________________
વિહારવણને-૩
( ૨૫૩ લોકે ખાસ કાંઈ જ્ઞાન ધરાવતા હોતા નથી, એટલે ઉપદેશ આપવા જેવું કાંઈ કરતા નથી; પણ પિતાની પ્રણાલી પ્રમાણે જે ભજનો આવડતાં હોય તે ભલેને સંભળાવે છે. એ ભગતો કેસરિયાનાથજીના ઉપાસક હોય જ છે.
અહીંની ભીલ પ્રજાની “શ્રી કેસરિઆનાથજી પ્રત્યે આટલી દઢ ભક્તિ, યાત્રા કરવા આવતાં જતાં શ્રીકેસરિયાજીનાં વિધવિધ ગીતો ગાવાં, કોઈ પ્રસંગ પડતાં કેસરિયાનાથની જ માનતા માનવી, એના નામ પર પ્રાણ પાથરવા તૈયાર થવું.” ઇત્યાદિ બાબતો જોતાં મને લાગે છે કે કઈ જમાનામાં આ આખાયે પ્રજા ચુસ્ત જૈન ધર્માવલંબી હોવી જોઈએ. કેઈ અક૯ય પરિસ્થિતિમાં પરાવર્તન પામી જવા છતાં એ પ્રજામાં હજુયે જૈનત્વનાં ઉપર્યુક્ત અવશેષો રહી જવા પામ્યા છે. લોભ-લાલચને વશ થઈ આપણે ગમે તેવાં દેવી-દેવતાઓની માનતા કે ઉપાસના કરીએ તેમ છતાંયે દેવી-દેવતાઓ સાથે આપણે અંગત લેશ પણ સંબંધ જોડાતો નથી, જ્યારે આ ભીલાતિ માટે તેમ નથી, બલકે પોતે જે અનેકવિધ દેવી-દેવતાઓને રાતદિવસ માનતા પૂજતા હોય છે તેનાથી પણ અધિક કેસરિયાનાથજીની ઉપાસના કરે છે, કષ્ટ આદિ આવી પડતાં એની જ માનતા માને છે અને એના નામના સોગન લીધા પછી ક્યારે પણ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થતા નથી-એથી, ખરે જ એ પ્રજા એક કાળે જૈન ધર્માવલંબી હશે એમ માનવાને કારણ છે.
પૂજ્ય ગુરૂદેવ ! આ વખતે અમે કેસરિયાનાથજીમાં ચાર દિવસ રહ્યા. યાત્રા સારી રીતે કરી, અને જે જાણી શકાય તે જાણવા યત્ન પણ કર્યો. ચૈત્ર વદિ બીજને દિવસે પ્રભાતમાં કેસરિયાનાથજીનાં દર્શન કરી અમે ઉદયપુરનો રસ્તો લીધે. પહેલે દિવસે પ્રસાદ અને બીજે દીવસે ટીડી આવી રહ્યા. અહીં અમને સમાચાર મળ્યા કે અહીંથી પૂર્વ દિશામાં બે માઈલ ઉપર જાવર માતા છે. ત્યાં જેનજેતરનાં ઘણાં મંદિરે તૂટેલાં પડ્યાં છે, અને તે જોવા લાયક છે. પૂજ્ય આચાર્યદેવની આજ્ઞા લઈ બપોરના ત્રણ વાગે હું, મુનિ શ્રી ચરણવિજયજી અને રમણિકવિજયજી ત્યાં જવા તૈયાર થયા. જતી વખતે પૂજ્ય આચાર્ય મ૦ એ ભલામણ કરી કે સાથે પાણુને ઘડે લઈ જાઓ, જેથી આવતાં સાંજ પડી જાય તો હરત ન પડે. આચાર્ય દેવની આજ્ઞા પ્રમાણે અમે પાણી લઈને બે ચોકી કરનાર અમારા માણસો સાથે ત્યાં ગયા. ગામમાં પ્રવેશ કરતાં જ સૌ પહેલાં જાવર માતા ઉર્ફે અંબાજીનું મંદિર આવ્યું. એની સામે શિવનું મંદિર છે, અને અહીંથી અણુ પણ માઈલની દૂરી પર વિષ્ણુ ભગવાનનું મંદિર છે. આની વચમાં આપણે ચાર ભવ્ય મંદિરે ઉભેલાં છે. સાર-સંભાળ ન હોવાથી એ બધાંય તૂટીફૂટી ગયાં છે, તેમ છતાં હજુ ઘણેય ભાગ ઊભો છે. દરેકમાં અત્યારે ઘાસ ભરવામાં આવે છે. બારશાખ તેમ જ થાંભલાઓમાં લેખો વિદ્યમાન છે. એ બધા અમે ઉતારવા લાગ્યા; પણ સૂર્યું એટલી શીધ્ર ગતિ કરી કે અમે અમારું કામ પૂરું કરી રહીએ તે પહેલાં જ એ અદશ્ય થઈ ગયે. અમારે બે માઈલ જવાનું લતું. ભયંકર પહાડી રસ્તે હતો. છેવટે પથરામાં અથડાતા અથડાતા ટીડી તરફ ચાલ્યા. રસ્તામાં આચાર્ય મહારાજશ્રીએ સામે ચેકીઆત મોકલ્યા હતા તે મળ્યા. તેમની પાસે દીવો હતો. એટલે અમને ચાલવાથાં સુગમતા પડી. અમે ટીડી પહોંચ્યા, અને પ્રતિક્રમણ કરી બીજે દિવસે જાવર જવાની આજ્ઞા અમે આચાર્ય મઠ શ્રી પાસે માગી. તેઓશ્રીની આજ્ઞાથી અમે પહેલા દિવસના ત્રણે સાથીઓ પાછા જાવર ગયા. ત્યાં કેઈ શ્રાવકની વસતી ન હોવાથી અમે આસપુરના આપણા શ્રાવક શેઠ નિહાલચંદજી તારાવત અને કચરૂભાઈને સાથે લઈને ગયા. અને બાકી રહેલા બધા લેખ લીધા, અને પાછા દૂર આવેલ બીજાં પાંચ મંદિરો જોવા ગયા. ત્યાં જે લેખો હતા તેનો પણ ઉતારે કર્યો. એક મંદિરમાં તો બરાબર પચાસ ઈચની પદ્માસનાકાર બે સુંદર મૂર્તિઓ તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org