SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા શ્રી ચારિત્રવિજયજી [ ૨૭૭ અંગત પરિચય મને થયો છે એમ હું કહી શકું નહિ. ત્યારે આ “રમારક ગ્રંથમાં હું તે મહાપુરુષની કઈ સ્મારકકથા આલેખવાનો, એમ સૌ કોઈને સહેજે શંકા થયા વિના નહિ જ રહે. પણ તેનો ઉત્તર માત્ર એ જ હોઈ શકે કે, મહાપુરુષો સ્થૂલ દેહે મરવા છતાં ગુણો દ્વારા તેઓ જગતમાં સદાય જીવતા હોય છે. એ જ કારણ છે કે, શ્રમણ ભગવાન મહાવીરદેવજેઓને અતીત થયે સૈકાઓના સૈકાઓ વહી ગયા તેમ છતાં આજે આખું જગત અને આપણે એ મહાપુરુષને ઓળખીએ છીએ–ઓળખવાને દાવો કરીએ છીએ અને એના પુનિત નામને અશાન્તપણે જપીએ છીએ. આ જ રીતે હું શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજશ્રીને સ્થૂલ દેહે અદસ્ય હોવા છતાં ગુણો દ્વારા ઓળખી શકું છું અને આ સ્મારકગ્રંથમાં તે પુરુષના અલ્પરિવરૂપ ગુણાનુવાદ કરી મારી ભારતીને પવિત્ર કરું છું–કરવા પ્રયત્ન કરી રહ્યો છું. મહાપુરુષની કિંમત એના સ્થલ દેહના આકાર ઉપર, તેના માતા-પિતા ઉપર, જાતિ ઉપર કે દેશ ઉપર : એ કશાય ઉપર નથી. એની કિંમત કે મહત્તા એના આંતરજીવન અને એની કારકિર્દી ઉપર અવલંબેલી છે એટલે હું આપણા સ્મારકગ્રંથનાયક “ચારિત્રને સ્કૂલરૂપે ઓળખતો ન હોઉં અથવા તેમની મુખાકૃતિનું મને સ્મરણ ન હોય એથી એ મહાપુરુષના ગુણનુવાદ કરવા માટે મને કોઈ પણ પ્રકારને રાધ થાય તેમ નથી. પૂજ્યવર શ્રીયુત ચારિત્રવિજયજી મહારાજશ્રી કેણ હતા, ક્યાંના હતા, ઈત્યાદિ કશુંય હું જાણતો નથી. માત્ર એટલું જ જાણું છું કે, તેઓશ્રી પ્રજ્ઞાંશ આચાર્ય મહારાજ શ્રી વિજ્યકમળમૂરિ મહારાજના પ્રશિષ્ય હતા. તેમ છતાં એ પુરુષે પોતા પાછળ અવશેષરૂપે મૂકેલ બે વિશિષ્ટ સંભારણથી હું તેમને સવિશેષ ઓળખું છું. એક તો અત્યારે જગત પોતાની આંખે સાક્ષાત જોઈ શકે એવું પાલિતાણાના પાદરમાં આવેલું યશોવિજય જૈન ગુરુકુલ” જેમાં સંખ્યાબંધ જૈન બાળક વિશિષ્ટ જ્ઞાનનો વારસ મેળવી રહ્યા છે. એની શુભ સ્થાપના આપણું સ્મારકગ્રંથનાયક “ચારિત્ર”ને હાથે જ થયેલ છે અને એને એઓશ્રીના જ વિદ્વાન શિખ્યો અથાગ પરિશ્રમથી જીવન પૂરી રહ્યા છે. ખરે જ પોતાના ગુરુદેવની શક્તિ અને ઉત્સાહનો અખંડ વાર એ વિદ્વાન શિષ્યમાં ઊતરી આવ્યો છે. એથી એ મહાપુરુષમાં રહેલ ગ્યતાને આપણને સહેજે સાક્ષાત્કાર થઈ જાય છે. બીજો પ્રસંગ પાલિતાણાના જલપ્રલયનો છે. એ જલપ્રલયમાં તણાતા સંખ્યાબંધ મનુબેને તેઓશ્રીએ પોતાના જીવનની દરકાર કર્યા સિવાય દૈવી સાહસ દ્વારા બચાવીને અભયદાન આપ્યું હતું. તે પ્રસંગે તેઓશ્રીએ જે સમયસૂચકતા વાપરી હતી એ જૈન મુનિજીવનની શિલીને શેભાવે તેવી હતી. “ સાધુથી કાચા પાણીમાં ઊતરાય નહિ, ગૃહસ્થને બચાવવાથી પાપ લાગે” ઇત્યાદિ અપેક્ષિક જેન શિલીનાં વાક્યોને વિકલેન્દ્રિયની માફક પકડી ન રાખતાં વિચારપૂર્વક તેઓશ્રીએ જે કાંઈ કર્યું એથી જૈનશાસ્ત્રની સ્યાદાદ શૈલીને ખચિત જ શોભાવી છે, જેના આગમનાં એ વાક્યો જડતાભર્યા નથી પણ કોઈ ગંભીર આશયથી તેમ જ કેઈ દેશ, કાળ, વ્યક્તિ વિશેપને લક્ષીને છે–સાર્વત્રિક નથી એમ સાબિત કરી આપ્યું છે. જૈન સમાજ એ મહાપુરુષને અને તેમના ગુણોને યાદ કરી તેમના પ્રત્યેના ઋણ અદા કરે તેમ જ એ મહાત્માના ગુણોને જીવનમાં ઉતારવા યત્ન કરે એ જ અંતિમ શુભેચ્છા સાથે એ મહાપુરુષને ૧૦૦૮ વાર વંદન હો. [" શ્રી ચારિત્રવિજય”નું આમુખ, સં. ૧૯૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy