________________
વિદુષી સાધ્વીએ
શીતનાં ઝેલાં જે ખમે, લૂની લહેર ખાય; ધર કરે અળખામણાં, તે નર જાત્રાએ જાય. કવિશ્રી ઉદયરત્નગણિ
""
પ્રસ્તુત “ શ્રી સમેતશિખરજી તીદન ” પુસ્તકના પ્રથમ વિભાગમાં પ્રવૃત્તિની સાધ્વીજી શ્રી રંજનશ્રીજીનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે, એ એક રીતે ઠીક જ થયું છે. સામાન્ય રીતે આજે જૈન વાડ્મય સામે કેટલાક મહાનુભાવાની કરિયાદ છે કે, વિશ્વના વિવિધ વાઙમયનાં ક્ષેત્રમાં અનાબાધપણે ગતિ કરનાર અને વિશિષ્ટ-વિશિષ્ટતમ શાસ્ત્રોની રચના કરનાર જૈનાચાર્યાએ જૈન સાધ્વીની જીવનકથાઓનું આલેખન કરવા સામે આંખમીંચામણાં કેમ કર્યાં છે? તેમ જ ઉદાસીનતા કેમ ધારી છે? પ્રાચીન જ્ઞાનભંડારામાં રહેલી બારમા-તેરમા-ચૌદમા સૈકા આદિમાં લખાયેલી હસ્તપ્રતિએના અતમાં લખાયેલી લેખકાની પુષ્પિકામાં યશ્રી મહત્તરા, સુમેરુસુંદરી મહત્તરા, પ્રભાવતી મહત્તરા, પરમશ્રી મહત્તરા, અજિતસુ દરી ગણિની, જગસુંદરી ગણિની, નિલમતિ ગણિની, દેવસર ગ॰, જિનસુંદરી ગ॰, કીર્તિ શ્રી ગ॰, તિલકપ્રભા ગ॰, ધલક્ષ્મી ગ॰, મરુદેવી ગ॰, વિનયશ્રી ગ॰, આલમતિ ગ॰, મહિમા ગ॰, શ્રીમતી ગ॰, માનસિદ્ધિ ગ॰, પુણ્યસિદ્ધિ ગ॰, શાંતિવલ્લરી ગ॰, જગમત ગ॰, સાધ્વી નલિનપ્રસા, સા॰ કેવલપ્રભા, સા॰ ચારિત્રલક્ષ્મી, સા॰ પદ્મલક્ષ્મી, સા॰ ભાવસુંદરી, સા મયણાસુંદરી, સા॰ ભુવનસુંદરી આદિ સંખ્યાબંધ મહત્તરા, ગણિની, પ્રવૃત્તિની, તેમ જ સાધ્વીનાં નામેાની હારમાળા જોવામાં આવે છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ ભગવાને આવશ્યકસૂત્રવૃત્તિ, દશવૈકાલિકસૂત્રવૃત્તિ આદિ અનેક પ્રથામાં પેાતાની ધમાતા મહત્તરાના નામને महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता | कृतिरियं सिताम्बराचार्यजिनभट ( भद्रपाठा० ) निगदानुसारिणो विद्याधर कुलतिलकाचार्यजिनदत्त शिष्यस्य धर्मतो जाइणिमहत्तरासूनोरत्पमतेराचार्यहरिभद्रस्येति ઇત્યાદિ ઉલ્લેખા દ્વારા ચિરંજીવ બનાવ્યું છે. આચાર્ય શ્રી સિદ્ધરિચિત ઉપમિતિભવપ્રપંચા કથાપ્રથની પ્રથમ પ્રતિ સાક્ષાત શ્રુતદેવતા સ્વરૂપ શ્રીમતી ગણા નામની સાધ્વીએ લખી હતી, જેના નામના અમર ઉલ્લેખ આચાર્ય સિદ્ધર્ષિએ પેાતે પ્રશસ્તિમાં આ પ્રમાણે કર્યાં છે :
,,
Jain Education International
41
*
* શ્રી સમેતશિખર તીદન,' વિભાગ ૧ થી પનું ( પ્રકાશકઃ શ્રી સમેતશિખર જીર્ણોદ્ધાર સમિતિ, સ, ૨૦૨૦) આમુખ.
For Private & Personal Use Only
""
www.jainelibrary.org