________________
૨૫૦ ].
જ્ઞાનાંજલિ રમતી રહેવી જોઈએ, તેને તેમને સ્વનેય ખ્યાલ હોતો નથી, એ કેટલું બેહૂદું તેમ જ શોચનીય છે. આજે સિદ્ધાચળજી ઉપર નજર કરીશું તો ભાગ્યે જ પ્રાચીનતા નજરે આવશે. પૈસા કમાવા ખાતર મંદિરોની મજબૂત ભીતોને તોડીને નવા ગોખલાઓ બનાવી અહીંની મૂર્તિઓ ત્યાં અને ત્યાંની મૂર્તિઓ અહીં એમ એકબીજા ઠેકાણેની અને એકબીજાના નામની મૂર્તિઓની ફેરબદલી કરવાનું કામ ઘણી હોશિયારીથી કરાય છે, અને કરાયું છે. મંદિરની ભતેમાં નવેસર ગોખલાઓ કરવાથી ભીંતને ઓસાર પાતળો પડતાં મંદિર અલ્પાયુ થાય, એ વાતને વિચાર પૈસા કમાનારે શા માટે કરવો જોઈએ વાર? મેં એવી અનેક મૂર્તિઓ જોયેલી છે કે જેની મૂળ દેરી અને શિલાલેખ આદિ બધુંય કાયમ હોવા છતાં માતિને ત્યાંથી દેશવટો ભોગવવો પડ્યો છે. આવાં પરિવર્તન ઉચિત ન ગણાય. અતુ. આ તો મેં પ્રસંગવશાત લખી નાખ્યું.
આ તીર્થનો વહીવટ પણ આપણી પેઢી કરે છે. એની જ દેખરેખમાં મંદિરના આવશ્યક જણેધારનું કામ ન થયું અને ફરતીમાંની દેરીઓમાં આરસની લાદીઓ ઍટાડવામાં આવી છે. એ માટે અમદાવાદના જ કઈ ભાગ્યવાન શ્રાવકે પચીસ-ત્રીસ હજાર રૂપિયા આપ્યા છે એમ સાંભળવામાં
છે. ફરતીની દેરીઓમાં આરસની લાદીઓ ચટાડ્યા સિવાય કાંઈ અટકયું ન હતું; એના બદલે બીજા આવશ્યક કામ માટે જે ખરચ કર્યું હતું તે તે વધારે ઉચિત ગણાય.
આ મંદિરને સામાન્ય રીતે જોતાં પણ બે કલાક લાગે તેમ છે. જે ખરા જેનાર આવે છે તેઓ એક દિવસમાં મંદિર જોઈ શકતા નથી. અમે મંદિરના નિરીક્ષણ માટે પાંચથી છ કલાકને સમય
હતો અને અમારી યાત્રા સમાપ્ત કરી હતી. અહીંની યાત્રામાં આપને અમે વારંવાર યાદ કર્યા હતા.
એ જ. શિશુઓને યોગ્ય સેવા ફરમાવશે. કૃપાદૃષ્ટિ છે તેવી રાખશોજી. લાભવિ. મ.. કપૂર વિ. મ. મેઘવિ. મ. આદિને સાદર વંદના.
દ. શિશુ પુણ્યની ૧૦૦૮ વાર વંદના. दीसइ विविहऽच्छरियं, जाणिज्जइ सुजण-दुजणविसेसो । विन्नाणं च कलिजइ, हिंडिज़्जई तेण पुहवोए ॥१॥
[ “પ્રસ્થાન,” ભાદ્રપદ, સં. ૧૯૮૮ ] વિહારવન
[૩] જૈનેતર આદિ દરેક પ્રજા કેસરિયાજીની ઉપાસના કરે છે ખરી, પણ એ બધાય કરતાં એ પ્રભુની પરમ ઉપાસક અહીંની ભીલ પ્રજા છે. સમયના ફેરફાર સાથે ભલે બીજી પ્રજા કેસરિયાનાથજીની ઉપાસના છોડી દે, પણ અહીંની ભીલ પ્રજા એ પ્રભુની ઉપાસનાને સ્વનેય વિસારે તેમ નથી. કેસરિયાનાથની અનન્ય ભક્ત એ પ્રજાના રીતરિવાજ આદિ ઘણું રસપ્રદ છે. એટલે એ પણ આપને જણાવું છું. ઉદયપુર અને ડુંગરપુર સ્ટેટમાં મળી એમની વસતી આશરે ચાર પાંચ લાખ જેટલી હશે. એ પ્રજા એટલી નીતિશીલ છે કે, પોતાની ચોકી મળી ગયા પછી પ્રાણુતે પણ માણસને આંચ આવવા ન દે. એ પ્રજા એટલી સંવિભાગશીલ છે કે, પોતાને ત્યાં પિતાના નાતીલા ગમે તેટલા આવે તોપણું એ સૌને આપીને જ પોતે ખાય. એ લેકે મુખ્યત્વે ખેતીથી અને તે સિવાય જગલનાં લાકડાં, ઘાસ આદિ ઉપર પિતાને નિર્વાહ ચલાવે છે. પહાડોમાં જ્યાં ભીલોની જ વસતી છે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org