતો રહેશે. દ્વાદશાર (દ્વાદશારયચક્ર)ના મૂળ માટે હું સતત જાગૃત છું; પાનાં પાનાંને ફંફોળું છું. અહીં આવી જેસલમેરથી દસ માઈલ લેવાઇ છે ત્યાં મેળામાં ગયા. ત્યાંથી આવી તરત જ ભંડાર ખોલાવ્યો છે, અને તાડપત્રીય પ્રતિઓ લાવીને સંશોધનનું કામ શરૂ કરી દીધું છે. આ પ્રદેશને લગતા કેટલાક સમાચારો–પાકીસ્તાનના તોફાનોને લગતા–પેપરમાં આવવાથી કેટલાકને અમારા માટે ચિંતા થાય છે. આપ એ વિષે ચિંતા ન કરતા. અહીં કોઈ વાતે વધે નથી. અલબત્ત, અહીં આખા પ્રદેશમાં લશ્કર ઘણું રાખવામાં આવ્યું છે, એ વાત ખરી છે. પણ આ તરફ કોઈ વાતને ભય નથી. એટલે આપ એ વિષે નિશ્ચિંત રહેશે. આપ સૌના સભાવથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy