SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ વિહારવર્ણન [ ૨૪૧ બધી સામાન્ય વાત થઈ. સાથે એ પણ કહેવું જોઈએ કે, અહીંના લોક-શ્રાવકોનો સાધુ પ્રત્યે અતીવ પ્રેમ છે. સાધુઓ માટે તેઓ ખૂબ જ તલસે છે. સાધુઓને જોઈને તેઓ હર્ષ ગદ્ગદ બની જાય છે. તેમનો પ્રેમભર્યો આગ્રહ તરછોડ ઘણું જ મુશ્કેલ થઈ પડે છે. અમે તે ઘણેય ઠેકાણે એવા પ્રેમભર્યા આગ્રહને તરછોડીને આગળ ચાલ્યા છીએ, કારણ કે અમારે અમારી સ્વેચ્છાએ વિહરવાનું નહોતું. જે આપણે મુનિવર્ગનો આવાં ક્ષેત્રોમાં વિહાર થાય તો ઘણો જ લાભ થાય. અહીંની પ્રજામાં ઉદારતા ઘણી જ છે. અહીંના લોકો પ્રતિકા, જિનમંદિર વગેરેમાં દર વર્ષે હજાર નહિ પણ લાખો રૂપિયા ખરચે છે. જો પ્રતિભાસંપન્ન સાધુપુરુષે તેમને સમયાનુકૂલ જૈન ધર્મની વૃદ્ધિનાં કારણો સમજાવે તો જરૂર તેઓ પોતાની ખરી ફરજ સમજે અને પોતાની ઉદારતાના પ્રવાહને તે માર્ગમાં વહાવે એમાં જરાયે શક નથી. મારવાડના જૈનમંદિરમાં, ખાસ કરી તીર્થસ્થાનોમાં જે જાતની ચોખવટ, સફાઈ કે ઉજળાશ હેવી જોઈએ એ અમુક સ્થાને બાદ કરીએ તો બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે અથવા નથી જ હોતી. એનું મુખ્ય કારણ એ છે કે, એ તીર્થસ્થાનોના રક્ષણ માટે તેમ જ તેના જીર્ણોદ્ધાર માટે જે આવશ્યક ધન જોઈએ એ ત્યાં નથી હોતું, તેમ જ તેવી આવક પણ ત્યાં હોતી નથી. કેટલેક ઠેકાણે એમ પણ હોય છે કે, પરાપૂર્વથી ચાલ્યા આવતા વહીવટકર્તાઓ પોતે એ મંદિરોની સંભાળ રાખતા નથી–રાખી શકતા નથી અને પોતાની સત્તા તૂટી જવાના ભયે એ મંદિરે શ્રીસંઘને પણ સોંપતા નથી. અહીંના મંદિરમાં ક્ષણવાર આંખને સંતોષવા ખાતર ટાઈસનો (રંગબેરંગી વિલાયતી ઈટોનો) ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે; તેમ જ હારે રૂપિયા ખર્ચ કાચના ટુકડાઓનું મનમેહક પણ તકલાદી કામ કરાવવામાં આવે છે, જે ડાં વર્ષોમાં ઊખડીને નાશ પામી જાય છે અને મંદિરની શોભાને બેડોળ બનાવે છે. હજારો રૂપિયા ખર્ચ મૂર્ખતાને ખરીદનાર આ બુદ્ધિમાનોને (?) કોણ સમજાવી શકે ? દર વર્ષે આવા તકલાદી કામમાં હજારે રૂપિયાનો દુરુપયોગ થતો જોઈ જરૂર દુ:ખ થયા વિના રહેતું નથી. અસ્તુ. ઉપલક દૃષ્ટિએ જોતાં આ બધી મારવાડની જે વાતો ધ્યાનમાં આવી તે જણાવી છે. ખીવાણુદીમાં મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ જોયો. ગૂજરાત કરતાં કાંઈ ખાસ નવીનતા મને તો લાગી નથી. અહીં મંદિર ઉપર ઈ, કે કળશ ચડાવનારની ઘણી ઇજજત ગણાય છે. એ કરતાંય વધારે વજ ચડાવનારની કીર્તિ ગણાય છે. અને મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવનારનો તે સૌ કરતાં વધારે યશ ફેલાય છે. આપસમાં લેકે લડતા હોય ત્યારે એ જાતના મહેણ તરીકેના શબ્દો પણ સંભળા માં આવે છે. જેમ કે: “ થારે બાપને મિંદરજી ઉપર અંડે તે નહિ ચડાવે છે ? ” ઇત્યાદિ. આ રીતે એકબીજા એકબીજાને કહે છે એમ સાંભળવામાં આવ્યું છે. ખીવાણદીથી વિહાર કરી અમે તખતગઢ ગયા. ત્યાં વિદ્વાન મુનિવર શ્રી કલ્યાણવિજ્યજી મહારાજનાં દર્શન કર્યા અને તેમની સાથે ત્રણ દિવસ રહી વિવિધ વાર્તાવિનોદ કરી આનંદ અનુભવ્યું. આગળની હકીકત હવે આવતા પત્રમાં નિવેદન કરીશ. સર્વે મુનિમંડળની સેવામાં સાદર વંદના. સેવક ઉપર કૃપાદ્રષ્ટિ રાખશે, એગ્ય સેવા ફરમાવશે. દા. શિશુ પુણ્યવિ.ની ૧૦૦૮ વાર વંદના. [‘પ્રસ્થાન', આષાઢ-શ્રાવણ, સં. ૧૯૮૮] જ્ઞાનાં. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy