SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] જ્ઞાનાંજલિ અખડ પડેલી છે. એકંદર આપણાં નવ દરે છે, જે વિશાળ અને અતિભવ્ય છે. જૈનેતરનાં દસેક મદિરા છે. પણ એ તદ્દન સાદાં અને નાની દેરી જેવાં છે. ઉપર મેં જે ત્રણુ જાવર માતા, શિવ અને વિષ્ણુનાં મદિર જણાવ્યાં છે એ તે વિશાળ, અતિ સુંદર અને વિક્રમની સેાળમી સદીમાં બનેલાં છે. શ્રીમતી મીરાંબાઈ અહીંના વિષ્ણુમંદિરમાં વસતાં હતાં, એમ કહેવાય છે. મુસલમાને સામેના યુદ્ધના પ્રસંગે રાણા પ્રતાપે અહીંના પહાડા ઉપરના કિલ્લામાં ઘણા સમય વીતાવ્યો છે. આ ગામનેા અને આપણાં દેશને મુસલમાન યુદ્ઘના સમયમાં જ નાશ થયેા છે. તે પછી એ ગામ ફરીથી વસ્યું છે, પણ પૂર્વની આબાદી એમાં આવી શકી નથી. આપણાં મા પદની અને સેાળમી સદીમાં બનેલાં છે. સવારથી બપેારના એક વાગ્યા સુધી અમે આ મદિરા જેવાનુ કામ કર્યું, તે પછી આહાર કરી વિશ્રાંતિ લઈ ઠંડા પહેાર થતાં સાંજે અમે છ માઈલ દૂરબારાપાલ પહોંચ્યા. આચાર્ય મહારાજ શ્રીએ આજે કાયા પડાવ કર્યાં હતા. બીજે દિવસે સવારે તેઓશ્રી ઉદયપુર પહોંચવાના હતા, અને અમારે પણ લાંખે પંથ કાપી ઉદયપુર જ પહેાંચવાનુ` હતુ`. આચાર્ય મહારાજ અમારા માટે ગામમહાર કાયા એટલે અમે સાથે પ્રવેશ કરી શકયા. આપશ્રીએ પૂજ્ય આચાર્ય દેવ ઉપર લખ્યું હતું કે પુણ્યવિજયજી શેઠજી રાશનલાલજીને એળખતા નથી તે। પરિચય કરાવો અને એમની પાસેથી સાંભળવા જેવી અને જાણવા જેવી વાતા સંભળાવો. આપની સૂચના મુજબ શેડ રેશનલાલજીના ડીક પરિચય થયા. એએત્રી પાસેથી ઘણા ખજાનેા છે. કોઈ શ્રમ કરનાર હાય તેા ઘણું જ કામ થઈ શકે તેવુ છે. મેં તેમની પાસે ઘણી વાતે સાંભળી, અને દિવસ સુધી તેમની વાતે સાંભળીએ તે ખૂટે તેમ નથી. તેમની પાસે મહારાણા પ્રતાપે શ્રી હીરવિજયસૂરિ ઉપર લખેલ પત્રની મૂળ નકલ છે તેની મેં નકલ કરી લીધી છે, અને તેના ફોટા ઉતારવાની ભલામણ કરીને આવ્યા છું, જે મારા પાટણ આવ્યા પછી આવશે. ઉયપુર એક અઠવાડિયું રહી અમે ચૈત્ર વદ ૧૧ના રાજ વિહાર કર્યાં, અને ભંડાર, મેાટાગામ, નાંદેસના, ઢાલ, સાયરા અને ભાણપુર આટલે ઠેકાણે મુકામ કરી બરાબર અક્ષયતૃ ીયાને દિવસે અમે રાણકપુરછ આવ્યા. મોટાગામ અને નાંદેસમામાં આપણાં દેશ છે, પણ તેને પૂજનારા બધાય બારાપથી અને તેરાપંથી થઈ ગયા છે. આ મદિરા સેાળમી સદીમાં બંધાયેલાં છે. સાયરાની પાસે એક ભાટનું સાયરા ગામ છે. ત્યાં આપણું એક મંદિર છે જે અત્યારે ખાલી પડયું છે અને સેાળમી સદીનુ છે. એમ કહેવામાં આવે છે કે મેવાડની અંદર લગભગ આપણાં ત્રણ હજાર મંદિર છે, જે અત્યારે નષ્ટ-ભ્રષ્ટ અથવા અનષ્ટ સ્થિતિમાં પડેલાં છે. આ બધાયનું અવલેાકન કરવામાં આવે તે કેટલીયે ઐતિહાસિક સામગ્રી સાંપડે, પણ અંદર અંદર કલહમાં મચેલ આપણને કયાં આ વાતની પડી છે? રાણકપુરથી સાદડી, વરકાણા, શિવગંજ, સીરાહી અને એની વચમાં આવતાં ગામામાં મુકામ કરતા અમે આજે અણાદરા આવી પહેાંચ્યા છીએ. આવતી કાલે પ્રભાતમાં અમે દેલવાડાનાં જગમશહૂર કારણીવાળા મંદિરનાં દન કરી આનંદ હ મનાવીશું. સીરેાહીથી અાદરા આવતાં સીરાહી પહેલાં મીરપુર કરીને ગામ છે, તેમાં આપણાં ચાર મંદિર છે. ત્રણ ખાલી પડયાં છે. ત્રણે અકબધ મદિરા છે. એ મદિર તેા મને એવાં લાગ્યાં છે કે તે બધાયા પછી ગમે તે કારણે એમાં પ્રતિમાજી પધરાવવાના સુયેાગ મળી શકયા જ નથી. એક મંદિર એટલુ બધું ભવ્ય, મહાન અને અજબ કારણીવાળુ છે કે જેતે બંધાવવા બેસીએ તેા હજારા રૂપિયા જોઈએ. એ મંદિર જીરાઉલ્લા પાર્શ્વનાથનું હતું. આજે એ ખાલી પડવુ' છે. એ મંદિરમાં એકાદ મૂર્તિ હોય તેા એની સારસભાળ થાય, અને એ મંદિર તીરૂપ બન્યું રહે. જે એક મંદિર સાધારણ મદિર જેવું છે તેમાં પ્રતિમાઓ છે. અહી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy