SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ વિહારવર્ણન [ ૨૩૯ અનુભવ વધારે થાય છે, એમ સાંભળવામાં આવ્યું છે. રાજદંડની અસર અહીંની પ્રજા ઉપર એટલી તીવ્ર થઈ છે કે અહીંના રહેવાસીમાં લક્ષાધિપતિ કણું અને ગરીબ કણ એ જાણી શકાય જ નહિ, કારણ ધનવાન હોય કે ગરીબ, દરેકનાં ઘર, પહેરવેશ, ખાનદાન બધું એકસરખું જ સાદું હોય છે. જોકે અત્યારે અહીંની રાજનીતિમાં ફેરફાર થવાના કારણે તેમ જ અહીંની પ્રજાના પરદેશમાં રહેવાને લીધે ઉપરોક્ત બાબતમાં ઘણાય અપવાદ નજરે આવે છે, તેમ છતાં હજુયે પ્રજાને મોટો ભાગ એવો છે જે એકસાથે બેઠા હોય તો એ પારખવું શક્ય નથી કે આમાં ધનાઢ્ય કોણ છે અને સાધારણ કેણ છે ? એક સમય એવો હતો કે જ્યારે અહીંના રાજાઓ પ્રજા પૈકીના કેઈને પણ ખાનપાન, પહેરવેશ આદિમાં ઠાઠમાઠવાળો જુએ કે તરત જ તેને લૂંટી કરીને ખાલી કરી નાખે. આજે એ સ્થિતિ તો અહીંના રાજકર્તાઓની નથી રહી. વસ્ત્રલૂંટનાને અર્થાત લૂંટાવા ભય હજી સિરોહી રાજ્યમાં છે ખરો. જે એક ગામથી બીજે ગામ જતાં ચોકીદાર મીણો ન લીધે હોય તે જરૂર રસ્તામાં લૂંટાવાનો ભય રહે છે જોધપુર રાજયમાં એ ભય રહ્યો નથી, કારણ કે જોધપુર સરકારે રસ્તામાં ઠેકઠેકાણે ચોકીઓ બેસાડી દીધી છે. એટલે એ રસ્તેથી જનારે નિયમ પ્રમાણે ચોકી આપી દેવી જોઈએ. સાથે વળાઉ લેવાની જરૂરત રહેતી નથી. સિરોહી રાજ્યને લગતી કેટલીયે એબ લગાડે એવી વાતો સાંભળવામાં આવે છે; પણ એ સાથે આપણને અત્યારે કાંઈ લેવાદેવા નથી. આબુરોડથી પ્રયાણ કરી અમે પાંચમે દિવસે ખીવાણુદી પહોંચ્યા. અહીંથી ચાલતાં ચાલતાં અમે પાંચપચાસ મારવાડી ભાષાના શબ્દ અને કેટલાંક વાળો શીખી લીધાં. અને જ્યાં ત્યાં ભેળસેળવાળી મારવાડી ભાષા હાંકે રાખવા લાગ્યા. કેટલીક વાર અમારી ભાષા સામો માણસ ન સમજે ત્યારે અમને છે કે “ થે કણ દેશરા આદમી હો ? થારી બોલીમેં ઠા કે નહીં પડે, થારી બેલી અઠારી નહી વે.” અમો આ સાંભળી અગડબગડે ઉત્તર આપીએ અને મજા થાય. આખરેડથી અમે પહેલા બે દિવસ રેલવે સડક ઉપર ચાલ્યા. રેલવે સડક ઉપર ચાલતાં વળાઉની આવશ્યકતા રહેતી નથી, પણ સડક ઉપર પથરા અને કાંકરી એવી પાથરેલ છે કે પગનાં તળિયાં છલાઈ જાય. અતુ. બે દિવસ ચાલ્યા અને અઠ્ઠાવીસ માઈલની મુસાફરી કરી. ત્રીજે દિવસે રેલવે સડક પડતી મૂકી અને વળાઉ લઈ અમે ગાડા રસ્તે ચાલ્યા, ચોથે દિવસે અમારે ગડારતે જ શિવગંજ જવું હતું. પણ મારવાડી સેવકોની–મંદિરના પૂજારીની-હરામખોરીને લીધે વળાઉ ન આવવાથી અંતે અમારે રેલવે સડકનું જ શરણું લેવું પડયું. પ્રસંગોપાત્ત એક અનુભવ જણાવી દઉં કે આ સેવકે ગાળેથી જ સીધા થનાર હોય છે. ભલમનસાઈથી તેમની સાથે વાત કરવામાં આવે તો જાણે કોઈ કાંઈ કહે તું જ નથી, તેમ આંખ આડા કાન કરે અને જ્યારે તેમની સાથે કડકાઈથી વાત કરવામાં આવે ત્યારે જ સીધા રહે. મારી સાથે પ્રભાવિજયજી હોવાથી અને તે આ દેશના પરિચિત હોવાથી બધાંયને પહોંચી વળતા હતા. અસ્તુ. પહેલા બે દિવસ રેલવે સડક ઉપર ચાલવાથી અમારા પગનાં તળિયાં એવાં ઘસાઈ ગયાં હતાં કે આજે સાત માઈલ ચાલતાં ત્રણ કલાક લાગ્યા. આટલું ચાલ્યા પછી શિવગંજ પહોંચવા માટે અમારે નવ માઈલ ચાલવાનું બાકી જ હતું. શિવગંજ જવા માટે અમારે રેલવે ફાટકથી ઊતરવાનું હતું રસ્તામાં અમે પૂછીએ કે, “શિવગંજરો રસ્તો કઠેસ જાવે છે ?” ત્યારે જવાબ મળે કે “ધકે આવે. જેટલી વાર જે કોઈનેય પૂછો : એક જ નિશાળે ભણેલા હોય તેની જેમ એનો એ જ જવાબ મળે. છેવટે ફાટક આવ્યું અને અમે ગાડારતે ઊતરી શાન્તિનો શ્વાસ - લીધેઃ જેકે ચાલવાનું તો હતું જ-પણ રેલવે સડક ઉપર કાંકરીને લીધે પગ મુકાતો નહોતો તેને 1. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy