________________
વિહારવર્ણન
[૧]
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાત્યાદિગુણણણાલંકૃત વૃદ્ધ ગુર દેવ પ્રવર્ત કજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજજી તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી ૧૦૮ શ્રી ચતુવિજયજી મહારાજ આદિ મુનિ મંડળની સેવામાં શિશુ પુણ્ય-પ્રભા–રમણીકની સવિનય સબહુમાન વંદના ૧૦૦૮ વાર સ્વીકૃત . આપ ગુસ્કે ધર્મપ્રસાદે સુખશાતામાં હશો. અમે શિશુઓ પણ આપની કૃપાદૃષ્ટિથી આનંદમાં છીએ.
વિશેષ, આબુરોડ સુધીના અમારા વિહારના સમાચાર શ્રી મેઘવિજયજી મહારાજના પત્રમાં લખ્યા હતા તે આપે વાંચ્યા હશે. હવે આગળના સમાચાર આપની સેવામાં નિવેદન કરું છું.
આબુરોડથી અમારે ઈરાદે આબુગિરિ ઉપર જવાનો હતો, પણ ઠંડીના કારણે ઉપર જવાની ના આવવાથી આપથી આજ્ઞાનુસાર ઉપર જવાનો વિચાર અમે માંડી વાળ્યો, અને સુરતમાં નાની મોટી પંચતીર્થયાત્રાનો ક્રમ ગોઠવ્યો. પણ તે અરસામાં અમને સમાચાર મળ્યા કે ખીવાણીમાં મહા સદી ૧૦ને પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તે સમયે પં. શ્રી લલિતવિજયજી મહારાજ પણ ત્યાં પધારવાના છે. આ ખબર મળવાથી મારવાડમાં પ્રતિષ્ઠા મહોત્સવ કેવા થાય છે, એ જોવાની ઉત્કંઠાથી પંચતીર્થયાત્રાના વિચારને વહેતો મૂકી અમે આબુરોડથી મહા સુદિ ૬ ના દિવસે ખીવાદી તરફ પ્રયાણું કર્યું. આબુરોડથી વિહાર કરતાં અમને–
__ मरुदेशे पञ्च रत्नानि कांटा भाठाश्च पर्वताः ।
કરતુ રાજ 34 શ્વમં વસ્ત્રનુve I એ મારવાડ દેશનાં પંકાતાં પાંચ રને પૈકીનાં “કાંટા” “ભાઠા' અને પર્વતો' એ ત્રણ રત્નોને, ડગલે ને પગલે સાક્ષાત્કાર થવા લાગે. જોકે સામાન્ય રીતે આ રનોનું દર્શન તો અમને પાંથાવાડાથી જ થવા લાગ્યું હતું, પણ મભૂમિનાં અલંકારભૂત એ રત્નો પોતાની રાજધાનીમાં સવિશેષ શોભી રહે એમાં પૂછવાનું શું હોય વારુ ?
રાજદંડ અને વસ્ત્રલૂંટન એ બે કીંમતી રત્નોનું દર્શન અમને આપના પ્રતાપે નથી થયું. અહીંની પ્રજાને એ બનેય રત્નનું દર્શન અવારનવાર થતું જ રહે છે. ખાસ સિરોહી રાજ્યમાં પ્રજાને એનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org