________________
૨૪૦ ]
જ્ઞાનાંજલિ બદલે આરામ મળ્યો. આગળ ચાલતાં અમે કોઈને પૂછીએ કે “ શિવગંજ અઠાસુ તરે રે ?” ત્યારે એ લોકે કેટલીક વાર સુધી અમારી સામે જ જોઈ રહે. જ્યારે બે ત્રણ વાર પૂછીએ ત્યારે બેલે કે “વારે સવગજ જાણો વે ? ” અમે સમજી ગયા કે અમે શિવગંજ જેવું અશુદ્ધ (?) નામ ઉચ્ચારીએ તે આ લકે શી રીતે સમજી શકે ? છેવટે અમે કહ્યું કે “ હાં, સવગજ જાણો વિ.' ત્યારે કહે કે “તીન કે વે.' અમે આગળ રસ્તો કાપવા માંડયો અને મનમાં ને મનમાં વિચાર થયો કે મેગાથિનિસ જે વિદ્વાન રાજદૂત “ચંદ્રગુપ્તને બદલે “સેન્સેકર્સ” ઈત્યાદિ લખે અને અત્યારની વિજ્ઞ બ્રિટિશ પ્રજા “ગંગાજી” આદિ શબ્દોને બગાડી “ગેજીંઝ” (Ganges) આદિ બોલે -લખે તો ગામડાની અભણ પ્રજા, ગામનાં નામો બગાડે એમાં શી નવાઈ ? અસ્તુ અમે કેટલુંય ચાલીએ અને રસ્તે મળનારને પૂછીએ પણ શિવગંજ ત્રણ કેસનું બે કેસ ન થાય. આ ખરે ત્રણ ત્રણ માઈલના એક કેસને લેબે, ત્રણ કોસ ભૂમિ વટાવી બપોરના દેઢ વાગે અમે સવજ=સવજગા ઉર્ફે શિવગંજના પાદરનાં દર્શન કર્યા અને ગામમાં પહોંચ્યા. ત્યાંથી ખોવાણુદી સાત ભાઈલ જ દૂર હતું એટલે બીજે દિવસે ત્યાં ઘણું આરામથી પહોંચ્યા.
ખોવાણદી ગામમાં પ્રતિષ્ઠા મહોત્સવ હોવાને કારણે ખૂબ માનવમેદની જામી હતી. ભારવાડમાં એવો નિયમ છે કે પ્રતિષ્ઠા મહોત્સવ વખતે આજુબાજુના ગામના લોકોને નોતરવા જોઈએ. આજુબાજુના લોકો કોઈ કારણસર ન આવતા હોય તો પ્રતિષ્ઠા કરનારે પાઘડી ઉતારીને પણ સૌને મનાવવા પડે છે અને લોકો પણ પ્રતિષ્ઠા કરાવનારના ગૌરવ ખાતર માર્ગ કાઢી મનાઈ જાય છે અને પ્રતિષ્ઠા મહોત્સવમાં ભળી શોભામાં વધારો કરે છે.
ભારતીય આર્યપ્રજાને સમર્થ શાસ્તાઓએ આર્ય પ્રજાના જીવનની પવિત્રતાના સુકાતા પ્રવાહને સજીવન રાખવા માટે જે બુદ્ધિમત્તાભર્યા રીતરિવાજો ચાલુ કર્યા હતા તે બધાયના મૌલિક ઉદેશો જેમ પ્રજાએ ભૂંસી નાખ્યા છે, તેમ આવા મહોત્સવ પ્રસંગે પરસ્પરથી વિખૂટી પડી ગયેલી આંતર તથા બાહ્ય એકતા તેમ જ મીઠાશ સાધવા માટે જે નમ્રતા વગેરે પ્રગટ કરાતાં તેમ જ ભિષ્ટ ભોજન જમાતાં તે આજે માત્ર બાહ્ય અને તે પણ ક્ષણિક મિત્રતા અને મીઠાશના રૂપમાં પરિણમી ગયાં છે.
અહીંયાં સ્ત્રીઓનાં ટોળાં ગાતાં ગાતાં દેડાદોડી કરતાં હોય છે, પણ તે શું ગાય છે. એ જરાય સમજાય નહિ; તેમ જ કુદરતી સ્ત્રીજનસુલભ કંઠમાધુર્ય પણ તેમનામાં હોતું નથી. માત્ર બધી ભેગી થઈને હોહો કરતી હોય એમ લાગે છે. આ કાંઈ જૈન સ્ત્રીઓ માટે જ નથી, પણ અન્ય કોમની સ્ત્રીઓ ગાતી હોય તેમના પણ એ જ હાલ છે. સ્ત્રીઓ દોડાદોડ કરતી હોય ત્યારે સામે આવનારની દરકાર તેમને હોતી નથી. જે સામે આવનાર પિતાને સંભાળે નહિ તે ઉભયપક્ષ જરૂર પરસ્પરમાં અથડાઈ પડે. ઘણી વાર એવા બનાવો બની જાય છે કે સામે આવતાં ગાય, ભેંસ કે ઘોડાઓની પણ તેમને પરવા હોતી નથી. જ્યારે સામો માણસ બૂમ પાડે ત્યારે મુશ્કેલીથી દૂર હઠે. આવા બનાવે બનવામાં તેમને ઘૂંઘટ અને તે સાથે તેમની શુન્યતા એ જ કારણભૂત છે.
અહીંની પ્રજાનાં ખાન-પાન, પહેરવેશ, ભાષા, કંઠ આદિ જે જુઓ તે બધું જાડું જ જાડું છે. વિધાતાએ આ દેશમાં એકલા પાણીને જ કેમ પાતળું રહેવા દીધું હશે ? એ સમજાતું નથી!
અહીંના ગાઉ બહુ મોટા. કેટલીક વાર ત્રણ માઈલને એક ગાઉ થઈ જાય છે, પણ મોટે ભાગે અઢી માઈલન ગાઉ તો હોય જ. “ગાઉ” ને “કેસ' કહે છે. અહીંના લેકે સામાન્ય રીતે “સ” ને “ચ” બેલે છે અને “ચ” ને “સ” તરીકે ઉચ્ચારે છે. તથા “ર” અક્ષરને મૂર્ધન્ય હોવા છતાં કંઠથ અક્ષરની જેમ બોલે છે. એટલે એ ઉચ્ચારમાં “ગ” અક્ષરનો ભાસ થાય છે. અસ્તુ. આ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org