________________
વિહારવર્ણન-૨
[ ૨૪૯ ઉપરથી પણ ભાગ્યે જ આવી શકે તેમ છે. ચૌદ સે ચુંમાલીસ થાંભલાઓ, વિવિધ મંડપ, વિવિધ કરણયુક્ત છતો અને તોરણો, ઉન્નત અને કોરણીયુક્ત થાંભલાઓ, માળની રચના, શિખરો અને છેવટે મંદિરની વિશાળતા એ બધી બાબતોનો ખ્યાલ એ ફોટાઓથી એકસાથે શી રીતે આવી શકે ? આમ છતાં મંદિર ધાર્યા પ્રમાણે પૂર્ણ થઈ શકયું નથી. એમ કહેવાય છે કે ધરણશાહે પોતાનું આયુષ્ય અલ્પ જાણું મંદિરનું અધૂરું રહેલું કામ જેમતેમ કરીને પૂરું કરાવી લીધું. ઉપલક દૃષ્ટિએ જોનારને પણ મંદિરની એ અપૂર્ણતા ધ્યાનમાં આવી જાય તેમ છે. મંદિરમાં પ્રવેશ કરતાં તેમ જ ઉપરના ભાગમાં અનેક ઠેકાણે મસ્જિદના આકારો બનાવેલા છે. એ મુસ્લિમ રાજાઓ અથવા તેમના અમલદારો ધાર્મિક ઝનૂનમાં આવી મંદિરને તોડી ન નાખે એ મોટેને એક તરીકે છે. સંખ્યાબંધ જૈન મંદિરે આ તરીકાથી મોગલોના હાથથી ભાંગતાં બચી જવા પામ્યાં છે. મંદિરને મુખ્ય લેખ ચૌમુખજીના દ્વાર પાસે લાગે છે. એ સિવાય ભીતોમાં અને થાંભલાઓ ઉપર બીજા ઘણું લેખો છે. પણ ઘણુંખરા ત્યાં યાત્રા કરવા આવનારાઓએ ત્યાંના સલાટોને પૈસા આપીને, જાણે લખી દેવાથી યાત્રા સફળ થઈ જતી ન હોય તેમ પોતાની યાત્રા સફળ'ના લેખો કોતરાવ્યા છે. ઠેકઠેકાણે સલાટોનાં નામ કતરાયેલાં છે. અને હજુ પણ લખાયે-કેતરાયે જાય છે. પિતાની પુણ્ય લક્ષ્મીને પાણીની જેમ આ મંદિર બંધાવવા માટે ખરચનાર સંઘવી શેઠ ધરણુશાહની અને પોતાનાં સંપૂર્ણ શિલ્પકૌશલ્યને આ મંદિરની રચના માટે કામમાં લેનાર સૂત્રધાર રા. દેપાકની મૂર્તિઓ મૂળ ગભારાની સામે આવેલા બે થાંભલામાં કોરાયેલી છે. આ બન્નેય મહાપુરુષોના વંશજે અત્યારે વિદ્યમાન છે, પણ મૂળ પુરુષોને એ લક્ષ્મીવૈભવ અને જ્ઞાનવૈભવ આજે એમનામાં નથી રહ્યાં.
આ મંદિરમાં ચોરાસી ભોંયરાં છે એવો પુરાણો છેષ ચાલ્યો આવે છે, પણ અત્યારે કોઈને એની યાદ નથી. અમે મંદિરમાં પાંચ ભોંયરાં જોયાં. એમાંનું એક ભોંયરું જે રાયણના ઝાડની નજીકમાં ઉત્તર બાજીના મુખની સામે આવેલું છે, એ દર્શનીય છે. બીજુ સામાન્ય છે. કેટલાંક ભોંયરાં તો મોટાં આળાં જેવાં છે. મંદિરની વિશાળતા જોતાં નાનાં મોટાં થઈ ચોરાસી ભોંયરાં હોવાં અસંભવ નથી. અમે જે જોયરાં જોયાં તેમાં સારામાં સારી નાની તેમ જ મોટી સંખ્યાબંધ મૂર્તિઓ અવ્યવસ્થિત દશામાં પડેલી છે. એ બધી પંદરમી અને સોળમી શતાબ્દીની પ્રતિષ્ઠિત છે.
અહીંનું મંદિર લગભગ પાંચ શતાબ્દીઓના વાયરા ખાવાને લીધે ઘણે ઠેકાણે પુનર્જીવન માંગે છે. એક લાખ રૂપિયા હોય તો તે પણ ઓછા પડે તેમ છે. કઈ ભાગ્યશાળી આનો જીર્ણોદ્ધાર કરાવવા પિતાને હાથ લંબાવે એમ સી કેઈ ઇચ્છે અને કહે. પણ મને કહેવા દે તો હું તો ઉમેરું કે, એ દ્રવ્ય વિજ્ઞ મનુષ્યના હાથમાં જ સોંપવું જોઈએ કે જેથી મંદિરને ઉદ્ધાર થવાને બદલે એની કળાને, એની પ્રાચીનતાને અને એની અભુતતાને નાશ ન થાય. આજે વર્ષોનાં વર્ષો વહી જવા છતાં આપણું તીર્થો અને મંદિરના વહીવટર્તાઓને એ ખબર નથી કે જીર્ણોદ્ધાર એટલે શું ? અને જીર્ણોદ્ધાર કોને કહેવાય ? કોઈ પોકારી પોકારીને કહે તો તે સાંભળવાને તેમને કાન હતા નથી અને સમજવાને બુદ્ધિ તેમ જ હૃદય હોતું નથી. વધારે દૂર ક્યાં જઈએ પણ આપણી માન્ય આણંદજી કલ્યાણજીની પેઢીના શેઠિયાઓને અને કાર્યાયર્તાઓને પણ ખબર નથી કે જીર્ણોદ્ધાર એટલે શું ? સ્વર્ગસ્થ શેઠ શ્રી વેણીચંદ સૂરચંદભાઈએ ઠેકઠેકાણે આરસની લાદીઓ લાદી લાદીને કેટલાય નાશ કર્યો છે, મંદિરને લક્ષણવિહીન કર્યા છે. રખે ક્યાંય શત્રુંજયની પ્રાચીનતા કાયમ રહી જાય એ માટે લેખેવાળા પરિકરે કાઢી નાંખ્યા છે અથવા લેખો ઢાંકી દીધા છે! આવી અનેક વાતો પેઢીના કાર્ય કર્તાઓના ખ્યાલમાં હજુ સુધી આવી જ નથી. પેઢીના કાર્યકર્તાઓના મગજમાં જે વાતે પ્રતિક્ષણ
જ્ઞાનાં. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org