________________
૨પર
જ્ઞાનાંજલિ વાડીને બગીચા તીરથ, સગવાડે સુથાર બેલા તીરથ, ધામ જુણ મોકલો તીરથ૦. ચનણરૂક કા તીરથ, ચનણ તો વેરાવો તીરથ૦. ગાડીઓ ઘડાવો તીરથ, અડદી ગાડી અડદી વાલી તીરથ૦. પારી સંઘ ચલાવો તીરથ, સૂરજ કેમે ઝાંકો તીરથ૦. કાચે રે બેડલો તીરથ, કાંકર બેડલી તીરથ૦. મોર સાતે ને સયા ૧૩ તીરથ, દાતણ આને મેડે તીરથ૦. સાથેરે કડકાઇરાલુ તીરથ, સાથે વાટીપ આલુ તીરથ૦. સાબુ૧૬ કાગલા કરા તીરથ, કાચનો બેડલો ભરી લાવો તીરથ.. તટકે બેઠેલે છડી લેવો તીરથ, જાઈ રે ધામા દોડ તીરથ૦. સ્ટેપરી ૧૭ રે જાંપા દ્ર તીરથ, ચલાવો ગાડી ચલાવો તીરથ૦, કાલેજ સામેલજી તીરથ, ગુજરાતમેં સામલજી તીરથ૦. ખડકમે કાલેજ તીરથ, ડુંગરપુર પડાવ તીરથ૦. ધામતીરે ડાક મોકલે તીરથ, ધામા દોડે રેડાક તીરથ૦. સઘળો સંધ ચલાવે તીરથ, હિંદુ વડલો આઈ તીરથ૦. ખેરવાડા આવી લાગે તીરથ, તીયાં ૧૮ પડાવ કરાવો તીરથ૦. દનડો બૂડી જાય તીરથ, દનડો ઊગી જાય તીરથ૦. સંધ ચલવે લાગે તીરથ, આવી લાગો સેમ તીરથ૦. આવી લાગા ભયાવાલી વાવડી તીરથ, આવી લાગ કાલાજી તીરથ૦. પારીરે ૧૯ બોલમાં ચેડી તીરથ, રૂપાવાળા મોરીયા તીરથ, મોરીયા તે ચેડા લાગા તીરથ, ચકલી તે ચડવા લાગા તીરથ૦. રૂપાવાલી માછલી તીરથ, માતલી તો એડવા લાગા તીરથ,
કેસર ચડવે લાગા તીરથ૦, બેલમા તો આવી કદી તીરથ૦. આ જાતનાં ગીત ગાય છે. ગીત સ્ત્રી અને પુરુષ સાથે મળીને પણ ગાય છે. પુરુષ અને સ્ત્રીઓ અર્ધચંદ્રાકાર ઊભાં રહીને ફરતાં ફરતાં તાલીઓ પાડતાં ગાય છે. વચમાં તાન ચડાવવા માટે ઊંચેથી પુર૨૨૨૨૨ શબ્દ વારંવાર બોલીને કુદતાં રહે છે. દરેક ગીતને એક જ પદ્ધતિથી જાડા સ્વરે ગાય છે, દરેક કડીને બીજી વાર બોલતી વખતે આદિમાં “ભાઈ ભારે તીરથ જાઈ રે' ઉમેરે છે, જેમ કે –
અમદાવાદ મોડા તીરથ જાઈ રે, જાઈ મારે તીરથ જાઈ રે, અમદાવાદ મેડા તીરથ જાઈ રે જાઈ યાત્રાએ આવનાર દરેક ભીલ-ભીલડી નાહીધે પ્રભુની પૂજા કરે છે, અને પ્રભુને ગળે, હૃદયે, ચરણે વળગી પડે છે, તેમ જ જોરજોરથી જેકારા બોલતા રહે છે.
ભીલોમાં વૈરાગ્ય આવે છે ત્યારે ભગત બની જાય છે. એ ભગતો માંસાહારનો સદંતર ત્યાગ કરે છે, અને ભીલોની સાથે ખાવાનું પણ છોડી દે છે. ભગતે એકબીજાને ત્યાં ખાય પીએ ખરા. એ
૯ દોડતા. ૧૦ જુણ-જનમાણસ. ૧૧ ચંદનનું ઝાડ. ૧૨ કાખમાં. ૧૩ સખીઓ. ૧૪ કોગળા. ૧૫ ઘઉંના લોટની બાટી. ૧૬ ચુલુ કોગળા. ૧૭ ઠાકોર, ૧૮ ત્યાં. ૧૯ પગે ચાલીને યાત્રા કરવાની માનતા ચડાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org